અહં શું છે?

અહં શું છે? * ક્રિયાશક્તિમાં વ્યાપેલો અન્તઃકરણનો એક વિભાગ. -કાર્ય કરવાનું જે બળ તે અહં છે. -જે બળનો પિંડના-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે. -અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી,સંવાદિતાને તોડી નાખનારુ બળ છે. -સૌથી વધુ નુકશાન કારક શક્તિ.

મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે?

મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે? * ‘લધુતાસે પ્રભુતા મિલે’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.

સાચુ જ્ઞાન કયું?

સાચુ જ્ઞાન કયું? * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું  અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મસર્શન.

ત્યાગ કોને કહેવાય ?

ત્યાગ કોને કહેવાય ? * મારાપણાની ભાવનાને દેહ અને દશ્ય વિભાગમાંથી ટાળવી * ઇચ્છાજનિત અને ઇચ્છારહિત બધા કર્મોનાં ફળ પરમાત્માને અર્પણ કરવા<. * દુઃખી અને નિરાધાર લોકોના કલ્યાણ અને સેવા માટે પોતાનાં સુખ-સગવડોની ચિંતા ન કરવી. * કશુંક છોડતી વેળા અભિમાન કે અંગત લાભની ગંધ સરખી ન હોય ભાગેટુ વૃતિ ન હોય પ્રેમની નિરંતર હાજરી હોય એને ત્યાગ કહેવાય.

શ્રેયાર્થી કોને કહેવાય ?

શ્રેયાર્થી કોને કહેવાય ? * જે વિચારશીલ છે. * પવિત્ર વૃતિઓમાં જેનું મન સતત રમમાણ રહે છે. * સદાચાર,કરુણા,ન્યાય વગેરે જેના જીવનમાં વણાઈ ગયા છે. * જે પોતાનો લાભ કદી શોધતો નથી,પણ અન્યનું હિત ધ્યાનમાં રાખી પ્રવૃતિશીલ રહે છે. * જે સમાજને કદી બોજારુપ બનતો નથી.

કઈ પ્રવૃતિઓ હાનિકારક?

કઈ પ્રવૃતિઓ હાનિકારક? * પોતાને અને બીજાને નુકશાન પહોચાડે તે. * જે પ્રવૃતિના મુળમાં લોભ,દ્રેષ અને મોહ છે તે

સ્વચ્છંદી કોને કહેવો ?

સ્વચ્છંદી કોને કહેવો ? * જે સંપતિનો,સગવડનો,કે સત્તાનો અથવા સ્વતંત્રતાનો દુરુપયોગ કરે વિવેકરેખા ચુકી જાય. * બીજાને બોજારૂપ બને, * અન્યને નુકશાન પહોચાડે(પોતાનેતો પહોચાડે જ છે)

ચિત્ત સંધર્ષ કેમ થાય છે?

ચિત્ત સંધર્ષ કેમ થાય છે? * લાગણીઓન અતિરેકથી. * વિકલ્પોને અવકાશ છે એટલે. * અહં ધવાય છે એ કારણે. * તાણ ચિત્તને ધેરી વળૅ છે તેથી. * ઇચ્છાઓની ઇમારતો તુટી પડે છે માટે. * પુર્વગ્રહો,પ્રમાણે પગલાં મંડાય છે તેથી. * અપુર્ણતાઆધુરપ જીવનનો ભાગ બની જાય છે એટલે.

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ? * ક્રોધ. – અગ્નિ પદાર્થમાત્રને સળગાવે,પણ ક્ષુલ્લક અગ્નિને સામાન્ય મનુષ્ય પ્રગટાવે છે અને ધણુ ખરૂ તેને હોલવી પણ શકે છે પણ ક્રોધ અગ્નિ કરતા બળાવાન એટલા માટે છે કે મનુષ્ય તેના પર અંકુશ રાખી શકતો નથી.ક્રોધ મનુષ્યના અંતઃસત્ત્વ પર પ્રહાર કરે છે અથવા તેને બાળે છે.

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે? * ઇશ્વરની અતકર્ય માયા. * માનવીની બુધ્ધિ. * ક્રિયાશક્તિના સંબંધ દ્રારા ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors