સતાધાર વીરપુર અને પરબની જગ્‍યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનું સતાધાર. જૂનાગઢથી ૫૬ કિલોમીટર રોડ રસ્‍તે છે. તેમજ જૂનાગઢ દેલવાડાના રેલ્‍વેમાર્ગથી સતાધાર જવાય છે. એસ.ટી. બસની સેવા દર કલાકે મળે છે. રોડ માર્ગથી જતા રસ્‍તામાં બીલખા પાસે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્‍યાના દર્શન થઈ શકે છે. અહીં બાજુમાંજ દક્ષિ‍ણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ છે. એસ. ટી. બસ આ બંને જગ્‍યાએ તથા સતાધારના મંદિર પાસેજ ઉભી રહે છે. જુની હકીકત મુજબ કાઠિયાવાડના કાઠીકુળના સંતાનો સૂરજને ઈષ્‍ટદેવ માને છે. પાંચાળમાં સૂરજદેવળની સ્‍થાપના […]

પર્યાવરણ બચાવવા માટે અત્યારે બાળકોને સૌથી વધારે આગ્રહ કરવામાં આવે છે. કારણ કે આજની પેઢી આવતી કાલનું ભવિષ્ય સુધારશે. આસપાસનાં વૃક્ષો-બગીચાઓથી માંડીને તમામ પર્યાવરણના પ્રશ્ર્નો સુધીની દરેક વાતો બાળકો સાથે કરવી જોઇએ. કુદરતને ખરેખર મન અને આંખોથી જોતાં અને અનુભવતાં બાળકોને શીખવીએ. તેમને ખેતરોમાં, હરિયાળા બાગ-બગીચાઓમાં ફુવારા પાસે, પહાડોની ગોદમાં ફરવા લઇ જઇએ. ઊભેલા પાક અંગેની જાણકારી પણ તેમને ઉપયોગી થઇ પડશે. પાણીની વપરાશ અને અગત્‍ય અંગે તેમને ઊંડી સમજણ આપીએ. જીવન ઉપયોગી પાણી, હવા, વૃક્ષોને નુકસાન ન પહોંચે અને તેમનું જતન થાય તે માટે કયા રસ્‍તા અપનાવવા તે બાળકોને […]

જાણો બ્રહ્માંડ વિશે   ઉત્પતિ     :  વર્તમાન પૂર્વે આશરે ૧૪ અબજ વર્ષ આયુષ્ય     : આશરે ૯ અબજ વર્ષ વિસ્તાર     : ૪૧,૨૫૩ ચો.અંશ.આશરે ૧૫ અબજ પ્રકાશવર્ષ ની ત્રિજીયાસુધી તેની સીમાનો વ્યાપ 

ગુજરાતી વ્યાકરણ વિશે 1. ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્વનું એક અંગ એટલે અલંકાર અલંકાર સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકિય તત્વોને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. નીંદા વડે વખાણ અને વખાણ વડે નીંદા કરવામાં આવે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે. દાઃત- અહો! શું તમારા દાંત જાણે પીળી લસણની કળી. (૫) રૂપક અલંકારઃ ઉપમેય અને ઉપમાનને બંને એક જ હોય એ રીતે વર્ણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. દાઃત-સંસાર સાગર અસાર છે. – ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. (૬) અનન્વય અલંકારઃ ઉપમેયની સરખામણી કરવા […]

ગુજરાતની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેને વિકાસની પૂરતી તકો મળે તે માટે વિવિધ ક્ષેત્રે સ્‍વાયત્ત સંસ્‍થાઓની સ્‍થાપના ગુજરાત રાજય દ્વારા થયેલી છે. આવા કેટલાક અગત્‍યના નિગમો નીચે પ્રમાણે છે : ૧. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ(GIDC) ૨. ગુજરાત ઔદ્યોગીક મૂડી રોકાણ નિગમ(GIIC) ૩. ગુજરાત ખનિજ વિકાસ નિગમ(GMDC) ૪. ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ(GWRDC) ૫. ગુજરાત ડેરી વિકાસ નિગમ(GDDC) ૬. ગુજરાત મત્‍સયદ્યોગ વિકાસ નિગમ(GFDC) ૭. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ(GFCSC) ૮. ગુજરાત રાજય વનવિકાસ નિગમ(GSFDC) ૯. ગુજરાત રાજય હસ્‍તઉદ્યોગ વિકાસ નિગમ(GSHCDC) ૧૦. ગુજરાત રાજય હાથસાળ વિકાસ નિગમ(GSHDC) ૧૧. ગુજરાત લઘુઉદ્યોગ નિગમ(GSIC) ૧૨. […]

ખટમીઠા રસથી ભરપૂર દાડમ દાડમના સફેદ, રસાળ, ચમકતા, એકબીજાને અડીને યોઠવાયેલા, ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. દાડમ સ્વાદે મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે સહેજ ગરમ, સહેજ ચીકણું, પચવામાં હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે. કંઠરોગ, ઊલટી, મંદબુદ્ધિ, દાહ, તાવ, તરસ, મોંની દુર્ગંધ, હ્રદયરોગ વગેરેમાં દાડમ સારા છે. દાડમની છાલ મુખપાકને મટાડે છે. લીલી કે સૂકી દાડમની છાલ મોંમાં રાખી મૂકવાથી મોંના ચાંદાં અને છાલા મટે છે. દાડમના ફૂલને પાણીમાં પીસી, ગાળીને નાકમાં ટીપાં મૂકવાથી નસકોરી મટે છે. દાડમનાં ફૂલ, ફટકડી અને માયાફળને મિશ્ર […]

સૌરાષ્‍ટ્રના વિખ્યાત લોકગાયક અને લોકસંગીતનિયોજક લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌંદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્‍ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્‍ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા. લોકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરેને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા-નિવેદક સૌરાષ્‍ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓનાં ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઈ. ૧૯૬૫ના ઑગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઈ પરલોક સિધાવ્યા. પિતાનુ; નામ નાનુભા. […]

કુન્દનિકાનો જન્મ સૌરાષ્‍ટ્રના લીમડી ગામે ઈ. ૧૯૨૭ના જાન્યુઆરી માસની ૧૧મી તારીખે થયો છે. પિતાનુ; નામ નરોત્તમદાસ. કુન્દનિકાનું ઉપનામ ‘સ્નેહધન‘ છે. મકરંદ દવે સાથે લગ્ન કરી હાલ વલસાડથી ધરમપુર જવાના રસ્તે ‘નંદિગ્રામ આશ્રમ‘ સ્થાપી બંને પતિ- પત્ની આદિવાસી સમાજની સેવા કરી રહ્યાં છે. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે લીધું. ઈ. ૧૯૪૮માં ભાવનગરમાંથી બી. એ. થયાં. તેમના વિષયો હતા રાજકારણ અને ઇતિહાસ. શાળાજીવન દરમિયાન તેમને સાહિત્ય પ્રત્યે અનુરાગ હતો. પરિણામતઃ ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેઓ ‘યાત્રિક‘ અને ‘નવનીત‘ નામનાં સામયિકોનાં સંપાદક બન્યાં. સંપાદક તરીકે તેમણે સમજપૂર્વક કામગીરી બજાવી […]

પગના રક્ષણ માટે શોધાયેલ ‘પગરખા’માં અમધુનિક સમયે જાતજાતની વેરાયટી જોવા મળે છે. તમે સુંદર વસ્‍ત્રો પહેરો, અવનવી- એસેસરીઝ સાથે તૈયાર થાઓ, ત્‍યારે ફૂટવેર પણ શ્રેષ્‍ઠ કક્ષાના જ હોવા જોઈએ ને ! તમારા શૂઝ તમારા સમગ્ર વ્‍યકિતત્‍વને અનેરો નિખાર આપે છે. લગ્નની મોસમમાં તો શૂઝની ખરીદી પૂરબહારમાં ચાલતી હોય છે. સ્‍ટાઈલીશ એમ્‍બ્રોઈડરી કરેલા, રંગીન સ્‍ટોનથી શોભતા જૂતાની પસંદગી આ સમયમાં વધુ જોવા મળે છે, શૂઝ અનેક સ્‍ટાઈલમાં ઉપલબ્‍ધ હોય છે. હાઈહીલ ધરાવતા એમ્‍બેલીશડ બુટ, શોટ સ્‍કર્ટ પર વધુ સારા લાગે છે. પીળા, બ્‍લ્‍યુ અને પીંક જેવા બ્રાઈડ ફલોરેસન્‍ટ રંગો સાંજના સમયની […]

જાણો ભારતીય સંસ્કૃતિ વિશે.. * વેદ અને વેદાંગ : વેદ ચાર છે : (૧) ઋગવેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ વૈદિક સાહિત્યની છ શાખાઓ વેદાંગ કહેવાય છે, જે આ મુજબ છે : (૧) શિક્ષા (૨) છંદ (૩) વ્યાકરણ (૪) નિઘંટુ (૫) કલ્પ અને (૬) જ્યોતિષ * ષડ્દર્શન : છ વિચાર પ્રણાલિકાઓ ષડ્દર્શન તરીકે ઓળખાય છે, જે આ મુજબ છે : (૧) સાંખ્ય (કપિલ) (૨) યોગ (પતંજલિ) (૩) ન્યાય (ગૌતમ) (૪) વૈશેષિક (કણાદ) (૫) પૂર્વ મીમાંસા (જૈમિની) અને (૬) ઉત્તર મીમાંસા (કુમારિલ ભટ્ટ) * પુરાણ : પુરાણ અઢાર છે […]

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors