વ્‍યકિતની ઉકિત અને સૂત્રો

‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ = મહાત્‍મા ગાંધી
‘‘જહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ = નરસિંહ મહેતા
‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ = ટીપુ સુલતાન
‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ = બાજીરાવ પહેલો
‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા રહો. ’’ = સ્‍વામી વિવેકાનંદ
‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ = સુભાષચંદ્ર બોઝ
‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ. ’’ = બાળ ગંગાધર ટિળક
‘‘હું માનવી માનવ થાઉ તોય ઘણું. ’’ = સુન્‍દરમ્
‘‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત. ’’ = ખબરદાર
‘‘ જય જગત. ’’ =  વિનોબા ભાવે
‘‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. ’’ = ઇન્દિરા ગાંધી
‘‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ’’ = નરસિંહરાવ દિવેટિયા
‘‘સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા. ’’ = ઇકબાલ
‘‘ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર. ’’ = અખો
‘‘વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે. ’’ = નરસિંહ મહેતા
‘‘મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ. ’’ = મીરાંબાઇ
‘‘એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ. ’’ = અખો
‘‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. ’’ = નરસિંહરાવ દિવેટિયા
‘‘છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ. ’’ = કલાપી
‘‘અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા. ’’ = ન્‍હાનાલાલ
‘‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ’’ =– બોટાદકર
‘‘મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અને સત્‍ય એ જ ઇશ્ર્વર છે. ’’ = મહાત્‍મા ગાંધી
‘‘રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું. ’’ = મીરાંબાઇ
‘‘સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે. ’’ = કલાપી
‘‘કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. ’’ = બાળાશંકર
‘‘હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે. ’’ = કલાપી
‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. ’’ = નરસિંહરાવ
‘‘આરામ હરામ હૈ. ’’ = પંડિત જવાહરલાલ નહેરુ
‘‘જય જવાન, જય કિસાન’’ = લાલબહાદુર શાસ્‍ત્રી
‘‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’’ = અટલબિહારી વાજપેયી
‘‘સત્‍ય અને અહિસા મારા ભગવાન છે. ’’ = મહાત્‍મા ગાંધી
‘‘ચલો દિલ્‍લી’’ = સુભાષચંદ્ર બોઝ
‘‘દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ’’ = મધર ટેરેસા
‘‘દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. ’’= રવીન્‍દ્રનાથ ટાગોર
‘‘હું ફકત મારા અંતરાત્‍માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે. ’’ = મહાત્‍મા ગાંધી
‘‘જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. ’’ =        જવાહરલાલ નહેરુ
‘‘જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્‍ત કર્યું છે. ’’ = મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ’’ = ડૉ. રાધાકૃષ્‍ણન્
‘‘માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્‍યુ છે. ’’ = મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ વિના જીવન સંભવ નથી. ’’ = કૃષ્‍ણચંદ્ર
‘‘લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ’’= જવાહરલાલ નહેરુ
‘‘જયાં ડર નથી, ત્‍યાં ધર્મ નથી. ’’ = મહાત્‍મા ગાંધી
‘‘ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ’’ = મહાત્મા ગાંધી
‘‘ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ’’ = મહાત્‍મા ગાંધી
‘‘જે સ્‍વતંત્ર છે એ જ બીજાને સ્‍વતંત્રતા આપી શકે છે. ’’ = શ્રી અરવીંદ ઘોષ
‘‘જયારે આપણાં મન ખાલી હોય છે ત્‍યારે આપણે વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ. ’’ = જે. કૃષ્‍ણમૂર્તિ
‘‘જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્‍નતા તરફ લઇ જાય છે. ’’ = રામકૃષ્‍ણ
‘‘જયારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્‍યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. ’’ = મધર ટેરેસા
‘‘દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. ’’ = આચાર્ય રજનીશ
‘‘આપણા દેશમાં આપણું રાજય’’ = મદનમોહન માલવિયા
‘‘ગરીબી હટાવો’’ = ઇન્દિરા ગાંધી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors