નામઃ હિંમતલાલ દવે ઉપનામઃસ્વામી આનંદ જન્મઃ ૧૮૮૭ સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણીગામે કુટુમ્બઃ માતા- પાર્વતી : પિતા રામચંદ્ર મહાદેવ દવે બહેનો – દિવાળી, મણી, જડી, સૂરજ; ભાઇ – પ્રભાશંકર, જયાશંકર  

આજ ગમગીન બેઠી છુ.ન જાણે શું વિચારુ છુ કાંઈ સમજાતુ નથી જીવનની કઈ વિડંબના છે કશુ સમજાતું નથી.શું કરુ શુ ના કરુ કશુ વિચારી શકવાને અસમર્થ થઈ ગઈ છુ.જીવનમાં હવે કયો નિર્ણય લેવો સમજાતું નથી કોની પાસે જઈને મારા વિચારો,પરેશાની,હતાશા,ગભરામણ કહુ તે સમજાતુ નથી.જીવન એકદમ ખાલી/અધુરુ લાગ્યા કરે છે.કશુ કરવાનું મન થતું નથી કામમાં મન પરોવું તો સતત વિચારો તે કરવા દેતા નથી.કયુ કારણ છે તે સમજાતુ નથી.આવુ કેમ થાય છે.રાતે અચાનક આંખોમાંથી ઊધ ઉડી જાય છે જીદગી જીવવામાં મારાથી કશું ભુલાઈ તો ગયુ નથી ને? હંમેશા એવુ લાગ્યા કરે […]

પોતાના સૌ પુરોગામી સાહિત્યસર્જકો કરતાં સાહિત્ય-પ્રકારનો નવો જ ચીલો ચાતરનાર નવલરામનો જન્મ તા. ૯-૩-૧૮૩૬માં સુરત મુકામે થયો હતો. મેટ્રિક થતાં પહેલાં તો તેમણે શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી લીધી હતી. છેવટે અમદાવાદની અને પછીથી રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં તેઓ આચાર્ય બન્યા હતા. ઓછું ભણતર છતાં અંગ્રેજી અને સંસ્‍કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ગ્રંથ વિવેચનની શરૂઆત તેમણે ‘કરણઘેલા’થી કરી. ફ્રેન્ચ નાટકનું તેમણે કરેલું રૂપાંતર ‘ભટ્ટનું ભોપાળું’ આજે પણ હાસ્યપ્રધાન નાટકોમાં અમર છે. તેમનું નોંધપાત્ર વિવેચન ‘રઘુવંશ’ કાવ્ય ઉપરનું છે. ઈતિહાસ, વ્યાકરણ, ભાષાશાસ્ત્ર આદિ લખાણોમાં એમની સત્યનિષ્ઠા પ્રગટ થયેલી જોવા મળે છે. તેમણે ‘ગુજરાત […]

માદક પદાર્થો માદક પદાર્થોમાં હિંદુસ્‍તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મદિરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને ‘એરક’ (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારૂઓનો કંઇ પાર નથી. આ બધા સર્વથા ત્‍યાજય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઇ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાને ખુવાર કર્યા છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે. એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. […]

વજન ઘટાડવા કે વજન જાળવી રાખવાની સાથે તંદુરસ્‍ત રહેવું પણ એટલું જ જરૂરી છે. તે માટે તંદુરસ્‍ત ખોરાક સૌથી મહત્‍વની બાબત છે. વજન ઘટાડવા, સુંદર દેખાવા, તંદુરસ્‍તી મહેસૂસ કરવા તથા સ્‍વસ્‍થ જીવન જીવવા નીચે આપેલી ગાઈડલાઈન્‍સ અનુસરો. (૧) દિવસમાં બે વાર પેટ ભરીને ખાવા કરતાં દર ત્રણ- ચાર કલાકે થોડું પણ ધીમેથી ચાવીને ખાવું જોઈએ. વચ્‍ચે વચ્‍ચે થોડું થોડું ખાતા રહેવાથી ભૂખના કારણે થતો પેટનો દુખાવો નહીં થાય અને શરીરમાં શકિત પણ રહેશે. આ સાથે તે તમારા મેટાબોલિઝમની પણ કુશળતાથી સંભાળ રાખશે. (૨) ભોજનમાં જુદી જુદી જાતના ખોરાકનો સમાવેશ કરવો […]

છેલ્લા કેટલાક સમયથી જો કિંમતી અને અદ્યતન મોબાઈલનું વેચાણ વધ્યું હોય તો ગુજરાતની તેમાં મહત્વની ભૂમિકા છે. આ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મોબાઇલ રિપ્‍લેસમેન્ટનું બજાર ૬૦ ટકા છે અને સમગ્ર દેશમાં તેનું પ્રમાણ ૩૦ ટકા છે. નોકિયા ઇન્ડિયાના જીટીએમ હેડ રઘુવેશસરૂપે જણાવ્યું હતું કે, \”મોબાઇલ ફોનના કુલ વેચાણમાં ગુજરાત ખાતે રિપ્‍લેસમેન્ટ બજારનો હિસ્સો ૬૦ ટકા છે. પ્રારંભિક લોકોની સરખામણીએ યુવા ગ્રાહકોની ઉંચી સંખ્યા અને ખર્ચની તરાહના કારણે બજારને પ્રોત્સાહન મળ્યું છે.\” ?જાન્યુઆરી મહિનામાં નકશા જેવી ‍નેવિગેશન પદ્ધતિઓ અને ઇન્ટિગ્રેટેડ જીપીએસ સિસ્ટમ લોન્ચ કરનાર નોકિયાને આશા છે કે ગુજરાતમાં તેમની […]

તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્‍સર, ડાયાબિટીસ, બ્‍લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના […]

દુલા કાગઃ કવિ નામઃ દુલા ભાયા કાગ -\”કાગ બાપુ\”- જન્મઃ ૨૫-૧૧ – ૧૯૦૨ મજાદર ( તા. મહુવા, જિ.ભાવનગર) અભ્યાસ: પાંચ ધોરણ કાવ્યગ્રંથઃ કાગવાણીઃ ભાગ ૧,૨,૩,૪,૫,૬,૭ વિનોબાબાવની’ (૧૯૫૮), તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯), શક્તિચાલીસા’ (૧૯૬૦) ઉપરાંત ‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’ વિશેષઃ દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્‍ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી […]

હવામાનમાં આવી રહેલા બદલાવને જાણીએ આપણે સૌ આજની પ્રગતિના સાક્ષી છીએ. આજે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન થયા તેની સુખ-સગવડતાઓ માણી રહ્યા છીએ. છેલ્‍લા ર૦૦ વર્ષમાં જે સંશોધનો થયા તેમાં પણ આ ૬૦ વર્ષોમાં થયેલા સંશોધનોએ માનવીની જીવન શૈલીમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે અને હજુ પણ આ કયાં જઇને અટકશે તેની કલ્‍પના થઇ શકે તેમ નથી. દિવસે દિવસે વિજ્ઞાન ક્ષેત્રે જે સંશોધનો આવી રહ્યા છે તેની સાથોસાથ માનવીનો ઉપભોગતાવાદમાં જે વધારો થઇ રહ્યો છે તે જાણીને વૈશ્ર્વિક કક્ષાએ ભવિષ્‍યમાં કેવા પરિણામો લાવશે તે કહી શકાય નહીં પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે થયેલા અનેક […]

સમુદ્ર એટલે રસાયણોનો ભંડાર સમુદ્ર અંગે પૌરાણિક સંદર્ભ જોઇએ તો યાસ્‍કે આપેલી સમ-ઉદ-દ્રવન્તિ નધઃ એવી નિરૂકિત અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે પૃથ્‍વી પર રહેલા પાણીનો સમુહઃ અમરકોષમાં બધાને ભીંજવનાર જળભર્યા સાગરને સમુદ્ર કહ્યો છે. પૃથ્‍વીને સમુદ્ર મેખલા કહેવામાં આવે છે. શાસ્‍ત્રોમાં આની ઉત્‍પતી માટે ઘણું આપવામાં આવ્‍યું છે. સમુદ્ર રસાયણો ફૂગ, જીવાણુઓ, સૂક્ષ્‍મ શેવાળ, દરિયાઇ છોડવા, વાદળી, નરમ પરવાળા, કરચલા, મૃદુ કવચી, શૂલચર્મી, સમુદ્રી સસલાં, નૂપુરક, બ્રાયો ઝોઅન્‍સ, ગોકળગાય વગેરેમાંથી આશરે ૧૫૦૦૦થી વધુ સંયોજનો અલગ પાડી શકાયા છે. તેમનું વર્ગીકરણ પણ કરવામાં આવ્‍યું છે. કાર્બનિક રસાયણોમાં અગર જે રાતી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors