સામગ્રી : કાચી કેરી : મધ્યમ માપની, વરિયાળી : ૧ ચમચી, રાઈજીરું : ૧/૨ ચમચી, મીઠું : પ્રમાણસર, હળદર : ૧/૨ ચમચી, ગોળ : ૧ ચમચો, હીંગ : ચપટી,મરચું : ૧ ચમચી, ધાણાજીરું : ૧ ચમચી. રીત : પ્રથમ કાચી કેરી ધોઈને તેના મોટા ટુકડા કાપવા. એક તપેલામાં મેથી અને ૧ ગ્લાસ પાણી નાખી ઉકાળવા મૂકવું. ૨ મિનિટ પછી તેમાં કેરી અને વરિયાળી નાખવી. કેરી થોડી નરમ પડે ત્યાં સુધી ઊકળવા દેવું. પછી તપેલી ઉપર ઢાંકણ રાખી પાણી નિતારી લેવું. વરિયાળી અને મેથી અંદર જ રહેવા દેવાં. પછી તેમાં બધો […]

આજ ગમગીન બેઠી છુ.ન જાણે શું વિચારુ છુ કાંઈ સમજાતુ નથી જીવનની કઈ વિડંબના છે કશુ સમજાતું નથી.શું કરુ શુ ના કરુ કશુ વિચારી શકવાને અસમર્થ થઈ ગઈ છુ.જીવનમાં હવે કયો નિર્ણય લેવો સમજાતું નથી કોની પાસે જઈને મારા વિચારો,પરેશાની,હતાશા,ગભરામણ કહુ તે સમજાતુ નથી.જીવન એકદમ ખાલી/અધુરુ લાગ્યા કરે છે.કશુ કરવાનું મન થતું નથી કામમાં મન પરોવું તો સતત વિચારો તે કરવા દેતા નથી.કયુ કારણ છે તે સમજાતુ નથી.આવુ કેમ થાય છે.રાતે અચાનક આંખોમાંથી ઊધ ઉડી જાય છે જીદગી જીવવામાં મારાથી કશું ભુલાઈ તો ગયુ નથી ને? હંમેશા એવુ લાગ્યા કરે […]

સામગ્રી : ૧૦ નાના લાલ કડક ટામેટાં, ૪ ચમચા ઝીણું ખમણેલું લીલું કોપરું, ૪ ચમચા આખા ધાણા, ૧૫ કાળા મરી, ૪ લવિંગ,૩ તજ, ૨ તેજપત્તાં, ૪ લાલ આખાં મરચાં બધાં સાથે- ભેગા કરી વાટી લો. ૧/૨ ચમચી હળદર, ૧/૪ ચમચી સાકર, ૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી જીરું, ચપટી હીંગ, ૧ ચમચો કોથમીર ઝીણી સમારેલી, દોઢ ચમચો તેલ. રીત : ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપી ઊભો ચીરો આપો. વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખી ટમેટાંમાં મસાલો ભરો. એક સ્ટીલની કડાઈમાં તેલ ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. […]

સામગ્રી (શાક): ગુવાર ૫૦૦ ગ્રામ, તેલ ૪ ચમચા, ખાંડ ૪ ચમચા, હળદર, ધાણાજીરું પ્રમાણસર, હિંગ પ્રમાણસર, અજમો ૨ ચમચી, સોડાબાઈકાર્બ અડધી ચમચી, મીઠું પ્રમાણસર, લાલ મરચું ૨ ચમચી. સામગ્રી (ઢોકળી): ચણાનો લોટ ૨૫૦ગ્રામ, ઘંઉનો લોટ ૫૦ ગ્રામ, તેલ ૪ ચમચા, ધાણાજીરું ૧ ચમચી, લાલ મરચાંની ભૂકી ૨ ચમચી, હળદર અડધી ચમચી, મીઠું પ્રમાણસર, હિંગ પ્રમાણસર. સુશોભન માટેઃ કોપરાનું છીણ ત્રણ ચમચા, ઝીણી સમારેલી કોથમરી ૨ ઝૂડી. રીતઃ ઢોકળીની બધી સામગ્રી ભેગી ભાખરી કરતા સહેજ ઢીલી અને રોટલી કરતાં સહેજ કઠણ કણક બાંધવી. પછી તેના નાના નાના લૂવા પાડીને તેની ઢોકળી […]

જલેબી જરૂરી સામગ્રી : (૧) મેંદો : ૫૦૦ ગ્રામ (૨) ચણાનો લોટ : ૧૦૦ ગ્રામ (૩) ખાંડ : ૧ કિલો (૪) યીસ્ટ. બનાવવાની રીત : ૧.મેંદામાં ચણાનો લોટ નાખી તેમાં પા ચમચી યીસ્ટ નાખી ગરમ?પાણીથી ગાર બનાવી, બે દિવસ મૂકી રાખો. જો તૈયાર બોળો મળી રહે તો પા કપ બોળો નાખી, એક દિવસ મૂકી રાખો. ૨.પછી ખાંડની ચાસણી ગુલાબજાંબુની ચાસણી કરતાં વધારે ઘટ્ટ બનાવો. ૩.બેઠા આકારનું વાસણ લઈ તેમાં તળવા માટે ઘી મૂકો. ૪.કોઈપણ વાસણમાં, વાટકામાં અથવા ડબામાં કાણું પાડી તેનાથી જલેબી પાડવી. તળાઈ રહ્યા પછી ચાસણીમાં બોળી અને કાઢી […]

સામગ્રી : ૧ લિટર દૂધ, ૪૦ ગ્રામ બાસમતી ચોખા (જૂના), ૧૫૦ ગ્રામ ખાંડ, ૧ ટે. સ્‍પૂન બાફેલી બદામની ચીરીઓ, ૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો, ૧ ટી. સ્‍પૂન બાફેલી ચારોળી, ૦। ટી. સ્‍પૂન જાયફળનો ભૂકો, ૧ ટી સ્‍પૂન ઘી. રીત : ચોખાને ધોઈ અડધો કલાક માટે પાણીમાં પલાળવા.કપડાં ઉપર કોરા કરી ઘીથી મ્‍હોવા.દૂધ ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે હલાવતા રહી ચોખા ઉમેરવા.ચોખા બરાબર ચઢે અને દાણો ફાટે એટલે ખાંડ ઉમેરવી. હલાવતા રહેવું.ખાંડનું પાણી બળે, દૂધપાક ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવો.બાફેલા બદામ, ચારોળી તથા ઇલાયચી, જાયફળનો ભૂકો ઉમેરવા.દૂધપાક ઠંડો થાય […]

સામગ્રી : પાલકની ભાજી : ૩ ઝૂડી, લીલાં મરચાં : ૩, ઘી : ૨ ચમચા, ગરમ મસાલો : ૧ ચમચી, પનીર : ૨૫૦ ગ્રામ, હળદર ૧/૨ ચમચી, મીઠું : પ્રમાણસર, લાલ ટામેટાં : ૩. રીત : ઊકળતા મીઠાના પાણીમાં ભાજીને નાખી પાંચ મિનિટ રાખી, ચાળણીમાં કાઢીને નિતારીને ઠંડી પાડો. તેની બારીક ચટણી વાટો, સાથે મરચાં પણ વાટી લેવાં.ટામેટાંને એકદમ ઝીણાં ઝીણાં સમારી લેવાં. પનીરના ટુકડાને ગરમ ઘીમાં તળીને લઇ લેવા. પછી તેમાં ઝીણા સમારેલાં ટામેટાં નાખી પાંચ મિનિટ રહેવા દો. બરાબર ગળી જાય એટલે તેમાં વાટેલી ભાજી નાખી હળદર અને […]

સામગ્રીઃ ચણાનો લોટ ૧નાનો કપ, ઘી ૨ ચમચી, ગોળ પ્રમાણસર, મીઠું પ્રમાણસર, સૂકા લાલ મરચાં, છાશ બે વાટકા, રાઈ, મેથી, જીરું, હિંગ પ્રમાણસર, વાટેલા આદુ – મરચાં ૧ ચમચી, લીમડાનાં ૧૦ થી ૧૨ પાન, કોથમીર અડધી ઝૂડી. રીતઃ સૌ પ્રથમ એક વાસણ લો. ત્‍યારબાદ તેમાં છાશ લઈને તેમાં ચણાનો લોટ નાખીને ઝેરણી વડે વલોવી નાખો અને તેમાં મીઠું અને વાટેલાં આદુ – મરચાં, લીમડાનાં પાન વગેરે મુકી વઘાર કરવો. ત્‍યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ગોળ નાંખી દેવો. ત્‍યારબાદ કઢીને ખૂબ ઉકાળવી અને ઉકળી જાય એટલે કોથમીર બારીક સમારીને નાખવી પછી ઉતારી […]

સામગ્રી : ૨ લિટર દૂધ, ૫૦૦ ગ્રામ સાબુદાણા, ૨૦૦ ગ્રામ ખાંડ, થોડાં ટીપાં ગુલાબજળનાં, ૪૦ ગ્રામ કાજુ, ૩૦ ગ્રામ બદામ. રીત : સાબુદાણાને પાણીમાં પલાળો. દૂધમાં ખાંડ નાખી ઉકાળો. તે પછી સાબુદાણા અને ગુલાબજળ ઉમેરો, તે પછી બે મિનિટ ચડવા દો. પછી કાજુ અને બદામ મિક્સ કરો અને ગાર્નિશ પણ કાજુ, બદામ મિક્સ કરો. હવે સર્વ માટે તૈયાર છે. નોંધ : સાબુદાણાને વધુ સમય ન પલાળો ફક્ત બે-ત્રણ મિનિટ સુધી પલાળો.

સામગ્રીઃ ૨૨૫ગ્રા. કોબીજ, ૨૨૫ગ્રા. બટાટા, ૫૦ગ્રા. કાદાં, ૩૦ગ્રા. ઘી, લીલા મરચાં, લીબું, જીરું,મીઠું,તેલ બનાવવાની રીતઃ શાકભાજીને સાફ કરી સુધારી નાખો.તેલ ગરમ કરી તેમાં જીરું અને સુધારેલ કાંદા નાખો.કાંદા ભૂરા રંગના થાય ત્‍યારે તેમાં કોબીજ, બટાટા, લીલા મરચાં અને મીઠું નાખો.શાકમાં મીઠું નાખી, થોડું પાણી નાખો. શાક સારી રીતે ચઢી ન જાય અને પાણી સુકાઈ ન જાય ત્‍યાં સુધી તેને પકાવો.પછી તેમાં લીબું નો રસ નિચોવી તાપ ઉપરથી ઉતારી લો. પોષકતાઃ આમાં ૯૦૦ કેલરી છે. કોબીજનાં કાપ્‍ટક દ્રવ્‍યો પાચનમાં મદદ કરે છે. તેમાં બટાટાનું જીરું આફરો અટકાવે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors