લોકમાન્ય ટિળક

લોકમાન્ય ટિળક

ભારતીય સ્વાતંત્ર્યસેનાની
‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે. હં તે મેળવીને જ જંપીશ’ એવું ભાન હિન્દની સુપ્ત જનતામાં જાગૃત કરીને,
તેઓમાં અસંતોષની આગ પ્રગટાવી બિ્રટિશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રિમ ફાળો આપનાર
લોકમાન્ય બાળગંગાધર ટીળક નું નામ હિંદી સ્વાતંત્ર્યવીરોની નામાવલિમાં અત્યંત ઊજળા અક્ષરે અંકાયેલું છે.
તેમનો જન્મ ઇ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઇએ રત્નાગિરિમાં થયો હતો.બાળપણથી જ તે તેજસ્વી મેધા
ધરાવતા હોવાથી પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની અતિ યશસ્વી કારકિર્દી ગાળી તે બી.એ., એલએલ.બી
થયા. પરંતુ વકીલાત ન કરતાં દેશસેવાની પ્રતિજ્ઞા લઇ પ્રાથમિક શાળામાં અધ્યાપક થયા. એક વર્ષ પછી ચિપળૂણકર,
આગરકર તથા તેમણે મળીને મરાઠીમાં કેસરી તથા અંગ્રેજીમાં મરાઠા પત્રો શરૂ કર્યાં. ઇ.સ. ૧૮૯૦માં બંને
પત્રોના એ એકલા સંચાલક બન્યા અને અવિશ્રાંત પરિશ્રમ તથા પ્રતિભાવંત લેખિની વડે પ્રજાના દુઃખોને વાચા
આપી. તેમણે આણેલી જાગૃતિથી તે સરકાર આંખમાં કાંકરાની જેમ ખૂંચવા લાગ્યા. આથી ઈ.સ. ૧૮૯૭માં
લેફ્ટેનન્ટ રેંડ તથા આયર્સ્ટન નામના બે બિ્રટિશ લશ્કરીઓનાં ખૂન થયાં ત્યારે તે ખૂન પાછળ ટિળકનાં લખાણો જ
કારણભૂત હોવાનું જણાવી સરકારે તેમને ૧૮ માસની સખ્ત મજૂરીની જેલસજા કરી. શરૂઆતથી જ કોંગ્રેસમાં
જોડાઇ, પોતાની ઉગ્ર વિચારસરણીથી સ્વાભાવિક રીતે ઉદૃામ પક્ષના નેતા બન્યા. કલકત્તા કોંગ્રેસ વખતે પોતાના
કાર્યક્રમની ચતુઃસૂત્રી (સ્વદેશી, બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજ) પ્રજા આગળ મૂકી. આ ચતુઃસૂત્રીથી
પ્રેરાઈ ઇ.સ. ૧૯૦૭માં ક્રાન્તિકારી યુવકોએ બંગાળામાં તથા બીજે બોમ્બ પ્રવૃત્તિ આદરી. તેનું મૂળ લોકમાન્યને
ગણી તેમની ધરપકડ કરી છ વર્ષ માટે બ્રહ્મદેશમાં માંડલેમાં દેશનિકાલ કરવામાં આવ્યા. દેશસેવાના આજીવન
વ્રતધારી આ નીડર લોકસેવકનું ઇ.સ. ૧૯૨૦ની પહેલી ઓગસ્ટે મુંબઇમાં અવસાન થયું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors