ચોળાફળી સામગ્રી- ચણાનો લોટ ૨ વાડકી,મગનો લોટ ૧ વાડકી,અડદનો લોટ ૧ વાડકી,સાજીના ફૂલ,મીઠું,તેલ,મરચું અને સંચળ રીત : ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણ માં રગદોળી ને ભાખરી જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી. આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી

મઠિયા

મઠિયાઃ         સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મઠનો લોટ,૩૦૦ ગ્રામ અડદનો લોટ,૬ ટેબલ સ્પૂન મીઠું,૧૫૦ ગ્રામ ખાંડ,અજમો ૨ ટી સ્પૂન,ચપટી હળદર,૨ ટે. સ્પૂન સફેદ મરચું. રીત : મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને ખાંડના પાણીને ભેગા કરી તેનાથી કઠણ લોટ બાંધવો. તેમ જ બરાબર કૂટવો. એક સરખા લુઆ પાડવા. ઘી અને લોટને ફીણી લુઆને તેમાં રગદોડવા. પછી તપેલીમાં ભરી લેવા. મઠિયા પાતળા વણી લેવા. તેને ઉપરાઉપરી મૂકવા જેથી સૂકાઈ જાય નહીં. પછી તેને તેલમાં તળી લેવા.

સુંવાળી

સુંવાળીઃ                   સામગ્રીઃ ૧ કિલો મેંદો,૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૪ ચમચા ઘી,૪ ચમચા તલ,લોટ બાંધવા માટે દૂધ,તળવા માટે ધી. રીત : મેંદાને ચાળણીથી ચાળી નાંખવો પછી તેમાં ઘીનું મોણ નાંખી લોટ બરાબર મસળવો. તેમાં અધકચરા ખાંડેલા તલ નાંખવા. દૂધમાં દળેલી ખાંડ ઓગાળી દૂધથી લોટ બાંધવો. લોટને દસ્તા વડે થોડો કચરવો અને નરમ બનાવવો. ત્યારબાદ એક સરખા નાના લુઆ કરી સુંવાળી વણી લેવી. બહુ સુકાવા દેવી નહીં.ઘીમાં તળી લેવી.

સાતપડી પૂરી સામગ્રીઃ ૧ કપ ઘઉંનો લોટ,૧ કપ મેંદો,૧ ચમચી શેકેલું જીરુ અને અજમો,૧ ચમચો તેલ મોણ માટે,૧ ચમચી અધકચરા ખાંડેલા મરી,મીઠું  સ્વાદ પ્રમાણે,તળવા માટે તેલ રીતઃ સૌ પ્રથમ લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું, મરી, શેકેલું જીરુ અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધો.બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો.  આ રોલને નાના […]

લીલા વટાણાની કટલેસ સામગ્રી- લીલા વટાણા-૫૦૦ ગ્રામ આદુ,લીલા મરચા,લસણની પેસ્ટ-૨ ચમચા મીઠું-સ્વાદ મુજબ લીંબુનો રસ-૨ ચમચા ખાંડ-૨ ચમચી બારીક સમારેલી કોથમીર-૨ મોટા ચમચા ગરમ મસાલો-૧ ચમચી હીંગ-ચપટી આરારૂટ પાવડર-જરૂર મુજબ શેકેલા શીંગદાણાનો પાવડર-૨ ચમચા શેકેલા તલ-૧ ચમચો તળવા માટે તેલ રીત- -વટાણાને અધકચરા વાટી લો -કઢાઇમાં થોડું તેલ મૂકી હીંગ નાંખીને વટાણાને વઘારો,તેમાં બધો જ મસાલો નાંખીને  થોડું પાણી છાંટીને ચઢવા દો -હવે કઢાઇ નીચે ઉતારી તેને ઠંડું પડવા દો ઠરે એટલે તેમાં આરારૂટ પાવડર ઉપેરી થોડું કઠણ કરો -તેના નાના ગોળા વાળી, થેપીને કટલેસ તૈયાર કરો ગરમ તેલમાં મધ્યમ […]

વટાણાની કચોરી સામગ્રી- ૧-વટાણા-૧ વાડકી ૨-મેંદો-૨ વાડકી ૩-મીઠું-સ્વાદ મુજબ ૪-હળદર-૧/૪ ચમચી ૫-લીલા મરચા,આદુ,લસણની પેસ્ટ-૧ ચમચી ૬-લાલ મરચું પાવડર-૧/૪ચમચી ૭-ગરમ મસાલો-૧/૨ ચમચી ૮-હીંગ-ચપટી ૯-વળિયારી પાવડર-૧ ચમચી ૧૦-ધાણાજીરૂ-૧/૨ ચમચી ૧૧-મોણ માટે અને તળવા માટે તેલ ૧૨-બારીક સમારેલી કોથમીર-૨ ચમચા રીત– -વટાણાને અધકચરા વાટી લો -કઢાઇમાં થોડું તેલ મૂકી, હીંગ નાંખી, વટાણાના પલ્પને વઘારો. -તેમાં બધો જ મસાલો નાંખો. -થોડું પાણી છાંટી ધીમે તાપે ચઢવા  દો. -બધું જ પાણી બળી જાય એટલે કઢાઇ નીચે ઉતારી પલ્પને ઠરવા દો. -તેના નાના ગોળા વાળી લો -હવે મેંદામાં થોડું મીઠું અને મુઠી પડતું મોણ નાંખી કઠણ […]

વટાણા-બટાકાના સમોસા સામગ્રી-મેંદો-૨૫૦ ગ્રામ- વટાણા-૨૫૦ગ્રામ બટાકા-બાફી,ફોલીને ઝીણા ટૂકડા કરેલા-૨૦૦ગ્રામ સ્વાદ મુજબ મીઠુ હળદર-૧/૪ ચમચી ગરમ મસાલો-૧ચમચી આદુ,લીલા મરચાની પેસ્ટ-૧ચમચી બારીક સમારેલી કોથમીર-૨ ચમચા વળિયારી પાવડર-૧ ચમચી ધાણાજીરૂ-૧/૨ ચમચી હીંગ-ચપટી મોણ માટે અને તળવા માટે તેલ રીત- વટાણાનો મસાલો બનાવવો- *થોડા વટાણાને અધકચરા વાટી લો અને થોડા આખા રાખો *થોડું તેલ મૂકી, હીંગ નાંખી વટાનાને વઘારો.તેમાં બધો જ મસાલો નાંખી દો. બરાબર હલાવો. *તેમાં સહેજ પાણી છંટકોરી ધીમા તાપે ચઢવા દો.તે ચઢી જાય પછી તેમાં *સમારેલા બટાકા પણ ઉમેરી દો અને બરાબર હલાવો. *નીચે ઉતારી ઠંડું પડવા દો. સમોસાનું પડ તૈયાર […]

સુક્કી ભાજી સામગ્રીઃ ૨૫૦ ગ્રામ બટાકા,૫-૬ લીલા મરચાં,આદુનો ટુકડો,૧૨-૧૫ કાચા સીંગદાણા,મીઠું સ્વાદઅનુસાર,૧ ટેબલ સ્પૂન ધાણાજીરુ,૧ ટી સ્પૂન ખાંડ,૧ ટી સ્પૂન હળદર,૧/૨ ટી સ્પૂન જીરુ,મીઠો લીમડો, ૧/૨ ટી સ્પૂન આમચુરનો ભુક્કો કોથમીર ગાર્નિશીંગ માટે રીતઃ -બાટાકા બાફી લો તેના માપના ટુકડા કરો -એક પેનમાં તેલ ગરમ મુકી જીરાનો વઘાર કરો અને મીઠો લીમડો ઉમેરો -લીલા મરચાં આદુ સીંગદાણાને કટરમાં ક્રશ કરી લો -હવે બાટાકા વઘારો તેમાં ક્રશ કરેલો લીલો મસાલો ઉમેરો -તેમાં સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરુ, આમચુર પાવડર ઉમેરો -વ્યવસ્થિત હલાવી તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

ફરસી પૂરી સામગ્રી ૧/૨ કિલો મેંદો ૧૨૫ ગ્રામ રવો ૨૦૦ ગ્રામ ઘી ૧ ચમચી જીરૂ ૧ કપ દૂધ ૫૦ ગ્રામ ચણાનો લોટ ૫૦ ગ્રામ ચોખાનો લોટ ૧/૨ ચમચી મરી ખાંડેલા મીઠું તળવા માટે તેલ રીત : સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, ચણાનો લોટ, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો.ઘીવાળો હાથ કરી લોટ ખૂબ મસળી તેના લુઆ પાડવા. તેની પાતળી પૂરી વણી લેવી. પૂરી વણાઈ જાય એટલે નખ અથવા ચપ્પુથી કાણા […]

રતલામી સેવ સામગ્રી ચણાનો ઝીણો લોટ ૫૦૦ ગ્રામ આશરે, તેલ ૧ કટોરી, પાણી ૧ કટોરી, સોડા બાયકાર્બ અડધી નાની ચમચી, મીઠું-મરચું સ્વાદ મુજબ, હિંગ ચપટી, એક લીંબુ, મરી, અજમો અડધી ચમચી, રીત અજમાને વાટી લેવો, મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખે ભાગે ભેગાં કરીને હાથેથી અથવા મિક્ષરમાં ફીણવા. એકદમ સફેદ \’દૂધિયું\’ તૈયાર થાય તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને એકદમ ઝીણું ચાળેલું સફેદ તીખું મરચાની ભૂકી ઉમેરવી અને તે દૂધિયા પાણીમાં સમાય તેટલો જ ચણાનો લોટ ભેળવવો. મીઠું, મરી, હિંગ વગેરે ઉમેરી મસળવું. સેવનાં […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors