માણસને જ માણસ થવાનું અહી કહેવું પડે છે

માણસને જ માણસ થવાનું અહી કહેવું પડે છે, નથી કોઈ રહેતું અહીં, જેમ અહીં રહેવું પડે છે. દરત કોઈને પણ, ક્યારેય નથી છોડતી યારો, દુઃખ આપવાનું કામ કરે છે, એને સહેવું પડે છે. પોતાની મનમાની કરનારાને અંતે ભોગવવું પડે, બાકી સમાજ જે પ્રવાહે વહે ત્યાં વહેવું પડે છે. ફરજ ચુકનારાને, કદી હકની અપેક્ષા ના કરવી, જિંદગી નાટક છે, મળતું પાત્ર નિભાવવું પડે છે. ‘અહી થુકવું નહી’ ત્યાં થુકનારને શું કહે “શ્યામ” સારું જ લણવા માટે સૌએ સારું વાવવું પડે છે. ” શ્યામ ગોયાણી “

અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે ચડનારા કોઈ નો મળ્યા અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા માથડાં કપાવ્યા, અમે ઘંટીએ દળાણા ચૂલે ચડ્યા ને પછી પીરસાણાં રે જમનારા કોઈ નો મળ્યા નામ બદલાવ્યા અમે પથિકોને કાજે કેડો બનીને જુગ જુગ સૂતાં રે ચાલનારા કોઈ નો મળ્યા કુહાડે કપાણા અમે, આગ્યુંમાં ઓરાણા કાયા રે બાળીને ખાખ કીધી રે ચોળનારા કોઈ નો મળ્યા પગે બાંધ્યા ઘૂઘરાં ને માથે ઓઢી ઓઢણી ઘાઘરીયુ પહેરીને પડમાં ઘૂમ્યાં રે જોનારા કોઈ નો મળ્યા સ્વયંવર કીધો, આવ્યા પુરુષો રૂપાળાં, કરમાં લીધી છે […]

એ જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… એ જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી.. માનવીની પાસે કોઈ…. માનવી ન આવે…રે… તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે આવકારો મીઠો આપજે રે કેમ તમે આવ્યા છો ?… એમ નવ કે’જે…રે… એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો… આપજે રે વાતું એની સાંભળીને… આડું નવ જોજે….રે… એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો… આપજે રે ‘કાગ’ એને પાણી પાજે… સાથે બેસી ખાજે..રે…. એને […]

હાં…મણિયારો તે મણિયારો તે હલું હલું થઈ રે વિયો રે… મુઝા દલડાં ઉદાસીમાં હોય રે છેલ મુઝો, વરગાણી મણિયારો હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો….. હાં…મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો….. હાં…મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો….. હાં…મણિયારો જી અષાઢીલો મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો….. હાં…અણિયાળી રે ગોરી તારી આંખડી રે હાં રે હુ રે આંજેલ એમાં મેશ રે છેલ મુઝો, વરણાગી […]

મારી હુંડી સ્વીકારો મહારાજ રે Mari Hundi Swikaro Maharaj નરસિંહ મહેતા મારી હુંડી સ્વીકારો મહારાજ રે Mari Hundi Swikaro Maharaj નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા […]

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે… સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ […]

અખિલ બ્રહ્માંડમાં   અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ   પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ   વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ   ગ્રંન્થે […]

ો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ   જનનીના   હૈયામાં   પોઢંતા  પોઢંતા  પીધો  કસુંબીનો રંગ ધોળાં  ધાવણ  કેરી ધારાએ  ધારાએ  પામ્યો કસુંબીનો રંગ   બહેનીના  કંઠે  નીતરતાં  હાલરડાંમાં  ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ  રાત્રિ  કેરા પહાડોની  ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ   દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની  કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ   ભક્તોના તંબૂરથી ટપકેલો  મસ્તીભર  ચાખ્યો કસુંબીનો રંગ વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ   નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ મુક્તિને  ક્યારે  નિજ  રક્તો  રેડણહારે  પાયો કસુંબીનો રંગ   પીડિતની  આંસુડા   ધારે […]

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે! વિલુપ્ત ગુંજનો થતાં રહ્યા પ્રસન્ન રાગનાં, લહર ગઈ સમેટી શ્વાસ મ્હેકતા પરાગના; છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે! હવે બિડાય લોચનો રહેલ નિર્નિમેષ જે, રાત અંધકારથી જ રંગમંચને સજે, હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors