જીવન પામર કયારે બને? * જીવ બર્હિમુખ બની ભોગવટાની ઇચ્છા કરે ત્યારે.

મનનું નિયમન કરવાનો ઉપાય શું? * જે પરિચિત છે તેમાંથી મુકતિ મળે તો જ મન નિયમનમાં આવે. * મનને આત્માનાં અંકુશ હેટળ લાવવુંજોઈએ.તો જ મનની સકળ પ્રવૃતિ થંભી જાય. * મનને ભેદોના પ્રદેશમાં પ્રવેશવા ન દેવું. એમ થશે તો તે વિક્ષેપથી મુકત બનશે અને આત્માના અંકુશમાં આવી જશે. * અભ્યાસ અને વૈરાગ્યથી મનને નિયમનમાં લાવી શકાય.આ બંને એકસાથે સક્રિય જોઈએ. * મનને કયાંય વળાગવા ન દેવું.ઇન્દ્રિૌઓને કોઈ પણ પદાર્થોમાં કે વ્યક્તિમાં ન ફસાવા દેવી. * મનના વ્યાપારોને સાક્ષીભાવે જોવા.

મન પરમાત્મામાં સ્થિર બને તે માટેનો ઉપાય? * ભગવાનન્પ યથાર્થ મહિમા સમજવા પ્રયત્ન કરવો. * મનનું સ્વરુપ ઓળખી લેવું જરૂરી.મનમાં પાંચ પ્રકારની વૃતિઓ રહેલી છે; (૧)પ્રમાણ(૨)વિપર્યય(૩)વિકલ્પ(૪)સ્મૃતિ(૫)નિદ્રા -પ્રમાણ એટલે જાણાવાનું સાધન. -વિપર્યય એટલે જયાં અમુક વસ્તુ ન હોય ત્યાં તે હોવાનું માનવાનો ભ્રમ.છીપમાં રુપુ કે દોરડીમાં સ્સપ માની લેવા. -વિકલ્પ એટલે સંદેહ, અનિશ્ચય;ધણી વસ્તુઓમાથી ગમે તે એક લેવાની છુટ હોવી તે. * સ્મૃતિ એટલે સ્મરણ;યાદ;વિવેક અને જાગૃતિ. -નિદ્રા એટલે ઊંધ. * મનની ત્રણ વૃટિઓ પણ ગણાવાય છે;શાન્ત,ધોર અને મૂઢ. -શાંત એ સ્સ્ત્વિક વૃતિ છે વૈરાગ્ય,શાંતિ,ઓદાર્ય વગેરે ગુણો તેમા સમાવિષ્ટ થાય છે. […]

મનને ટાળવું કઈ રીતે? * પરમાત્મામાં એને લીન કરીને. * એની મૂળ પ્રકૃતિ ભટકવાની છે તેને તેમ કરતાં રોકી ભગવતતત્વ સાથે તેને જોડવું. * સંસારના વિષયોનું તેની પાસે વિસ્મરણ કરાવવું.પરમાત્માનું સતત સ્મરણા કરાવવું. * કર્તાપણાના ભાવથી તેને અગળું કરવું. * ઇચ્છા અને સંતાપરૂપી હથિયાર એની પાસેથી લઈ લેવાં. * એ અસદ છે એવો નિશ્ચય કરી એના આશ્રયમાંથી મુકત થવું.

મન કયારે અશુધ્ધ બને છે? * એને કોઈને કોઈ પ્રકારની વળગણ ચીટકે છે ત્યારે. * એ કશાકમાં આસક્ત બને ઍ ટાઆઋઍ. મન કયારે વિક્ષિપ્ત બને છે? * વૃતિઓને અધીન બને છે ત્યારે. * એની ધારણાઓ ઊંધી વળૅ છે ત્યારે.

મનને ક્ષીણ કરવાના ઉપાયો કયાં? * પ્રકૃતિના મુળ તત્વોનો નાશ થતો નથી કારણકે બધા તત્વો અનાદિ છે. * મનના હા માથી લગામ લઈ લેવી. * મનથી અળગા થઈ જવું. * મનને અધ્ધર લટકાવી દેવું. * રાગ-દ્રેષનું અસ્તિત્વના રહેવું.કહો કે સકળ વૃતિઓનું પાતળા પડી જવું.

મનની વૃતિઓ કયાં તત્વોમાંથી ઉત્પન્ન થાય છે? * પતંજલિ મુનોએ પાંચ તત્વો દર્શાવ્યા છે. -પ્રમાણ ; તાર્કિક વિચારણા. -વિપર્ચય ઃ આવેગયુકત વિચારણા -વિકલ્પ ; કલ્પના. -નિદ્રા. -સ્મૃતિ

મનને કોણ બગાડે છે? * દશ્ય વુભાગ. * ષડરિપુઓ. -કામ,ક્રોધ,લોભ,મદ,મોહ અને મત્સર.

ભગવાન કોનો યોગક્ષેમ સંભાળે છે? * જે સર્વ કાર્યમાં ભગવાનને આગળા રાખે છે અને પોતે પાછળ રહે છે,ીટલે કે ભગવાનને મુખ્ય રખી પોતાનું કર્તાપણુ અથવા કર્તાભાવ છોડી દે છે. * ભગવાનની આજ્ઞાથી મારૂ અહી આગમન થયુ છે અને એમની ઈચ્છાનુસાર જ મેીરે ચાલવાનું છે.હુ પણાનો કે મારાપણાનો ભાવ કયારેય લાવવાનો નથી એવી સમજણ સાથે જે જીવે છે તેની સારસંભાળ ભગવાન લે છે માતાપિતાની આજ્ઞાનું પાલન કરનારની જવાબદારી માતાપિતા લે છે તેમ. * જે હ્રદયની સચ્ચાઈથી ભગવાનને પોતાનાં માતાપિતા માને છે તેની કાળજી ભગવાન લે છે. * જેની શરીર અને અદાર્થો […]

ભગવાનના માર્ગને વળગી રહેવા શું કરવું? *અંતઃકરણને ઈન્દ્રિયો સાથે ભળવા દેવું નહિ. *ભગવત સ્મરણ ાને નામ સ્મરણમાં દુબેલા રહેવું. *સંતોનો અને અનુભવી પુરૂષોનો નિરંતર સમાગમ કરવો. *ચિત્તને ભટકવા ના દેવું

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors