ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો, સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી, દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત, તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી. કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો, પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે. નથીએ ધર્મના, ટીલા કલંકો છે મનુષ્યોના વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે, વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં, ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!! –શૂન્ય […]

તમારે લગ્ન કરવા છે? …. પૂર્વશરતો અને પૂર્વધારણાઓ … તમને સાડીઓના ઢગલા સહેતા આવડે છે? તો કરો…. તમને મેક અપ સાથે સમયની જેમ વહેતા આવડે છે? તો કરો…. તમને સાસુ વહુના ધારાવાહીકો જોતા આવડે છે? તો કરો…. તમને રસોઈ પછી કચરો વાસણ પોતાં આવડે છે? તો કરો…. તમને અખતરા ભર્યા ભોજનો પચાવતાં આવડે છે? તો કરો…. તમને સવાર બપોર સાંજ રાત મનાવતા આવડે છે? તો કરો…. તમને કેશ ચેક અને ક્રેડીટકાર્ડ બચાવતાં આવડે છે? તો કરો…. તમને સાળીઓના ટોળાને હસાવતાં આવડે છે? તો કરો…. તમને ખૂબસૂરત કન્યાઓને “નહીં જોતા” આવડે […]

ફુલો કાગળના વેચાય છે છડેચોકે ભાઈ, સારું કે લેનારે છાંટયું છે અત્તર, બાકી સુગંધની આબરૂનું શું થાત..? જેઠમાં તાપથી તરબતર ઇચ્છા બળી ગઈ, સારું કે એક નાની વાદળી વરસી ગઈ, બાકી વરસાદની આબરૂનું શું થાત…? ખોલી જ નંઇ મે બંધ મુઠ્ઠી,એટલે રહી ગઈ, સામે હાજરી હતી હજોરોની,બાકી આપની આબરૂનું શું થાત…? એ\’ધટના\’ને અકસ્માતમાં ખપાવી દો ભાઈ, સારું કે નિશાન ચૂકયું એમનું. બાકી મિત્રોની આબરૂનું શું થાત…? \’બંધ\’માં એ લોકોની \’મજબુરી\’ભળી ગઈ, જાણે છે પણ,જાગતી નથી, બાકી નેતાની આબરૂનું શું થાત…? સારું કે મળી આવે છે હજીય માણસાઈ, ભીડ થાય છે […]

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે. છે ને કલકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ, એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે! એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો, બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે. એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી, એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે. ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું, શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે!

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors