સેક્સ લાઇફ ડામાડોળ કરનારા કારણો

સેક્સ લાઇફ ડામાડોળ કરનારા કારણો

સેક્સ લાઇફ ડામાડોળ કરનારા કારણો
તમારી સેક્સ લાઇફને હેલ્ધી બનાવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તે હેલ્ધી કયા કારણોસર નથી. જો તમારી સેક્સ લાઇફ હેલ્ધી ન હોય તો તેની પાછળ અહીં આપેલા કારણો જવાબદાર બની શકે છે. તો આજે જાણી લો એવા કારણો જે તમારી સેક્સલાઇફને ડામાડોળ કરી શકે છે.

સમાગમની મજા વધારે સારી રીતે માણી શકાય તે માટે દરેક કપલ્સ અને્ક પ્રયાસ કરે છે.જેમ આપણે શરીરના સ્વાસ્થ્ય સુખાકારી માટે શુદ્ધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે એ બાબત પણ સેક્સ લાઇફમાં પણ લાગુ પડે છે. વિશ્વની દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેની સેક્સ લાઇફ રોમાંચથી ભરપુર અને એકદમ હેલ્ધી રહે. તમારી  સેક્સલાઇફ  જો હેલ્ધી ના હોય તો તેની  અસર તમારી સામાન્ય અને રોજની  લાઇફ પર પડી શકે છે.

ભાગદોડ ભર્યા જીવનમાં મોટાભાગના કપ્લસની આ સૌથી મોટી સમસ્યા છે.સરખું ખાઈ પી ન શકવાને કારણે અથવા તો સતત કામમાં વ્યસ્ત રહેવાને કારણે સ્વાસ્થ્યની સુખાતારી જોખમાય છે.આ ઉપરાંત વ્યસ્ન પણ તમારી હેલ્ધને ડામાડોળ કરી દે છે.જે લોકો નશો, ધૂમ્રપાન અને ડ્રિંક્સના આદી હોય છે તેમની સેક્સ ડ્રાઇવ લો થઇ જાય છે. સામાન્ય રીતે જે લોકો માનસિક રીતે સ્વસ્થ હોય છે તેઓ શારીરિક રીતે પણ ફીટ રહે છે અને તેમની સેક્સ લાઇફ નોર્મલ રહે છે.તો આ બાબત સૌથી પહેલા તમારી લાઈફસ્ટાઈલમાં ઉમેરો અને પછી જુઓ સેક્સમાં કેવો થાય છે ચમત્કાર.

ઉંઘ એ શરીર સખાકારી માટે સૌથી મહત્વની છે,પણ સતત તણાવ અને કામના ભારણને લીધે વ્યકિત સરખી ઉંઘ લઈ શકતી નથી.ઘણી વખતે ઘરના કે બાળકોના અથવા સામાજીક ટેન્શનોને કારણે ઉંઘ વેરણ છેરણ થઈ જાય છે.તો ઘણી વખતે બોરિગં સેક્સ લાઈફ પણ ઉંઘ ન આવવાનુ કારણ બનતી હોય છે.જો સ્લીપ એક્સપર્ટના તારણને માનીએ તો જો તમે માત્ર ૬ કલાક અથવા તેના કરતા પણ ઓછી ઊંઘ લેતા હોવ તો તેના કારણે આપની સેક્સ ડ્રાઇવ પ્રભાવિત થઇ શકે છે. આ ઉપરાંત બંને પાર્ટનરો વચ્ચે સેક્સ લાઈફમાં અંતર હોય તે પારિવારિક સંબંધોમાં પણ જોવા મળે છે.સેક્સ લાઈફ પ્રભાવિત થવાને કારણે તેની અસર અન્ય સંબંધો પર પણ ઓટોમેટિકલી થાય છે.માટે ઉંઘ સૌથી મોટુ શસ્ત્ર છે સેક્સ લાઈફને પાટા પર ચડાવવાનુ.તો દિવસની પુરતી ઉંઘ દરેકે લેવી જ રહી.

નસકોરાને કારણે પણ પાર્ટનરની ઉંઘ ખરાબ થાય છે.ચોઆ બાબત અંગે વાંચીને તમને થોડુ અટપટુ જરૂર લાગશે પણ આ વાસ્તિવકતા છે, જો તમારો પાર્ટનર જોર-જોરથી નસકોરાં બોલાવે છે તો એનાથી માત્ર આપની ઊંઘમાં ખલેલ તો પડે ડ છે સાથે તેનાથી તમારી સેક્સ ડ્રાઇવમાં પણ ઘટડો થઇ શકે છે. સ્લીપ એપનીયા રાત્રે એબનોર્મલ શ્વાસ લેવાનું કારણ બને છે જેના કારણે ઊંઘ આવતી નથી અને વજન વધે જ છે અને સાથે સાથે સેક્સલાઇફ પણ ડિસ્ટર્બ થાય છે. જેના માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હેલ્ધની દ્રષ્ટિએ જોઈએ તો પણ નસકોરા બોલે તે યોગ્ય નથી,તેના માટે તમારે યોગ્ય નિદાન કરાવવુ જોઈએ.
સામાન્ય રીતે લગ્ન કે ડિલિવરી બાદ સ્ત્રીઓનુ વજન ખાસ કરીને વધી જાય છે.વજન વધવાથી પણ આપની સેક્સ ડ્રાઇવ પર નકારાત્મક પ્રભાવ પડે છે. જોકે, આનાથી શરીરમાં સેક્સ હોર્મોન્સનું સ્તર બગડી શકે છે. નિષ્ણાંતો કહે છે કે જે લોકો શરીરે મેદસ્વીપણું ધરાવે છે તેઓ બેડ પર સમાગમ દરમિયાન આત્મવિશ્વાસની ઊણપનો અનુભવ કરે છે. મેદસ્વીપણાંના કારણે થાક વધારે અનુભવાય છે જેના કારણે સેક્સ ડ્રાઇવ પ્રભાવિત થાય છે.માટે વધતા વજનને શરૂઆતના તબ્બકે કંટ્રોલ કરવામાં આવે તો સેક્સ લાઈફ આડે પાટે ચડતી અટકે છે.
ડિપ્રેશનના કારણે સેક્સ લાઈફ અસર થાય,તો જાણી લો કે સેક્સ લાઈફ પર આ બાબત સૌથી ગંભીર અસર કરે છે.ખૂબ જ લાંબા સમય સુધી તણાવગ્રસ્ત રહેનાર અથવા ડીપ્રેશનમાં રહેવાથી સેક્સ ડ્રાઇવ ધીમી થઇ જાય છે. આના કારણે કામનું ભારણ વધી જાય છે અને ઊંઘના આવવાની સમસ્યા સર્જાવા લાગે છે. આના કારણે પાર્ટનર સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે.જો તમે અતિશય કામ કરતા રહેતા હો તો તમારે તેમાંથી થોડો સમય તમારા અંગત જીવન માટે કાઢવો જોઈએ.ડિપ્રેશનથી તમે જેટલા મુક્ત હશો તેટલુ જ તમારુ કામ વધારે સારી રીતે થઈ શકશે અને સેક્સ લાઈફને પણ તમે બિન્દાસથી માણી શકશો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors