દશ્ય, અદશ્ય અને અદષ્ટ વચ્ચે તફાવત શું? * (૧)દશ્યઃ જે ઇન્દ્રિયગોચર છે તે દશ્ય છેઃ – સામાન્ય બુધ્ધિ કે સમજણથી જોઈ શકાય એ. (૨) અદશ્ય ; જે અદશ્ય છે તે અતીન્દ્રિય વિભાગને લગતું છે ગુપ્તવિધાઓ અદશ્ય સાથે સંબંધિત છે. -ચેતન્યનો વિસ્તાર થતાં અદશ્ય વિભાગનો પરિચય થવા માંડે છે – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે અદષ્ટ છે તે સ્થુલ ઇન્દ્રિયોનો વિષય જ નથી પણ હ્રદય અને મનનો વિષય છે મન અને હ્રદય જયારે ખરેખરાં સંવેદનશીલ બને છે ત્યારે […]
આપણે ભગવાનની કૃપા માગીએ છીએ તે બરાબર? *ખરખર તો કૃપા માગવાની વસ્તુ નથી.પણ મેળવી શકાય છે.કૃપા પુરુષાર્થથી મેળવી શકાય છે બધુ ભગવાન ન કરે.બે હાથે તાળી પડે.પિતા પણ આપણા માટે બધુ કરતો નથી.એમને જે કરવા યોગ્ય લાગે છે તે જ કરે છે આપણે કરવા જેવું હોય તે આપણા ઉપર છોડે છે * ભગવાન સંકેત કરે છે ચાલવાનું આપણે હોય છે આપણે આળસુ થઈ પડયા રહીએ અને કૃપાની માગણી કરીએ એ કેટલું બરાબર?