દેવો પણ મનુષ્યનો અવતાર કેમ ઝંખે છે? * સર્જનમાં મનુષ્ય અવતાર શ્રેષ્ઠ છે,કારણકે તેમાં ચોવીસે ય તત્વો રહેલાં છે. -પંચ મહાભુત(આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વી) -પંચ જ્ઞાનેન્દ્રિયો (ત્વચા,ચક્ષુ,કાન,જીભ અને નાક) -પંચ કર્મેન્દ્રિયો (વાચા,હાથ,પગ,ગુદા ગુહ્રેન્દ્રિય) -પંચ તન્માત્રાઓ (રૂપ,રસ,ગંધ,સ્પર્શ અને શબ્દ) -અન્તઃકરણના ચાર વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહં) દેવમાં પંચ મહાભુત નથી,ઍટલે કે માત્ર ઓગણીસ તત્વો જ છે. મનુય કરતા દેવમાં આટલી ઊણપ છે.

કયાં ગુણ અન્ય ગુણોને ખેચી લાવે છે ? * ધીરજ તેમજ વિનય.

પુનર્જન્મનું કારણ શું ? * અતૃપ્ત વાસનાઓઅ. * મૃત્યુથી ભોતિક શરીર નાશ પામે છે,પણ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે એ સંસ્કારો જે પુનર્જન્મનું કારણ બની રહે છે. * સુક્ષ્મ શરીર અકબંધ બની રહે છે,જીવ પ્રારબ્ધકર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્રારા અવો જન્મ ધારણ કરે છે.

કોઈના દોષ ટાળાવાની યુક્તિ કઈ? * એના દોષ ગાયાના કરવા. * ગુણૉ બતાવવા,દોષ કરતો હોય તો દોષના ફાયદા પણ ગણાવવા અને છેવટે તેને વિશ્વાસમાં લઈ દોષ બતાવવા.

* જે મનને બાંધે તે સંબંધ. * આમ જુઓ તો પૃથ્વી કયાં નથી? મકાનો કયાં નથી? બાળકો કયાં નથી? બધુ બધે જ છેપણ જયા મારાપણાનો સંબંધ નથી ત્યાં અભાવ વર્તાય છે. સહેલાઈથી તરી જવું હોય તો શું કરવું? * માનસિક બોજા રહિત બની જવું. * આશક્તિ અને પરિગ્રણના પોટાલા બાજુ પર મુકી દેવા.

ટૅવના પાયામાં શું છે? * વારંવાર આવતો વિચાર અને તે અનુશાર આચરણ. * દીર્ધકાલીન અભ્યાશ અને મહાવરો.

ગણપતિનું વાહન મુષક કેમ છે ? * મૂષક એટલે ઉંદર.બૃહદ્રારણ્યક ઉપનિષદમાં મૂષક ને અન્તર્યામી બ્રહ્મનું પ્રતીક ગણ્યુ છે.મૂષક ધરની અંદર પ્રવેશીને વસ્તુઓને     કેતર્યા કરે છે,પણ ધરમાં રહેતા લોકોને એની જાણ થતી નથી અન્તયામી બ્રહ્મ પણ સૃષ્ટિના સકલ પદાર્થોમાં અન્તર્યામીરૂપે સ્થિર છે,તેઓ જ સર્વના હ્રદયમાં નિવાસ કરી સર્વને ગતિ આપી રહ્યા છે તેમજ તેઓ જ વસ્તુતઃ સૃષ્ટીના ભોગોના ભોકતા છે. -તેઓ સર્વના શરીરમાં રહેતા હોવા છતાં મૂષકવત ચોરની જેમ ચુપચાપ ભોગોને ભોગવે છે.પરંતુ મોહ, અવિધા અને અજ્ઞાનથી ધેરાયેલ મનુષ્ય એમને જાણતા નથી. * મૂષક કોઈ પણ પદાર્થના નાના નાના ટુકડા કરી […]

સેવા લેવામાં ગેરલાભ શું? * આળસુ અને બેદરકાર બની જવાય. * અહં બળવાન બને. * સુખ-સગવડમાં ધ્યાન રહ્યા કરે.

સર્જન કોને કહેવું? * આંખે દેખી શકાય તેવું. * બુધ્ધિને કરીને સમજી શકાય તેવું, * વિચારો કરીને ઉપયોગમાં લઈ શકાય તેવું. * નિશ્ચય દ્રારા સંયમિત કરી શકાય તેવું.

નિવૃતિ કોને કહેવી? * ઉપાધિરહિત પ્રવૃતિ એટલે નિવૃતિ. * મનને વિષયોમાંથી ખેચી લઈ તેને પરમાત્મા પર કેન્દ્રિત કરવું. * વિષયો પ્રત્યે વૈરાગ્યવૃતિ કેળવવી. * જેમાં ક્રિયાનો અભાવ અથવા નિષ્કિયતા નથી;પણ પ્રવૃતિમાંથી મુકત થવાની પ્રવૃતિ હોય છે. * નિવૃતિ એટલે મુળ સ્થાને પાછા ફરવું અથવા અંદરથી સ્થિર રહીને આત્માને ઉપકારક એવી દિશામાં ગતિ હોય છે. * પ્રમાત્મામાં અટલ વિસ્વાસ રાખી તેમના અર્થે પ્રવૃતિ કરવી તે. * સાંસારિક પદાર્થોમાંથી વૃતિ પાછી ખેચી લેવી તે. * કર્તાપણાના ભાવમાંથી મુકત થવું તે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors