સપ્તમ અધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ શ્ર્લોક નં ૨૧ થી ૩૦ યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ । તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ ૨૧॥ ગુજરાતી ભાંષાન્તર : હું જીવમાત્રના હૃદયમાં પરમાત્મારૂપે વિધ્યમાન છું. કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે, ત્યારે હું તરત જ તેની શ્રધ્ધાને સ્થિર કરું છું, જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરે છે. ||૨૧|| સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે । લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ ૨૨॥ ગુજરાતી ભાંષાન્તર : આવી શ્રધ્ધાથી યુક્ત થયેલો તે, અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને […]

સપ્તમ અધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦ બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્ । ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તર : હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું. હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ધર્મના સિદ્ધાંતોની વિરુધ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું. ||૧૧|| યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે । મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ॥ ૧૨॥ ગુજરાતી ભાંષાન્તર : તું જાણી લે કે સર્વ ભાવ, પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક […]

સપ્તમ અધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ | મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ । અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તર :બોલ્યા : હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીત મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઇ જાણી શકીશ. ||૧|| જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષતઃ । યજ્જ્ઞાત્વા નેહ ભૂયોઽન્યજ્જ્ઞાતવ્યમવશિષ્યતે ॥૨॥ ગુજરાતી ભાંષાન્તર : હવે હું તને પૂર્ણરૂપે ઈન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિષે કહીશ. આ જાણ્યા પછી, તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહિ. […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૪૧ થી ૪૭ પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ। શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોભિજાયતે||૪૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી, સદાચારી લોકોના અથવા તો ગર્ભશ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. ||૪૧|| અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્। એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્||૪૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ અથવા (જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે તો) તે એવાં અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે કે, જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. ખરેખર, આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. ||૪૨|| તત્ર તં […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૩૧ થી ૪૦ સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ। સર્વથા વર્તમાનોપિ સ યોગી મયિ વર્તતે||૩૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ જે યોગી મને (કૃષ્ણને) તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને, પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે, તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે. ||૩૧|| આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન। સુખં વા યદિ વા દુઃખં સઃ યોગી પરમો મતઃ ||૩૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમનાં સુખોમાં તથા દુ:ખોમાં પણ સમાનપણે દર્શન કરે છે, તે પૂર્ણયોગી છે. ||૩૨|| યોયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન। […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૨૪ થી ૩૦ સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ। મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ||૨૪|| ગુજરાતી ભાષાંન્તર ઃ મનુષ્યે શ્રધ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઇ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહિ. તેણે મનનાં અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. ||૨૪|| શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા। આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિઞ્ચિદપિ ચિન્તયેત્।||૨૫|| ગુજરાતી ભાષાંન્તર ઃ ધીરે ધીરે, ક્રમશ:પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્યે સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે, મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૩ શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ। નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્।।૧૧।। તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ। ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે।।૧૨।। ગુજરાતી ભાષાંન્તર ઃ યોગાભ્યાસ કરવા માટે મનુષ્યે એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૃગચર્મથી ઢાંકી ઉપર સુંવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ, અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ પર સ્થિર કરીને, હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ||૧૧,૧૨|| […]

ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્રી ભગવાનુવાચ અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ। સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ||૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : જે મનુષ્ય પોતાનાં કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાનાં કર્તવ્યાનુસાર કર્મ કરે છે, તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. ||૧|| યં સંન્યાસમિતિ પ્રાહુર્યોગં તં વિદ્ધિ પાણ્ડવ। ન હ્યસંન્યસ્તસઙ્કલ્પો યોગી ભવતિ કશ્ચન||૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ હે પાંડુપુત્ર, જે […]

પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૨૧ થી ૨૯ બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્। સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે||૨૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ આવો જીવન્મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રીયસુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હરહંમેશ સમાધીમાં નિમગ્ન રહીને, પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે, આત્મ-સાક્ષાત્કાર પામેલો પુરુષ, પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. ||૨૧|| યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે। આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ||૨૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ બુદ્ધિશાળી મનુષ્ય, ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુ:ખનાં મૂળ કારણ રૂપ બની રહે છે. જે […]

પંચમ અધ્યાય: કર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦ કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ। યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે||૧૧|| ગુજરાતી ભાષાંન્તર ઃ યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ, અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુધ્ધીના હેતુ માટે કર્મ કરે છે. ||૧૧|| યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્। અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે||૧૨|| ગુજરાતી ભાષાંન્તર ઃ ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણકે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે; પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળોનો લોભી છે, તે બદ્ધ થઇ જાય છે. ||૧૨|| […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors