દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૩૪ થી ૪૨ મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ । કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥ ૩૪॥ સર્વનું મૃત્યુ હું છું, ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું, નારી વિભૂતિઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.॥ ૩૪॥ બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ । માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ॥ ૩૫॥ ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહ્ત્સામ હું છું, છંદોમાં ગાયત્રીછંદ હું છું, મહિનાઓમાં માર્ગશીષ માસ હું છું અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.॥ ૩૫॥ દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ । જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥ […]

દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૩ વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ । ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥ ૨૨॥ વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.॥ ૨૨॥ રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ । વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ॥ ૨૩॥ અગિયાર રુદ્રોમાં શંકર હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું,આઠ વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું.॥ ૨૩॥ પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ । સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ॥ ૨૪॥ હે પાર્થ […]

દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૧ અર્જુન ઉવાચ । પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ । પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥ ૧૨॥ અર્જુન કહે : હે વિભુ ! આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. આપ સનાતન દિવ્ય પુરુષ, દેવાધિદેવ આદિદેવ, શાશ્વત અને સર્વવ્યાપક છો.વ॥ ૧૨॥ આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા । અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ॥ ૧૩॥ એટલા માટે જ દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે દેવર્ષિઓ આપને એ રીતે ઓળખે છે. અને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો.॥ […]

દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧ અથ દશમોઽધ્યાયઃ । વિભૂતિયોગઃ શ્રીભગવાનુવાચ । ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ । યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ॥ ૧॥ શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! ફરીથી તું મારા પરમ વચનો સાંભળ; તને મારા ભાષણ થી સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.॥ ૧॥ ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ । અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ॥ ૨॥ દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી, કેમ કે હું સર્વ રીતે દેવો […]

નવમ અધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ શ્ર્લોક નં ૨૪ થી ૩૪ અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ । ન તુ મામભિજાનન્તિ તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે ॥ ૨૪॥ કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને સ્વામી છું,અન્ય દેવોના ભક્તો મને તત્વત: જાણતા નથી. તેથી તેઓ મુખ્ય યજ્ઞફળથી વંચિત રહે છે.॥ ૨૪॥ યાન્તિ દેવવ્રતા દેવાન્પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ । ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્ ॥ ૨૫॥ દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે,પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે, ભૂતોના પુજકોને ભૂતોની પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે.॥ ૨૫॥ પત્રં પુષ્પં ફલં તોયં યો મે […]

નવમ અધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ શ્ર્લોક નં ૧૨ થી ૨૩ મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ । રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ ॥ ૧૨॥ તે અજ્ઞાનીઓની આશા ,કર્મો અને જ્ઞાન – સર્વ વ્યર્થ જ છે. તેઓ વિચારશૂન્ય થઇ જાય છે અને મોહમાં બાંધનારા રાક્ષસી તથા આસુરી સ્વભાવનો જ આશ્રય કરે છે.॥ ૧૨॥ મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતાઃ । ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ્ ॥૧૩॥ હે પાર્થ ! જેમણે દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યો છે એવા એકનિષ્ઠ મહાત્માઓ જાણે જ છે કે હું ભૂતોનો આદિ અને અવિનાશી છું. તેઓ એમ સમજીને જ મને ભજે છે.॥૧૩॥ સતતં કીર્તયન્તો માં […]

નવમ અધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧ અથ નવમોઽધ્યાયઃ । રાજવિદ્યારાજગુહ્યયોગઃ શ્રીભગવાનુવાચ । ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે । જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧॥ ગુજરાતી ભાષાંન્તર : શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન ! જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ.એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહીત કહી સંભળાવું છું.॥ ૧॥ રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમમ્ । પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્ ॥ ૨॥ ગુજરાતી ભાષાંન્તર : આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે, પવિત્ર છે, ઉત્તમ છે,પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક […]

અષ્ટમ અધ્યાય: અક્ષરબ્રહ્મયોગ શ્ર્લોક નં ૨૧ થી ૨૮ અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ્ । યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥ ૨૧॥ ગુજરાતી ભાષાંન્તર : જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે.જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા પછી પુન: પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે.॥ ૨૧॥ પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા । યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥ ૨૨॥ ગુજરાતી ભાષાંન્તર : હે પાર્થ ! જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે, તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ […]

અષ્ટમ અધ્યાય: અક્ષરબ્રહ્મયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦ યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ । યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સઙ્ગ્રહેણ પ્રવક્ષ્યે ॥ ૧૧॥ ગુજરાતી ભાષાંન્તર : વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે, તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે પદને હું તને ટૂંક માં કહીશ.॥ ૧૧॥ સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ । મૂર્ધ્ન્યાધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ॥ ૧૨॥ ગુજરાતી ભાષાંન્તર : જે ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ,ચિત્તને હદયમાં સ્થિર કરી ,ભ્રુકુટી […]

અષ્ટમ અધ્યાય: અક્ષરબ્રહ્મયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ | કિં તદ્ બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ । અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે ॥ ૧॥ ગુજરાતી ભાષાંન્તર : અર્જુન કહે : હે પુરુષોત્તમ ! બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત શાને કહે છે? અને અધિદૈવ કોને કહે છે?॥ ૧॥ અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન । પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ ॥ ૨॥ ગુજરાતી ભાષાંન્તર : હે મધુ સુદન ! આ દેહ માં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? જેણે અંત: કરણને જીતી લીધુછે ,એવો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors