જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા. શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે; માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા. ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે; મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા. વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે; નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા. ‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ? દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન […]

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે ? ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને નરસિંહ મહેતા

પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || મૈં તો મેરે નારાયણ કી આપહિ હો ગઇ દાસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || લોગ કહૈ મીરા ભઇ બાવરી ન્યાત કહૈ કુલનાસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || બિષ કા પ્યાલા રાણાજી ભેજ્યા પીવત મીરા હાઁસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે || મીરા કે પ્રભુ ગિરધર નાગર સહજ મિલે અબિનાસી રે | પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||

હે રી મૈં તો પ્રેમ-દિવાની મેરો દરદ ન જાણૈ કોય | ઘાયલ કી ગતિ ઘાયલ જાણૈ જો કોઈ ઘાયલ હોય | જૌહરિ કી ગતિ જૌહરી જાણૈ કી જિન જૌહર હોય | સૂલી ઊપર સેજ હમારી સોવણ કિસ બિધ હોય | ગગન મંડલ પર સેજ પિયા કી કિસ બિધ મિલણા હોય | દરદ કી મારી બન-બન ડોલૂં બૈદ મિલ્યા નહિં કોય | મીરા કી પ્રભુ પીર મિટેગી જદ બૈદ સાંવરિયા હોય |

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી આનંદ ઉપજ્યો અપાર રે આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે સાધી સાહેબ સાથે તાર રે… સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને ચારે વાણીથી એ પાર જી સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં હરદમ ભજનમાં હોંશિયાર જી વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને મોહની મટી ગઈ તાણાવાણ જી ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ સાચા સાધુની ઓળખાણ […]

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત અમરીયા બની જે નિતનિત ખેલે રે મરવું તો આળપંપાળ જી ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત. જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને લાભ ને હાનિ મટી જાય જી, આશા ને તૃષ્ણા […]

વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી… નહીતર અચાનક અંધારા થાશે જી… વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી… નહીતર અચાનક અંધારા થાશે જી… જોત રે જોતા માં દિવસો વિયા રે ગીયા રે બાઈજી એકવીશ હજાર છસ્સોને કાળ ખાશે જી… જાણીયા રે જેવી આતો અજાણ છે રે વસ્તુ… અધુરીયાને નો કે’વાય જી… કુપટ રસનો આ ખેલ છે અટપટો રે… આપી રે મેલો તો સમજાય જી… મન રે મુકીને તમે, આવો રે મેદાનમાં રે… જાણી લ્યો જીવ કેરી જાત જી… સજાતી વિજાતીની જુગતી બતાવુ ને… બીબે પાડી દઊ બીજી ભાત જી… પીંડ રે […]

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ …મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ …મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ …મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ …મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ …મેરે તો

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની ચિત્તડું ચડેલ એનું ચાકડે રે […]

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો, ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો, રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો જાન ગઈ જાણે જાન […]

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors