સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી રોડ સ્‍તે ૧૦૫ કિલોમીટર છે. વ્‍હાલા વાંચક પોરનો અર્થ થાય છે નાની એવી વસાહત, સમુદ્ર કાંઠાની આવી વસાહતની વસતીને પોર કહેવાય છે. આવા પોરમાં મિત્રોની અતુટ સ્‍નેહકથા, મિત્ર પ્રેમથી પાંગરેલી આ વસાહત – શહેર બનીને આજે પોર બંદરથી સુપ્રસિદ્ધ છે. અહીં એક સમયે શ્રી કૃષ્‍ણના બાલ સખા સુદામા વસતા હતા તેથી સુદામાપુરી પણ કહેવાય છે. આપણા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની આ જન્‍મભૂમિ છે. બાલક સુદામા અને બાલ કૃષ્‍ણ વિદ્યા અભ્‍યાસ માટે ગુરૂ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા ખાસબાલ મિત્રો હતા.સુદામાએ વિદ્યા પ્રાપ્તિ પછી ગુરૂ પાસે અયાચક વ્રત […]

બાળકોને લાલચ આપવાથી તેને ખોટી આદત પડે છે. ખોટા સમયે આપવામાં આવેલી વસ્તુ લાલચ જ કહેવાય, જે લાંબા ગાળે કુટેવને જન્મ આપે છે. કોઈ પણ વસ્તુની લાલચ કદાચ બાળકને ટૂંકા ગાળા માટે કશુંક કામ પૂરું કરવા પ્રેરશે પણ લાંબા ગાળે તે નુકસાન કરશે. જેનાથી બાળકોને આવી વસ્તુઓ વારંવાર માંગવાની પ્રેરણા મળશે. વધુ સારી રીતે કામ કરવા બદલ તેને પ્રોત્સાહન આપવું તે લાલચ નથી. લાલચ અને પ્રોત્સાહન વચ્ચે ઘણી પાતળી ભેદરેખા છે. જેમ કે, તમે કહી શકો કે આજે સાગરના સારા માર્કસ આવ્યા છે તે બદલ ઘરમાં શીરો બનવો જ જોઈએ. […]

બાળકોને ‍ઉછેરતી વખતે અમુક પરિસ્થિતિમાં કુદરતી રીતે જ આપણે કાબૂ ગુમાવી બેસીએ છીએ. અમુક વખતે તો ક્રોધ પર કાબૂ મેળવવો અતિમુશ્કેલ બને છે. આવા સમયે બાળક આપણને બરોબર ઝીણવટપૂર્વક જુએ છે અને સમજવાની કોશિશ કરે છે. તેઓના મનમાં આપણા પ્રત્યે પ્રેમને બદલે રોષ જન્મે છે. તેઓ કદાચ આપણી સામે ગુસ્સો ન પણ કરે, પરંતુ તેઓના મનમાં તો આ અંગેનાં વિચારો મનમાં સતત ચાલતાં જ હોય છે. કેટલીક બાબતોમાં બાળકોને પંણ છૂટછાટ કે રાહત આપવી જોઇએ. જેમ કે પરીક્ષા વખતે ગમતી ટી. વી. સિરીયલ થોડીવાર જોવાની છૂટ આપવી, બીમારીમાં થોડીક સ્વાદવાળી […]

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં કેળાં બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ છે. તેની ઘણી જાતો છે. તેમાં માંસલ ભાગ ખૂબ હોય છે અને છાલ સહેલાઈથી છૂટી કરી શકાય છે. પાકેલાં કેળાં સારાં. તે જેમ વધુ પાકે છે તેમ છાલ પાતળી થતી જાય છે. કેળાં સ્વાદે મીઠા, સહેજ તૂરા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, ચીકણા, ઝાડાને બાંધનાર, પિત્તશામક અને કફકર છે. તે વીર્યવર્ધક, ધાતુવર્ધક, સ્વાદિષ્‍ટ અને પથ્ય છે, રક્તપિત્ત, બળતરા, ક્ષત, ક્ષય, તરસ, આંખના રોગ, પેશાબના રોગ, પથરી, નિર્બળતા, દૂબળાપણું વગેરેમાં સારા છે. બાળક કે કોઈપણ વ્યક્તિ […]

શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે. કેશાંત કે ગોદાન સંસ્‍કાર કેશાંત કે ગોદાન એ મહાનામ્‍ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્‍ત થતાં ગોદાન સ્‍વતંત્ર સંસ્‍કારના રૂપમાં અસ્તિત્‍વમાં આવ્‍યો. આ સંસ્‍કાર વેદારંભ સંસ્‍કાર કરતાં પ્રાચીન છે. ગૃહ્યસૂત્રોમાં કેશાંતનો ઉલ્‍લેખ આવે છે, પરંતુ વેદારંભનો ઉલ્‍લેખ એમાં મળતો નથી. વ્‍યાસ સ્‍મૃતિમાં આ સંસ્‍કારનો સમાવેશ પ્રસિદ્ઘ સોળ સંસ્‍કારોની યાદીમાં કરવામાં આવ્‍યો છે. કેશાંત સંસ્‍કારમાં બ્રહ્મચારીની દાઢી અને મૂછનું સર્વ પ્રથમ ક્ષૌરકર્મ (મુંડન) કરવામાં આવતું. આ સંસ્‍કારને ગોદાન […]

પરિચય : અળસી કે અળશી (અતસી, અલસી)નાં છોડ ગુજરાત – ભારતમાં સર્વત્ર થાય છે. આ છોડ દોઢ બે ફુટ ઊંચો, સીધો અને નાજુક હોય છે. એની ઊભી સળીઓ પર બારીક, લાંબા અને એક એકનાં આંતરે ૧ થી ૩ ઇંચ લાંબા ઘાસ જેવાં પાન થાય છે. તેની પર આસમાની રંગના ટોકરા આકારનાં, ચક્રાકારનાં સુંદર પુષ્‍પો આવે છે. એની પર ગોળ દડા જેવા ૧૦ ખાનાવાળાં ફળ થાય છે. તે દરેક ખાનામાં ૧-૧ ચકચક્તિ, ચીકણા, ચીપટા, જરા લાંબા, અંડાકાર, ગંધરહિત, તેલી, ભૂખરાં? રંગનાં બી થાય છે. બીમાં પીળાશ પડતા સફેદ રંગનો ગર્ભ (મગજ) […]

શિંગોડા જેને હિંદી ભાષામાં સિંઘાડ઼ા અને સંસ્કૃત ભાષામાં શ્રૃંગાટક કહેવામાં આવે છે. શિંગોડા પાણીમાં ઊગતી વનસ્પતિનું એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડુબેલા રહેતા તેના મૂળ પર લાગે છે. આ ફળના શીર્ષના ભાગ પર શિંગડાની જેમ બે કાંટા હોય છે, જેના કારણે તેને શિંગોડા કહેવામાં આવે છે. ચીની ખોરાક માટે આ ફળ એક અભિન્ન અંગ ગણાય છે. આ ફળને છોલીને તેના ગરને સુકવી અને ત્યારબાદ દળીને લોટ બનાવવામાં આવે છે. આ લોટમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનું ભારત દેશમાં લોકો […]

આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ […]

સંતરા વિટામીન એ, બી, સી અને કેલ્શિયમથી સમૃધ્ધ ફળ છે. આની અંદર સોડિયમ, પોટેશિયમ, મૈગ્નેશિયમ, કોપર, સલ્ફર અને લોરીન જેવા તત્વો મળી રહે છે. લીંબુના વંશના ફળ સંતરા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ માનવામાં આવે છે.  સંતરાના ઉપર રેસા હોય છે જે છાલ દ્વારા ઢાંકેલા રહે છે તેની અંદર સૌથી વધારે કેલ્શિયમ હોય છે. તેથી સંતરાનું તેના રેસાની સાથે જ સેવન કરવું વધારે ઉપયોગી રહે છે. સંતરાની અંદર પાણીની માત્રા ૮૭ ટકા, શર્કરા ૧૧ ટકા, તેમજ વસા અને પ્રોટીન પણ હોય છે. આનાથી વધારે સંતરામાં સોડિયમ, લૌહ, તામ્બુ, ફોસ્ફરસ, મૈગ્નેશીયમ, પોટેશિયમ, સલ્ફર તેમજ […]

ભગવાન શ્રી દ્વારકાધીશ ની રાજધાની દ્વારકા ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલ્‍વે રસ્‍તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે. દ્વારકા અને હરદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાયા છે. સોમનાથ થી દ્વારકાની સીધી બસ સેવા મળે છે. જૂનાગઢ થી પોરબંદર, હર્ષદ થઈ દ્વારકા ૨૩૦ કિલોમીટર દૂર છે. જામનગરથી ૧૪૦ કિલોમીટર દુર છે. તથા દરેક મુખ્‍ય શહેરથી એસ. ટી. બસની સેવા મળે છે. સૌરાષ્‍ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષીણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્‍લો રચાયો છે, ઉત્તરનો ખૂણો સૌરા્ષ્‍ટ્રનો ભૂમિ માર્ગ છે. ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્‍ટ્રને આથડે છે. તેમાં થઇ પ્રવેશ કરવાનો દરિયાઈ […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors