દેશને સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મહાત્મા ગાંધીજીએ અનેક કાર્યક્રમો આપ્યા હતા. તેના એક ભાગરૂપે તેમણે દક્ષિ‍ણ ગુજરાતના દાંડી પાસેના દરિયાકાંઠા સુધી કૂચ કરી ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરવા એક કાર્યક્રમ આપ્યો હતો. ભારતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય-ચળવળની અનેક ચિનગારીઓ દેશભરમાં પ્રગટાવી હતી. અમદાવાદથી પગપાળા અહીં દાંડી પહોંચીને ૧૯૩૦ની ૬ઠ્ઠી એપ્રિલે તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો. દાંડીથી સમસ્ત વિશ્વને તેમણે સંદેશ મોકલ્યો : બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂ‍તિ માગું છું. દાંડી,૫-૪-૧૯૩૦ મો. ક. ગાંધી દાંડીના દરિયાકિનારા પાસેના આ વડલાથી લગભગ બે કિલોમીટર દૂર સમુદ્રતટે પૂ. ગાંધી બાપુએ ચપટી […]

  મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો નહિ. દુષ્ટ સ્ત્રીનું ભરણપોષણ કરવું જોઈએ નહિ. દુઃખી લોકોનો સંગ કરવો નહિ. પત્ની પતિવ્રતા, મિત્ર સમજુ, અને સેવક આજ્ઞાકારી હોવાં જોઈએ. ખરાબ દિવસો માટે ઘનસંચય (બચત) કરવો જોઈએ. જે દેશમાં સન્માન ન મળે, આજીવિકા ન મળે, ભાઈ-ભાંડું રહેતા ન હોય, અભ્યાસની સગવડન હોય ત્યાં રહેવું નહિ. પત્નીની પવિત્રતા, મિત્રની મિત્રતા, સેવકોની નિષ્ઠા – સૌની કસોટી કરી લેવી જોઈએ. પત્ની તરીકે કન્યા પસંદ કરવામાં, રૂપ-સૌંદર્યને બદલે કુલિનતા-ગુણોને પ્રાધાન્ય આપો. કન્યા પસંદ કરતી વખતે સ્ત્રીનું રૂપ નહિ, કુલને લક્ષમાં રાખો. નીચ કુલની સુંદર કન્યા હોય,તો પણ સ્વીકારવી […]

જુનાગઢ જિલ્લામાં ઊનાથી માત્ર ૧૨ કિલોમીટર દૂર આવેલ અહમદપુર – માંડવી નામે સમુદ્રી-પર્યટનધામ વિકસાવાયું છે. સ્થળ શાંત અને રમ્ય છે. સુંદર સાગરતટ છે. અહમદપુર – માંડવીમાં પ્રવાસીઓ માટે બાંધવામાં આવેલા નિવાસોના બહારી દેખાવ, આ પ્રદેશની ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી થાય તે માટે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ કુટિરો રૂપે બનાવવામાં આવ્યા છે. અને કુટિરોને સૌરાષ્ટ્રના સંત, શૂરા અને સતીઓનાં નામ આપીને વિશિષ્ટ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. કુટિરો પર મેંગ્લોરી નળિયાં છે ને દિવાલોને છાણની ગારથી લીંપવામાં આવી છે. રાચરચીલાંથી ભોજન સુધીની તમામ વ્યવસ્થામાં શણગાર સહિત સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિ અને અદ્યતન સુવીધાનો […]

ભાવનગરથી ૭૦ કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે કાળિયાર અભયારણ્ય આવેલું છે. અઢાર કિ.મી.ના વિશાળ વિસ્‍તારમાં કાળિયારનું એક સરસ અભયારણ્‍ય છે. લગભગ ૩૦૦૦ જેટલાં કાળિયાર માટે આયોજિત ઉદ્યાન હરણકુળના આ સોહામણા પ્રાણીઓને ઉછેરે છે. સૌરાષ્‍ટ્રનો આ વિસ્‍તાર ભાલપ્રદેશ કહેવાય છે. એક જમાનામાં આ વિસ્‍તાર ભાવનગરના રાજવી કુટુંબની માલિકીનો હતો. અહીં ભાવનગરના મહારાજા દ્વારા કાળિયારનું રક્ષણ કરવામાં આવતું તો સાથે સાથે તેમનો શિકાર શોખ પોષવા માટે ચિત્તા દ્વારા શિકાર તેમનો શિકાર પણ કરવામાં આવતો. આથી જ કદાચ અહીં વસતા કાળિયારનો રજવાડી કાળિયાર ‘એન્‍ટીલોપ સર્વીકેપ્રા રજપૂતાની‘ તરીકે ઓળખવામાં આવે છે. ઘાસિયા […]

કાઠિયાવાડનું એક નાનું વવાણિયા ગામ. વવાણિયા મોરબી પાસે આવેલું નાનું બંદર. આ ગામમાં એક કૃષ્‍ણભક્ત રહે. એનું નામ પંચાણદાદા. પંચાણદાદનો પુત્ર રવજીભાઈ. અટક મહેતા. એ પણ કૃષ્‍ણભક્ત. આ રવજીભાઈનાં લગ્ન દેવબાઈ સાથે થયાં. દેવબાઈને જૈન સંસ્કાર મળેલા. ગંગા-જમનાના સંગમ જેમ કૃષ્‍ણપ્રેમ અને જૈન સંસ્કારથી મિશ્રિત એવું આ પતિપત્નીનું જીવન ઊંચા આદર્શોથી મહેકતું હતું. સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા. આ દિવસને હિન્દુઓ દેવદિવાળીના પર્વ તરીકે ઉજવે. આવા પવિત્ર દિવસે દેવબાઈએ એક બાળકને જન્મ આપ્‍યો. પૂર્વજન્મનો કોઈ યોગભ્રષ્‍ટ આત્મા દેવબાઈની કૂખે અને રવજીભાઈના ઘરે જન્મ્યો હોય એવું લાગ્યું. રવજીભાઈ વેપારી હતા. બાળકનું હુલામણું […]

ગુજરાતની પ્રજાને પરોપજીવી મટાડી, પોતાની તેજસ્વી કૃતિઓ વડે ગુજરાતના પાટનગર શ્રીપત્તન (પાટણ)ને ભારતમાં અગ્રગણ્ય સારસ્વતકેન્દ્રોની હરોળમાં બેસાડનાર જાજવલ્યમાન ગુર્જરરત્ન, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનો જન્મ વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ ધંધુકા મુકામે મોઢ વણિક કુટુંબમાં થયેલો. ચાંગદેવ એમનું બચપણનું નામ. બાળપણથી જ અપ્રતિમ બુદ્ધિમત્તાવાળા ચાંગદેવની અનન્યસાધારણ મેધા પરખી પૂર્ણતર ગચ્છના મુનિ દેવચન્દ્રજી એમને પોતાની સાથે ખંભાત લઈ ગયા. પાછળથી પિતા ચાચિંગને જાણ થતાં અન્નત્યાગ કરી પુત્રને શોધતા ખંભાત આવ્યા. ઉદયન મંત્રીએ તેના ખોળામાં સમૃદ્ધિનો ઢગલો કરીને ચાંગદેવની તેજસ્વી મેધાને પૂર્ણતઃ ચમકાવવાની તક આપવા સમજાવ્યા. સાચી વસ્તુસ્થિતિ સમજાતાં પિતાએ એ સમૃદ્ધિનો સ્પર્શ પણ કર્યા […]

પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠે એક બંદર હતું. નામ એનું સંજાણ. વહેલી સવારે એક વહાણ સંજાણ બંદરે લંગારવામાં આવ્યું.એમાંથી મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતની ધરતી ઉપર ઉતર્યા.તેમની બોલી જુદી હતી,તેમનો પહેરવેશ કાંઈક જુદા જ પ્રકારનો હતો,તેઓ ઊંચા, પહોળા અને ઘંઉ વર્ણા લોકો હતા. માટે તેમનો દેખાવ પ્રભાવશાળી હોય તેવો દેખાઈ આવતો હતો. વહાણમાંથી ઊતરી તેમાંથી કેટલાક લોકો સંજાણ ગામમાં ગયા. તે વખતે સંજાણમાં હિન્દુ રાજા જાદી રાણાનું રાજ્ય ચાલતું હતું.રાજ્યમાં જઈને એક પરદેશીએ રાણાને પ્રણામ કર્યા. રાણાએ સૌથી પહેલા તેમની ઓળખાણ પૂંછી. પરદેશીએ પ્રેમથી જવાબ આપ્યો, રાજાજી, અમે ઈરાનથી આવીએ છીએ,અમે પારસીઓ છીએ. અમારા […]

અહીં ઈડર વિષે થોડી હકીકત અસ્થાને નહિ ગણાય.ઈડર સંસ્થાન મહીકાંઠા એજન્સીનું એક મુખ્ય રજપૂત સંસ્થાન છે. એની ઉત્તરમાં શિરોહી અને ઉદેપુરની હદ છે. પૂર્વમાં ડુંગરપુરની અને દક્ષિણમાં તથા પશ્વિમમાં મુંબઈ ઈલાકાની અને ગાયકવાડની હદ છે. દક્ષિણ-પશ્વિમમાં થોડો પ્રદેશ સપાટ અને રેતાળ છે,પણ બાકીનો પ્રદેશ ડુંગરાળ અને ઝાડીઓથી ભરેલો છે. ઈડર સંસ્થાન માંથી ચાર નદીઓ સાબરમતી,હાથમતી,મેશ્વો અને વાત્રક પસાર થાય છે.ભાટોની દંતકથા પ્રમાણે ઈડર સંસ્થાનની સ્થાપના ગુહિલોએ કરી છે.ગુહિલો તો પહેલાં ઈડરના ધણી હતા અને ત્યાંથી મેવાડ ગયા એમ મનાય છે. ગુહિલો ગયા પછી ઈડરમાં ભીલોની સત્તા થઈ.ખરી રીતે આ પ્રદેશમાં […]

રમેશ મોહનલાલ પારેખ (જન્મ ૨૭-૧૧-૧૯૪૦, અવસાન ૧૭-૫-૨૦૦૬): કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મેટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોશીએ ‘કૃતિ’ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત. ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસવરૂપોને ખેડ્યાં છે. થોડાંક સોનેટ પણ લખ્યાં છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી […]

બનાસકાંઠા જિલ્લાના બાલારામના રમણીય પ્રાકૃતિક લેન્ડસ્કેપ પર હજી શહેરીકરણની પ્રદૂષિત હવાનો સ્પર્શ નથી થયો. અમદાવાદ-પાલનપુરનાં માર્ગ પર ફંટાઈને બાલારામના રસ્તે વળો એટલે અહીંના વાતાવરણની શીતળતા તમને પ્રસન્નનતાનો અહેસાસ કરાવી જાય. ૧૭ જેટલા રોયલ-સ્યૂટ કક્ષાના રૂમ્સ ધરાવતા બાલારામ પેલેસને દૂરથી જોતા જ એક ભવ્યતાનો અનુભવ થયા વિના ન રહે, અને તેમાં પણ આ પેલેસની આસપાસ મેક્સિકન ગ્રાસની લોનની હરિયાળી તથા નાની-મોટી પગથી તથા પગથિયા પર વિભિન્નક રંગી ખીલેલાં પુષ્પોનું રંગીન સંયોજનો તથા વિવિધ ફૂલ-છોડની ક્યારીઓની ભૌમિતિક રચનાઓ જોતા જ લાગે કે અહીં ઉદ્યાની માવજતમાં અંગત રસ લઈને નવાબી ટકાવી રાખવાના આશયનો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors