મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-બાળવિવાહ

બાળવિવાહ    
૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્‍મરણ કરું છું ત્‍યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્‍યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્‍છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી.
વાંચનાર ન સમજે કે હું સગાઇની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્‍ન, સગાઇ નહીં. સગાઇ એટલે બે બાળકોને પરણાવવાનો મા બાપો વચ્‍ચે થયેલો કરાર. સગાઇ તુટી શકે. સગાઇ થઇ હોય છતાં વર મરે તો કન્‍યા રાંડતી નથી. સગાઇમાં વરકન્‍યાને કશો સંબંધ નથી રહેતો. બન્‍નેને ખબર પણ ન હોય. મારી એક પછી એક ત્રણ વાર સગાઇ થયેલી. ત્રણે સગાઇ કયારે થઇ એની મને કશીયે ખબર નથી. બે કન્‍યાઓ એક પછી એક મરી ગઇ એમ મને કહેવામાં આવેલું, તેથી જ હું જાણું છું કે મારી ત્રણ સગાઇ થયેલી. ત્રીજી સગાઇ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઇક સ્‍મરણ છે. પણ સગાઇ થઇ ત્‍યારે મને કશું કહેવામાં આવેલું એવું મને ભાન નથી. વિવાહમાં વરકન્‍યાની જરૂર પડે છે, તેમાં વિધિ રહેલ છે, અને હું જે લખી રહ્યો છું એ તેવા વિવાહ વિશે. વિવાહનું સ્‍મરણ મને પૂરેપૂરું છે.
અમે ત્રણ ભાઇઓ હતા તે વાંચનારે જાણ્‍યું છે. તેમાં સૌથી મોટા પરણી ચૂકયા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના નાના દીકરા જેમની ઉંમર મારા કરતાં કદાચ એકાદ વર્ષ વધારે હશે તેમના, અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ર્ચય કર્યોં.
આમાં અમારા કલ્‍યાણની વાત નહોતી. અમારી ઇચ્‍છાની તો હોય જ નહીં. આમાં કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી.
હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્‍તુ નથી. વરકન્‍યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઇ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઇ ગાઇ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્‍યાં અવસર આવે ત્‍યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.
આવી ધમાલ ત્રણ વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું ? ખરચ ઓછો થાય વિવાહ શોભે. કેમ કે ત્રણ વિવાહ સાથે થાય એટલે છૂટથી દ્રવ્‍ય ખરચી શકાય. પિતાશ્રી અને કાકાશ્રી વૃદ્ધ હતા. અમે તેમના છેલ્‍લા છોકરા, એટલે અમારા વિવાહ કરવાનો લહાવો લેવાની પણ વૃત્તિ ખરી. આ અને આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો નિશ્ર્ચય થયો, અને તેમાં, મેં જણાવ્‍યું તે પ્રમાણે, તૈયારીઓ અને સામગ્રીઓ તો કેટલા માસ થયાં ચાલી રહેલી.
અમે ભાઇઓએ તો કેવળ તૈયારીઓથી જ જાણ્‍યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું, વાજાં વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું, વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્‍મરણ નથી. વિષય ભોગવવાની વૃતિ તો પાછળથી આવી. તે કેમ આવી તે હું વર્ણવી શકું છું, પણ એવી જિજ્ઞાસા વાંચનારે ન રાખવી. આ મારી શરમ ઉપર હું પડદો નાખવા ધારું છું. કેટલુંક જે જણાવવા જેવું છે તે હવે પછી આવશે. પણ એ વસ્‍તુની વિગતોને મેં જે મધ્‍યબિદું મારી નજર આગળ રાખેલું છે તેની સાથે થોડો સંબંધ છે.
અમને બે ભાઇઓને રાજકોટથી પોરબંદર લઇ જવામાં આવ્‍યાં. ત્‍યાં જે પીઠી ચોળવા ઇત્‍યાદિના વિધિ થયા એ બધું, જોકે રમૂજી છે છતાં, મૂકી દેવા યોગ્‍ય છે.
પિતાશ્રી દીવાન છતાં નોકર. વળી રાજ‍પ્રિય, એટલે વધારે પરાધીન. ઠાકોરસાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે જવા દીધા ત્‍યારે ખાસ ટપ્‍પા ગોઠવ્‍યા અને બે જ દિવસ અગાઉ મોકલ્‍યા. પણ – ! પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર ૬૦ ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્‍તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્‍યા. છેલ્‍લી મજલમાં ટાંગો ઊંઘો વળ્યો. પિતાજીને સખત વાગ્‍યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલાં મુહૂર્ત કાંઇ ફરે ? હું તો વિવાહના બાળઉલ્‍લાસમાં પિતાજીનું દુઃખ ભૂલી ગયો !
પિતૃભકત તો ખરો જ. પણ વિષયભકત પણ એવો જ ના ? અહીં વિષયનો અર્થ એક ઇન્દ્રિયનો વિષય ન કરાય પણ ભોગોમાત્ર. માતાપિતાની ભકિત પાછળ સર્વ સુખનો ત્‍યાગ કરવો જોઇએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્‍છાની શીક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્‍યો, જે મને આજ લગી સાલે છે. જયારે નિષ્‍કુળાનંદનું
ત્‍યાગ ન ટકે રે વૈરાગ વિના,
કરીએ કોટિ ઉપાયજી
ગાઉં છું અથવા સાંભળું છું ત્‍યારે ત્‍યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે. બાપે થપાટ મારીને મોઢું લાલ રાખ્‍યું. શરીરે પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો. પિતાજી કયે કયે પ્રસંગે કઇ કઇ જગ્‍યાએ બેઠા હતા એ બધું મને જેવું ને તેવું હજી યાદ છે. બાળવિવાહનો વિચાર કરતાં પિતાના કાર્યની જે ટીકા મેં આજે કરી છે તે કંઇ મારા મને તે વેળા થોડી જ કરી હતી ? તે વેળા તો બધું યોગ્‍ય ને મનગમતું લાગતું હતું. પરણવાનો શોખ હતો, અને પિતાજી કરે છે એ બરાબર જ છે એમ લાગતું. તેથી તે વખતનાં સ્‍મરણો તાજાં છે.
માહ્યરે બેઠાં, ચોરીફેરાં ફર્યાં, કંસાર ખાધો ખવડાવ્‍યો. અને વરવહુ ત્‍યારથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રી ! બે નિર્દોષ બાળકોએ વગરજાણ્‍યે સંસારમાં ઝંપલાવ્‍યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્‍નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પુછયું હોય એવું યાદ નથી. હજી પુછાય એમ છે. પણ પૂછવાની ઇચ્‍છા સરખીયે થતી નથી. વાંચનાર એટલું જાણે કે અમે બન્‍ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ ઓવ છે. એકબીજાથી શરમાંતા તો હતાં જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું ? મળેલી શિખામણ પણ મદદ શું કરે ? પણ કંઇ શીખવવું તે પડે ? જયાં સંસ્‍કાર બળવાન છે ત્‍યાં શિખામણ બધી મિથ્‍યા વધારો થઇ પડે છે. ધીમે ધીમે એકબીજાને ઓળખતા થયાં, બોલતાં થયાં. અમે બન્‍ને સરખી ઉંમરનાં છીએ. મેં તો ધણીપણું આદર્યું.બાળવિવાહ
૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્‍મરણ કરું છું ત્‍યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્‍યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્‍છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી.
વાંચનાર ન સમજે કે હું સગાઇની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્‍ન, સગાઇ નહીં. સગાઇ એટલે બે બાળકોને પરણાવવાનો મા બાપો વચ્‍ચે થયેલો કરાર. સગાઇ તુટી શકે. સગાઇ થઇ હોય છતાં વર મરે તો કન્‍યા રાંડતી નથી. સગાઇમાં વરકન્‍યાને કશો સંબંધ નથી રહેતો. બન્‍નેને ખબર પણ ન હોય. મારી એક પછી એક ત્રણ વાર સગાઇ થયેલી. ત્રણે સગાઇ કયારે થઇ એની મને કશીયે ખબર નથી. બે કન્‍યાઓ એક પછી એક મરી ગઇ એમ મને કહેવામાં આવેલું, તેથી જ હું જાણું છું કે મારી ત્રણ સગાઇ થયેલી. ત્રીજી સગાઇ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઇક સ્‍મરણ છે. પણ સગાઇ થઇ ત્‍યારે મને કશું કહેવામાં આવેલું એવું મને ભાન નથી. વિવાહમાં વરકન્‍યાની જરૂર પડે છે, તેમાં વિધિ રહેલ છે, અને હું જે લખી રહ્યો છું એ તેવા વિવાહ વિશે. વિવાહનું સ્‍મરણ મને પૂરેપૂરું છે.
અમે ત્રણ ભાઇઓ હતા તે વાંચનારે જાણ્‍યું છે. તેમાં સૌથી મોટા પરણી ચૂકયા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના નાના દીકરા જેમની ઉંમર મારા કરતાં કદાચ એકાદ વર્ષ વધારે હશે તેમના, અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ર્ચય કર્યોં.
આમાં અમારા કલ્‍યાણની વાત નહોતી. અમારી ઇચ્‍છાની તો હોય જ નહીં. આમાં કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી.
હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્‍તુ નથી. વરકન્‍યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઇ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઇ ગાઇ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્‍યાં અવસર આવે ત્‍યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.
આવી ધમાલ ત્રણ વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું ? ખરચ ઓછો થાય વિવાહ શોભે. કેમ કે ત્રણ વિવાહ સાથે થાય એટલે છૂટથી દ્રવ્‍ય ખરચી શકાય. પિતાશ્રી અને કાકાશ્રી વૃદ્ધ હતા. અમે તેમના છેલ્‍લા છોકરા, એટલે અમારા વિવાહ કરવાનો લહાવો લેવાની પણ વૃત્તિ ખરી. આ અને આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો નિશ્ર્ચય થયો, અને તેમાં, મેં જણાવ્‍યું તે પ્રમાણે, તૈયારીઓ અને સામગ્રીઓ તો કેટલા માસ થયાં ચાલી રહેલી.
અમે ભાઇઓએ તો કેવળ તૈયારીઓથી જ જાણ્‍યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું, વાજાં વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું, વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્‍મરણ નથી. વિષય ભોગવવાની વૃતિ તો પાછળથી આવી. તે કેમ આવી તે હું વર્ણવી શકું છું, પણ એવી જિજ્ઞાસા વાંચનારે ન રાખવી. આ મારી શરમ ઉપર હું પડદો નાખવા ધારું છું. કેટલુંક જે જણાવવા જેવું છે તે હવે પછી આવશે. પણ એ વસ્‍તુની વિગતોને મેં જે મધ્‍યબિદું મારી નજર આગળ રાખેલું છે તેની સાથે થોડો સંબંધ છે.
અમને બે ભાઇઓને રાજકોટથી પોરબંદર લઇ જવામાં આવ્‍યાં. ત્‍યાં જે પીઠી ચોળવા ઇત્‍યાદિના વિધિ થયા એ બધું, જોકે રમૂજી છે છતાં, મૂકી દેવા યોગ્‍ય છે.
પિતાશ્રી દીવાન છતાં નોકર. વળી રાજ‍પ્રિય, એટલે વધારે પરાધીન. ઠાકોરસાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે જવા દીધા ત્‍યારે ખાસ ટપ્‍પા ગોઠવ્‍યા અને બે જ દિવસ અગાઉ મોકલ્‍યા. પણ – ! પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર ૬૦ ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્‍તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્‍યા. છેલ્‍લી મજલમાં ટાંગો ઊંઘો વળ્યો. પિતાજીને સખત વાગ્‍યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલાં મુહૂર્ત કાંઇ ફરે ? હું તો વિવાહના બાળઉલ્‍લાસમાં પિતાજીનું દુઃખ ભૂલી ગયો !
પિતૃભકત તો ખરો જ. પણ વિષયભકત પણ એવો જ ના ? અહીં વિષયનો અર્થ એક ઇન્દ્રિયનો વિષય ન કરાય પણ ભોગોમાત્ર. માતાપિતાની ભકિત પાછળ સર્વ સુખનો ત્‍યાગ કરવો જોઇએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્‍છાની શીક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્‍યો, જે મને આજ લગી સાલે છે. જયારે નિષ્‍કુળાનંદનું
ત્‍યાગ ન ટકે રે વૈરાગ વિના,
કરીએ કોટિ ઉપાયજી
ગાઉં છું અથવા સાંભળું છું ત્‍યારે ત્‍યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે. બાપે થપાટ મારીને મોઢું લાલ રાખ્‍યું. શરીરે પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો. પિતાજી કયે કયે પ્રસંગે કઇ કઇ જગ્‍યાએ બેઠા હતા એ બધું મને જેવું ને તેવું હજી યાદ છે. બાળવિવાહનો વિચાર કરતાં પિતાના કાર્યની જે ટીકા મેં આજે કરી છે તે કંઇ મારા મને તે વેળા થોડી જ કરી હતી ? તે વેળા તો બધું યોગ્‍ય ને મનગમતું લાગતું હતું. પરણવાનો શોખ હતો, અને પિતાજી કરે છે એ બરાબર જ છે એમ લાગતું. તેથી તે વખતનાં સ્‍મરણો તાજાં છે.
માહ્યરે બેઠાં, ચોરીફેરાં ફર્યાં, કંસાર ખાધો ખવડાવ્‍યો. અને વરવહુ ત્‍યારથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રી ! બે નિર્દોષ બાળકોએ વગરજાણ્‍યે સંસારમાં ઝંપલાવ્‍યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્‍નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પુછયું હોય એવું યાદ નથી. હજી પુછાય એમ છે. પણ પૂછવાની ઇચ્‍છા સરખીયે થતી નથી. વાંચનાર એટલું જાણે કે અમે બન્‍ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ ઓવ છે. એકબીજાથી શરમાંતા તો હતાં જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું ? મળેલી શિખામણ પણ મદદ શું કરે ? પણ કંઇ શીખવવું તે પડે ? જયાં સંસ્‍કાર બળવાન છે ત્‍યાં શિખામણ બધી મિથ્‍યા વધારો થઇ પડે છે. ધીમે ધીમે એકબીજાને ઓળખતા થયાં, બોલતાં થયાં. અમે બન્‍ને સરખી ઉંમરનાં છીએ. મેં તો ધણીપણું આદર્યું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
market decides
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors