સામગ્રી : ૫૦૦ ગ્રામ દહીં, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચો છીણેલું ગાજર, ૧ ચમચો છીણેલી કોબીજ, ૧ ચમચો ફણગાવેલા મગ, ૧ ચમચો સમારેલી કોથમીર, ૧ ચમચો ઝીણી સમારેલી પાલક, ૨ ચમચા શેકેલી ખાંડેલી શિંગ, ચપટી મીઠું, ચપટી મરી, ચપટી બૂરું ખાંઙ રીત : દહીંને સાફ કપડામાં બાંધીને ત્રણ-ચાર કલાક માટે લટકાવી રાખો. જ્યારે બધું પાણી નીતરી જાય ત્‍યારે એક બાઉલમાં કાઢો અને બરાબર ફીણો. પનીરને છીણો અને તેમાં મિક્સ કરો. પછી તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને સેટ થવા માટે ફ્રિજમાં મૂકો. ઈચ્‍છા મુજબના આકારમાં કાપો અને સર્વ કરો.

ખોરાકનું વિવેચન કરતાં મેં મસાલા વિશે કશું કહ્યું નથી. નિમકને મસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નિમક વિના સામાન્‍ય માણસ કાંઇ ખાઇ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્‍યકતા છે. તેમાં નિમક આવી જાય છે. એ ક્ષારો ખોરાકમાં હોય જ છે. પણ અશાસ્‍ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘટી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્‍યંત જરૂરી એક ક્ષાર નિમક છે. એટલે ગયા પ્રકરણમાં તેને થોડા પ્રમાણમાં છૂટું ખાવાને સ્‍થાન આપ્‍યું છે. પણ જેની સામાન્‍યપણે આવશ્‍યકતા નથી એવા અનેક મસાલા […]

શરીરનો પરિચય કરીએ તે પહેલા આરોગ્‍યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્‍ય એટલે શરીર-સુખાકારી. જેનું શરીર વ્‍યાધિરહિત છે. જેનું શરીર સામાન્‍ય કામ કરી શકે છે. એટલે જે મનુષ્‍ય વગર થાકયે રોજ દશ-બાર માઇલ ચાલી શકે છે. સામાન્‍ય મજૂરી થાક વિના કરી શકે છે, સામાન્‍ય ખોરાક પચાવી શકે છે, જેની ઇન્દ્રિયો અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મલ્‍લ શરીરનો કે અતિશય દોડનાર કૂદનારનો સમાવેશ નથી થતો. એવાં અસાધારણ બળ બતાવનારાં રોગગ્રસ્‍ત હોઇ શકે છે. એવા શરીરનો વિકાસ એકાંગી કહેવાય. ઉપરોકત આરોગ્‍ય જે શરીરને સાધવું છે તે શરીરનો […]

આજકાલ દાંતમાં કોઈને કોઈ રોગો હોવો, એ એક સામાન્ય બાબત બની ગઈ છે અને આપણે ત્યાં સામાન્ય રીતે દાંત બાબતમાં નિમ્ન લિખિત ફરિયાદો સાંભળવા મળે છે. દાંતમાં દુઃખાવો થવો, દાંત સડી જવા, દાંત પીળા પડી જવા, દાંત તૂટી જવા, પેઢામાંથી – મસૂડામાંથી રક્તસ્ત્રાવ થવો, પેઢા સુજી જવા, પેઢામાં પરુ થવું, દાંત હાલવા, મોંઢામાંથી વાસ આવવી અને દાંતમાંથી પાણી છૂટવું વગેરે. દાંત એ આપણાં શરીરના ખૂબ જ આવશ્યક અને ઉપયોગી ઉપાંગો છે. દાંતની મજબૂતી અને તેની તંદુરસ્તી પર શારીરીક સ્વાસ્થ્યનો ખૂબ મોટો આધાર રહેલો છે. જો દાંતની દેખભાળ બાલ્યકાળથી જ રાખવામાં […]

વર્ષાઋતુમાં સૌંદર્ય માણવું તે જિંદગીની ઉત્તમ પળ છે. ઘણાં કવિઓ, તેમની ઉત્કૃષ્‍ટ કાવ્ય રચના વર્ષાઋતુ દરમિયાન કરે છે. આછાં વાદળવાળું આકાશ, ઝરમર વરસાદ, લહેરાતાં લીલાછમ વૃક્ષ – છોડ અને પાંદડા, ભીની માટીની સુગંધ વગેરે દરેક વ્યક્તિને આનંદદાયક લાગે છે. કેટલાક લોકો એવા પણ છે જેમની આંખને વર્ષાઋતુનું કુદરતી સૌંદર્ય ગમે છે પરંતુ તેમના પેટને કારણે આ કુદરતી સૌંદર્ય માણી શકતા નથી. વર્ષાઋતુના આગમન સાથે એક નાનો રોગ શરૂ થાય છે જે છે મરડો. મેડીકલ ભાષામાં અમીબીયાસીસ કે અમીબીક ડીસેન્ટ્રઈ નામે ઓળખાય છે. આ પેટના દર્દમાં સૌથી પહેલા માનસિક થાક – […]

કોફી તાજગીદાયક પીણું ગણાય છે. એક વખત માન્યતા એવી હતી કે માંદા માણસને કોફી અપાય. કાફે આહ્લાદક કોફી અને લિજ્જતદાર ગણાય છે, બપોરના અને રાત્રિના ભોજન પછી ટીવી ની વિવિધ ચેનલો નિહાળતા કોફીની ચુસ્કીઓ ભરવાનું ચલણ વધતું જાય છે. આ તો કેરીની માફક કોફી પણ ઘણી જાતની થાય છે. કેટલાક કોફીના રબ્બર, દાડમ, સીતાફળની માફક કોફીના બગીચા પણ હોય છે. કોફીની માતૃભૂમિ બેલ્જિયમ ગણાય છે, આપણા દેશમાં કોફીના છોડ બેલ્જિયમમાંથી વાયા જાવા થઈને આવેલા છે. બહુ ઉધરસ આવતી હોય ત્યારે કોફીનો કરકરો પાવડર અને નમકનો ફાકો ભરી જવાથી તાત્કાલિક રાહત […]

સામગ્રી : ૧ મોટું કેપ્સિકમ, ૪ મોટાં ટામેટાં, ૧૦૦ ગ્રામ પનીર, ૨ મોટી ડુંગળી, ૨ સ્‍લાઈસ અનાનસ. ડ્રેસિંગ માટેની સામગ્રી : ૨ મોટા ચમચા તેલ, ૧ ચમચો સરકો, ૧ ચમચી શેકેલું જીરું, ૧ ચમચી વાટેલા મરી, ૧ ચમચી ચાટ મસાલો. રીત : પનીર, ટામેટાં, કેપ્સિકમ અને અનાનસના ચોરસ ટુકડા કરો. તેલ સહેજ ગરમ કરી તેમાં ચાટ મસાલા સિવાય બધા મસાલા નાખો. સાથે બધી સમારેલી વસ્‍તુઓ પણ નાખો. એક સળિયા પર પનીર, ટામેટું, કેપ્સિકમ, અનાનસની સ્‍લાઈસ લગાવીને ઠંડું સેલડ પીરસો.

સામગ્રી : ૨ ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ ખાંડ, ૩ ચમચા કસ્‍ટર્ડ પાઉડર, ૧/૨ ચમચી વેનિલા એસેન્‍સ, ૮ બ્રેડ સ્‍લાઈસ, ૧/૩ કપ ક્રીમ, ૧ ચમચો પિસ્‍તા, ૧ ચમચો ગ્‍લેઝડ ચેરી, ૧/૪ કપ પાણી. રીત : બ્રેડ સ્‍લાઈસને અડધી કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં અડધા ભાગનું દૂધ ગરમ કરી તેમાં અડધી ખાંડ મિક્સ કરી દો. ઊકળતા દૂધમાં કસ્‍ટર્ડ પાઉડરની પેસ્‍ટ નાખીને ઘટ્ટ કસ્‍ટર્ડ તૈયાર કરો. બાકી વધેલા દૂધ અને ખાંડને એક બીજા પેનમાં ઘટ્ટ થાય ત્‍યાં સુધી ઉકાળો. તેમાં તળેલી બ્રેડના ટુકડા નાખી બે મિનિટ રહેવા દો. તેને બહાર […]

સામગ્રી : કોફતા : કાચાં કેળાં : ૨, કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી, મેંદો :૧/૨ કપ, ધાણાજીરું : અડધી ચમચી, લીંબુનો રસ : અડધી ચમચી, સાકર અડધી ચમચી, લાલ મરચું : અડધી ચમચી, હળદર : અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ : તળવા માટે.

ખાઘ પદાર્થોમાં તેલોનું ઘણું મહત્‍વ છે. આપણે આહારમાં આજે વિવિધ પ્રકારના તેલોનો ઉપયોગ ખાદ્ય પદાર્થો તરીકે થઇ રહ્યો છે. ઉતરી રાજયોમાં સરસવના તેલનું મહત્‍વ છે તો દક્ષીણના રાજયમાં કોપરેલ તેલનો ઉપયોગ વ્‍યાપક છે. કારણ કે તે પ્રદેશોમાં તેનું ઉત્‍પાદન વધું થાય છે. જયારે ગુજરાત મહારાષ્‍ટ્ર વગેરેમાં તલના તેલનો ઉપયોગ પહેલા ખૂબ વધારે પ્રમાણમાં થતો. સમય જતા મગફળીનું વાવેતર વધવા લાગ્‍યું એટલે મગફળીના તેલનો ઉપયોગ થવા લાગ્‍યો. પરંતુ ઉત્‍પાદનની અનિશ્રિતતા તેમજ પડતર મોંઘુ પડવાથી મગફળીના તેલની કિંમત વધતી ગઇ, આમ લોકોને આ તેલ મોંઘુ લાગવા માંડયું, તો બીજી બાજુ કપાસનું ઉત્‍પાદન […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors