ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦ ચતુર્થો અધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ શ્રીભગવાન્ ઉવાચ ઇમં વિવસ્તે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ | વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેડબ્રવીત્ ॥ ૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃ શ્રી ભગવાન બોલ્યા : આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્ત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો. ॥ ૧ ॥ એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુ: | સ કાલાનેહ મહતા યોગો નષ્ટ: પરંતપ ॥ ૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે પરંતપ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પણ ત્યાર બાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય […]

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૩૩ થી ૪૩ સદ્રશં ચેષ્ટતે સ્વસ્યા: પ્રકૃતેર્જ્ઞાનવાનપિ | પ્રકૃતિં યાંતિ ભૂતાનિ નિગ્રહ: કિં કરિષ્યતિ ॥ ૩૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઇને કર્મો કરે છે; જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે; એમાં કોઇનો દુરાગ્રહ શો કરવાનો?॥ ૩૩ ॥ ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ | તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપંથિનૌ ॥ ૩૪ || ગુજરાતી ભાંષાતર ઃ ઇન્દ્રિય-ઇન્દ્રિયના અર્થમાં એટલેકે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છૂપાઇને રહેલા છે; માણસે એ બન્નેને વશ ન થવું; કેમ કે તે બન્નેય […]

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૨ ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિગ્ચન | નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. ॥ ૨૨ ॥ યદિ હ્રહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિત: | વર્ત્માનુવર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૨૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ કેમકે હે પાર્થ! જો કદાચ હું સાવધાન થઇને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઇ જાય, કારણકે […]

તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૧ દેવાંભાવયતાનેન તે દેવા ભાવયંતુ વ: | પરસ્પરં ભાવયંત: શ્રેય: પરમવાપ્સ્યથ ॥ ૧૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે; આ પ્રમાણે નિ:સ્વાર્થભાવે એક-બીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો.॥ ૧૧ ॥ ઇષ્ટાંભોગાન્હિ વો દેવા દાસ્યંતે યજ્ઞભાવિતા: | તૈર્દત્તાપ્રદાયૈભ્યો યો ભુઙતે સ્તેન એવ સ: ॥ ૧૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે ઇચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે; આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૬૧ થી ૭૨ તાનિ સર્વાણિ સન્યમ્ય યુક્ત આસીત મત્પર: | વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૧ ॥ ગુજરાતી ભાંષાતર ઃ માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઇને ધ્યાનમાં બેસે; કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ॥ ૬૧ ॥ ધ્યાયતો વિષયાન્ પુંસ: સઙસ્તેષૂપજાયતે | સઙાત્સગ્જાયતે કામ: કામાત્ક્રોધોડભિજાયતે ॥ ૬૨ ॥ ગુજરાતી ભાંષાતર ઃ વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાયછે […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૪૯ થી ૬૦ દૂરેન હ્રવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનગ્જય | બુદ્ધૌ શરણમંવિચ્છ કૃપણા: ફલહેતવ: ॥ ૪૯ ॥ ગુજરાતી ભાંષાતર ઃ આ સમત્વ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય! તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત્ બુદ્ધિયોગનો જ આશરો લે; કેમકે ફળનો હેતુ બનનારા અર્થાત્ ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. ॥ ૪૯ ॥ બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે | તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગ: કર્મસુ કૌશલમ્ ॥ ૫૦ ॥ ગુજરાતી ભાંષાતર ઃ સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે – તેમનાથી મુક્ત […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૩૭ થી ૪૮ હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ | તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુધ્ધાય કૃતનિશ્ર્વય: ॥ ૩૭ ॥ ગુજરાતી ભાંષાતર ઃ કાં તો તું યુધ્ધમાં હણાઇને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ; માટે હે અર્જુન! તું યુધ્ધ માટે નિશ્ર્વય કરીને ઊભો થૈ જા. ॥ ૩૭ ॥ સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ | તતો યુધ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮ ॥ ગુજરાતી ભાંષાતર ઃ જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુ:ખને સમાન સમજ્યા પછી યુધ્ધ માટે કટિબધ્ધ થઇ જા; આ પ્રમાણે યુધ્ધ કરવાથી તું પાપને પામીશ […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૨૫ થી ૩૬ અવ્યક્તોડયમચિંત્યોડયમવિકાર્યોડયમુચ્યતે | અવ્યક્તોડયમચિંત્યોડયમવિકાર્યોડયમુચ્યતે | તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ॥ ૨૫ ॥ ગુજરાતી ભાંષાતર ઃઆ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહેવાયછે; તેથી હે અર્જુન! આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી ॥ ૨૫ ॥ અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ | તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥ ૨૬ ॥ ગુજરાતી ભાંષાતર ઃઅને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ હે મહાબાહો! આવી રીતે શોક કરવો તારા […]

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૧૩ થી ૨૪ દેહિનોડસ્મિન્ યથા દેહે કૌમારં યૌવનં જરા | તથા દેહાંતરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ॥ ૧૩ ॥ ગુજરાતી ભાંષાતર ઃ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ॥ ૧૩ ॥ માત્રાસ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણસુખદુ:ખદા: | આગમાપાયિનોડનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥ ૧૪ ॥ ગુજરાતી ભાંષાતર ઃ હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુ:ખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સન્યોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે, અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર. ॥ ૧૪ ॥ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors