ભ્રારતીય સંસ્કૃતિ અને સંસ્કારીતાની પુજનીય પૌરાણિક સ્ત્રીઓ

ભ્રારતીય સંસ્કૃતિ અને સંસ્કારીતાની પુજનીય પૌરાણિક સ્ત્રીઓ

સંસ્કૃતિ અને સંસ્કારીતા ભારતની ધરોહર છે,જે વિશ્વભરમાં ફેલાયેલી છે. ભારતમાં પ્રાચીન સમયથી સ્ત્રીને સન્માનની ભાવનાથી જોવામાં આવે છે.આપણા મહાન ગ્રંથો,વેદો,ઉપનિષદો જેવા કે રામાયણ અને મહાભારતમાં પણ નારી શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે.તે સમયમાં પણ સ્ત્રીઓ સાથે અત્યાચાર નહોતા થતા તેવુ નહોતુ પણ પોતાની અદ્રુત શક્તિને કારણે તે સ્ત્રીઓએ પુરુષને નમાવ્યા તો ક્યાંક તેણે પતિવ્રતા પત્ની તરીકે પતિનો સાથ આપ્યો,અગ્નિ પરીક્ષાઓ આપી તો કોઈક દ્રૌપદી પાંચ પતિની એક પત્ની તરીકે અંકિત થઈ તો તારામતી અને અરુંધતી જેવી નારીઓએ પતિના કદમ સાથે કદમ મિલાવ્યા.જ્યારે રાધા કહેવાઈ કૃષ્ણની અંતરંગા શક્તિ.

આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ઉજવાય છે.તે પ્રસંગે એક સવાલ ચોક્કસ થાય કે શું ભારતીય નારી સન્માનીય અને સ્વતંત્ર છે ખરી. દર વર્ષે આપણે મહિલા દિવસે માત્ર સ્ત્રીશક્તિના ગુણગાઈ બધુ જ વિસરી જઈએ છીએ.પણ ખરા અર્થમાં સ્ત્રીઓ સ્વતંત્ર ત્યારે જ કહેવાશે જ્યારે સ્ત્રીઓ પરના અત્યાચારો દુર થશે તેને સાચા અર્થમાં શક્તિ સ્વરૂપા તરીકે સન્માનવામાં આવે.તો આજે તમે પણ જાણો એવી 8 ભારતીય નારી વિશે જે પોતાની વિશેષતા,ત્યાગ ભાવના, માતૃ શક્તિ,પ્રેમની મૂર્તિ તરીકે આપણા શાસ્ત્રોમાં હંમેશા માટે અમર થઈને પૂજાતી રહી.જે નારી તમારા માટે પણ બની શકે છે પ્રેરણા સ્ત્રોત.
1)રાધા-ભગવાન શ્રીકૃષ્ણ માટે રાધાના પ્રેમનુ વર્ણન કરીએ તેટલુ ઓછુ છે.રાધાનુ પાત્ર એવુ છે જેનો શ્રીમદ ભાગવતગીતા,મહાભારત કે અન્ય કોઈ ગ્રંથોમાં તેના પાત્રનુ વર્ણન નથી છત્તા કૃષ્ણ રાધા વગર અધુરા હતા,કારણ કે નિઃસ્વાર્થ પ્રેમ લગ્નના બંધનથી વધારે મહાન અને પવિત્ર હોય છે માટે રાધા-કૃષ્ણને પ્રેમની મૂર્તિ તરીકે પૂજનીય ગણાય છે.રાધાના પ્રેમમાં ધર્મ હતો.તેથી જ તે શક્તિની સ્ત્રોત કહેવાયા.વિશુધ્ધ પ્રેમ સાથે પાંગરેલો સંબંધ પોતે જીવે છે અને તે સંબંધમાં પાંગરેલી બંને વ્યકિત માટે પ્રાણવાયુની ગરજ સારે છે.રાધાના ત્યાગનુ એક ઉદાહરણ પણ અહીં તાકવામાં આવ્યુ છે કે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગોકુળ છોડી જવા નિકળ્યા ત્યારે તેમણે શ્રીકૃષ્ણને ન જવા દેવા જીદ પકડી અને કહ્યુ કે તમે મારી સાથે લગ્ન કેમ ન કરો ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે લગ્નમાં બે વ્યતિકની જરુર હોય છે જ્યારે રાધા અને કૃષ્ણ એક છે તેથી લગ્નની જરુરિયાત ન નથી અને હું હંમેશા રાધા વગર અધુરો કહેવાઈશ.ભગવાનના આ શબ્દો સાંભળી રાધાએ તેમને મથુરા જતા ન રોક્યા એ જાણ હોવા છત્તા કે હવે કૃષ્ણ કયારેય પાછા નહી ફરે.આ હતો રાધાનો નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગ.રાધાના આ ત્યાગના કારણે જ તેઓ શ્રીકૃષ્ણની રાણી ન હોવા છત્તા તેણની સાથે પૂજાય છે.
2)દ્રોપદી-
પૌરાણીક ગ્રંથ મહાભારતના પાંચાલ રાજાના દ્રુપદની પુત્રી અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી એ હસ્તિનાપુરની રાણી બન્યા હતા.જે કૃષ્ણની અન્નય ભક્ત હતી.ભારતીય શાસ્ત્રોમાં બહુપતીત્વને માન્યતા નથી છત્તા દ્રૌપદી પાંચ પાંડવોની રાણી હતી.તે કયારે પત્ની કે માતાના રુપમાં નથી ઓળખાઈ માત્ર રાણીના રુપમાં જ અંકિત થયેલી હતી છત્તા તે મહાભારતમાં આગવી વિશેષતા સાથેનુ પાત્ર છે અને તે તેની અનોખી શક્તિને કારણે.તે શિવજી પાસે પાંચ વિશેષ ગુણ ધરાવતા પતીની મંગણી કરી હતી અને એક જ પુરુશમાં પાચ આવા ગુણો હોવા શક્ત ન હતા તેથી તેને પાંચ પાંડવો પતીના રુપમાં મળ્યા હતા.અને ત્યાર પછીના જ્નમમાં તે સીતના રુપમાં અવતર્યા હતા.
3)અરુંધતી-
સીતાજીને રામે છોડી દીધા ત્યારે તેને વસિષ્ઠના આશ્રમમાં તેને સાચવ્યા. એક સ્ત્રીને સ્ત્રીત્વનું બળ આપનાર આ મહાન વિદુષી હતાં. પતિવ્રતાના પ્રતિક સમું નામ છે. લગ્ન વિધિમાં પણ અરુંધતીના તારાનું દર્શન કરાવાય છે. જ્યારે સપ્તર્ષિઓમાં કોઈની પત્નીએ તેની સાથે રહેવાનો સાથ ન આપ્યો ત્યારે વસિષ્ઠ સાથે પોતાનો સાથ જાળવી રાખી સપ્તર્ષિ તારા મંડળમાં અવકાશમાં તેનું દર્શન પાંચમા તારાની બાજુમાં થાય છે. તે કર્દમ પ્રજાપતિ અને દેવહુતિની પુત્રી છે. ગર્ભોપનિષદના રચયિતા કપિલભગવાનના તે બહેન.
4)અનસૂયા-
અત્રીના પત્ની તરીકે પુરાણ પ્રસિદ્ધ સ્ત્રી પાત્ર. જેણે સ્ત્રી હોવાની સાથે સાથે સ્ત્રીત્વની શક્તિનો પરિચય દેવાધિદેવો ગણાતા ત્રિદેવોને પણ આપી દીધો હતો. તેના સતીત્વની પરીક્ષા વખતે જ્યારે ત્રિદેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મોકલ્યા ત્યારે તે ત્રણેય બ્રાહ્મણના વેશમાં આવીને ભીક્ષા માંગી અને એવી શરત રાખી કે અનસૂયા નિર્વસ્ત્ર ભીક્ષા આપે તો જ તે ભીક્ષા લે, અનસૂયાએ મનોમન પ્રાર્થના કરી કે તેના ખરું સ્ત્રીત્વ જળવાયું હોય તો આ ત્રણે સાધુઓ બાળક બની જાય અને માતા પોતાના બાળક પાસે તો નિર્વસ્ત્ર થઈ શકે છે. આ પ્રાર્થના કરતાં જ ત્રણે દેવો નાના બાળક બની ગયા અને તેને ભીક્ષા આપી. આ રીતે દત્તાત્રેયનો જન્મ થયો. ત્યારે પછી તેને દિવ્ય વસ્ત્રોની ભેટ દેવોએ આપી જે પહેરવાથી હંમેશા એક કવચ બની જતું જેથી તેને ક્યારેય વૃદ્ધ ન થાવો અને ક્યારે મલિન ન થાવો. આ કપડા રામાવતારમાં વનમાં રામ, સીતા અને લક્ષ્મણ આવ્યા ત્યારે માતા અનસૂયાએ સીતાજીને ભેટ કરી.

5)મંદોદરી-
મંદોદરી રાવણના પ્રધાન પટરાણી હતા.તેની ગણના શ્રેષ્ઠ સ્ત્રીઓમાં થાય છે.પોતાના અપ્રતિમ રૂપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેમને પટરાણી બનાવ્યા હતા.મંદોદરી નૃત્યમાં બહુ કુશળ હતા.તેની ગુણંવતી નારીમાં ગણના એટલા માટે થાય છે કારણ કે રાવણને રામ સાથે યુધ્ધ ન કરવા જણાવ્યુ હતુ સાથે રાવણ સીતાનુ અપહરણ કરીને તેમના લંકામાં લઈ આવ્યા ત્યારે મંદોદરીએ એક સ્ત્રી તરીકે સીતામાતા સાથે ખુબ આત્મીય વ્યવહાર રાખ્યો હતો અને પોતાના પતિના આ કૃત્યને પણ એક પત્નીએ દુષ્કૃત્ય ગણાવી સીતમાતાને રામને સોંપી દેવા રાવણને જણાવ્યુ હતુ કારણ કે તે પોતાના કુળનો નાશ થતો અટકાવવા ઈચ્છતા હતા.રાક્ષસી વૃત્તિના પતિ સાથે રહેવા છત્તા પતિનો આ પ્રભાવ તેમના પર કયારે્ય પડી શક્યો નહતો.
6)તારા –
અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા મંદોદર, આ પાંચ પુણ્યશાળી નારીઓમાં જેનું નામ લેવામાં આવે છે તે તારા એટલે સૂર્યવંશના મહાપ્રતાપી રાજા હરિશ્ચંદ્રના પત્ની. સ્ત્રીનો એક મહાનગુણ સહનશક્તિ અને તારા એટલે સહનશક્તિનો પર્યાય. હરિશ્ચંદ્રએ તેને ઘણી વારવા છતાં તે તેની સાથે ભરબજારે તેની સાથે વેચાવવા પણ તૈયાર થાય છે. માત્ર પતિને ખાતર તે બધા દુખ સહન કરે છે. આકરે પતિ એક દિકરાનું સ્મશાનમાં નોંધણું લે છે. તે આપવા માટે તે કામ કરે છે. સુખમાં તો તે પતિને સાથ આપે જ છે પમ દુઃખમાં પણ તે પતિને દરેક રીતે સાથ આપે છે. કદાચ હરિશ્ચંદ્ર કરતાં વધારે દુઃખો સહન કરી આખરે દેવો પાસેથી ભાગ્ય મેળવી પોતાના પરિવારને બચાવે છે. વિદુરનીતિ પણ કહે છે અને ચાણક્ય પણ કહે છે કે સ્ત્રીનું સૌથી શ્રેષ્ઠ જો કામ હોય તો તે પરિવારને ગમે તેવી પરિસ્થિતિમાં તુટવા ન દેવો. આજે કદાચ આ ગુણનો જ હ્રાસ થઈ રહ્યો છે અને તેથી પરિવારો વિખેરાઈ રહ્યા છે.
7)અહલ્યા
ખુબ સૌંદર્યવાન સ્ત્રી હતી.ઈન્દ્ર વગેરે દેવતા પણ તેને વરવા ઈચ્છતા હતા.સ્વંયવરમાં તે ગૌતમ ઋષિને પરણ્યા હતા.ઈન્દ્રએ દ્રેષ વૃત્તિથી ગૌતમ રુષીનો રૂપ ધારણ કરી આવ્યા હતા અને તેને તેની સાથે કપટ કરી છેતરી હતી અચાનક ગૌતમ રુષી આવી ચડ્યા અને તેમણે અહલ્યાને ઈન્દ્રની સાથે જોતા ક્રોધીત થઈ શ્રાપ ઈન્દ્ર અને અહલ્યાને શ્રાપ આપ્યો હતો જેના કારણે અહલ્યા શિલ્યારુપ બની ગઈ અને રામ એકવાર ગૌતમ ઋષિના આશ્રમમાં પર્ધાર્યા ત્યારે તે પત્થરને સ્પર્શ કરતા પત્થરમાંથી અહલ્યા ફરી પ્રગટ થઈ અને તેણે ગૌતમ રુષિની માફી ક્ષમાં માંગી.ગૌતમ ઋષિના અન્નય પ્રેમની કિંમત તેને સમજાઈ અને તેણે તેમની માફી પણ માંગી.
8)દતિ-અદિતિ: દતિ અને અદિતિ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી.આ બંને બહેનોમાં દતિના પુત્રો દૈત્ય અને અદિતિના પુત્રો દેવ કહેવાયા.દેવો અને દૈત્યના સંગ્રામમાં દૈત્યો હણાયા.દેવોને હરાવે તેવા પુત્રો માટે દતિએ પતિની સલાહથી 100 વર્ષ સુધી ગર્ભધારણનુ વ્રત રાખ્યુ હતુ.પણ છેલ્લા 100માં તે પવિત્રતા ધઆણ કરી શકી નહી તેનો લાભ લઈ તેના ગર્ભાશયમાં પર્વેશી ઈન્દ્રએ તેના વ્રજ વડે ગર્ભના સાત ટુકડા કર્યા.આમ ખોટી ભાવનાનુ પ્રતિક તેને ખોટી રીતે મળ્યુ જ્યારે અદિતિ દેવોની માતા કહેવાયા.કશ્યપ રુષિની તેર પત્નીમાં તે મોટા હતા.તેમને બાર જેટલા પુત્રો હતા.તે બધા તેમના નામ ઉપરથી આદિત્ય કહેવાયા.એક પુત્રને તેણે ત્યજી દીધો હતો.શ્રીકૃષ્ણની માતા દેવકી અદિતિનો અવતાર હતી.તત્વજ્ઞાનમાં તે મુક્તિવાચક છે.અદિતિએ ઋગ્વેદના મંત્રોની રચના કરી હતી.આણ પુરાણોની આ નારીઓ પોતાની શક્તિથી અનોખુ પરિવર્તન લાવી હતી.જે આજના સમયમાં પણ આપણા માટે પ્રેરણાદાયી છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors