પાલક શિંગોડા પાન સામગ્રીઃ પાલકના પાન ૮થી ૧૦ નંગ, વટાણા ૫૦ ગ્રામ, તુવેર ૫૦ ગ્રામ, સમારેલી કોથમીર ૧ વાટકી, આદુ મરચાની પેસ્ટ અ વાટકી, ગરમ મસાલો ૧ ચમચી, બારીક સમારેલો સુકો મેવો ૧ વાટકી, લીબુનો રસ ૧ ચમચી, ટુથપિક ૮-૧૦ નંગ, ચોખાનો લોટ ૨૦૦ ગ્રામ, લવિંગ ૮-૧૦ નંગ, ખાંડ અને મીંઠુ સ્વાદ મુજબ, લીલો રંગ ૧ ચમચી, તેલ જરુર મુજબ ગાર્નિશિગ માટેઃ પનીરનું છીણ જરુર મુજબ રીતઃ પાલકના પાનને ધોઈને કોરા કરો.વટાણા અને તુવેર ક્રશ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ,સુકો મેવો અને કોથમીર ભેળવો.મીંઠુ,ખાંડ અને લીંબુનો રસ ઉમેરી માવો બનાવો.હવે કોરા […]

અડદ/મગ ની દાળના દહીવડા સામગ્રી: ૨૫૦ ગ્રામ અડદની દાળ ૨૫૦ ગ્રામ મગની દાળ મીઠું રીત: બંન દાળ અલગ અલગ ૭ થી ૮ કલાક પલાળો. ઝીણી વાટી મિક્સ કરો.તેમાં મીઠું નાખો.તેના વડા ઉતારી ગરમ પાણીમાં પલાળો.પછી તેમાંથી કાઢી દહીં નાંખી પીરસો.

પનીર ખોયા કોરમાં સામગ્રી: ૧ લીટર દૂધનું પનીર ૧ ઝીણો કાપેલો કાંદો ૧ ચમચી ધાણા જીરું ૨ ચમચી લાલ મરચું ૨ ચમચી ઘી મીઠું ૧ મધ્યમ ટામેટું ૫૦ ગ્રામ માવો ૧ ચમચી ગરમ મસાલો ૧ ચમચી કાજુના ટુકડા અડધી ચમચી મરીનો ભૂક્કો ઝીણી કાપેલી કોથમીર રીત: પનીર બનાવી હાથથી છુટું કરી લો. ટામેટાને ઉકળતા પાણીમાં ૫ મિનીટ રાખી છાલ ઉતારી ઝીણા કાપી લો. ઘી ગરમ મૂકી કાંદા સાંતળો. માવો છીણી લઇ અલગ શેકી લો.કાંદો સાંતળી લો એટલે ટામેટાના ટુકડા નાખી ૫ મિનીટ પછી સૂકો મસાલો , માવો ,કાજુના ટુકડા, મીઠું […]

માલપુઆ સામગ્રી: મેંદો દોઢ કપ ખાંડ ૧ કપ ટાળવા માટે ઘી જરૂર મુજબ દૂધ અઢી કપ એલચી જરૂર મુજબ રીત: મેંદાને ચારણી થી ચાળી લો.પછી દૂધ નાખી બરાબર મિક્સ કરો.એલચી ના દાણા કૂટી નાંખો ૧ કપ પાણીમાં ખાંડ નાખી ૧ તારની ચાસણી તૈયાર કરો પછી ચાસણી ઠંડી થાય ત્યારે એમાં એલચી ના દાણા નાહી દો.૧ પહોળી કઢાઈમાં ઘી ગરમ કરો પછી એમાં મેંદા નું ઘટ્ટ ખીરું પાથરો ૧ તરફ બદામી રંગ નો તળાઈ જાય ત્યારબાદ પલટાવી દઈ બીજી તરફ શેકો હવે આ તૈયાર માલપુઆ ને ચાસણીમાં નાંખો થોડીવાર પછી પલટાવો […]

ફરસી પૂરી સામગ્રી: ૨૫૦ ગ્રામ રવો ૨૫૦૦ ગ્રામ મેદો મોણ માટે ઘી. હળદર, જીરૂ, મીઠું અને મરી. તળવા માટે તેલ. રીત : સૌ પ્રથમ રવો અને મેદો બંને ભેગા કરવા. થોડું આગળ પડતું ઘીનું મોણ નાખી ને લોટ બરાબર મીક્સ કરવો. હવે તમાં આખું જીરૂ , મીઠું, મરી અને સામાન્ય હળદર નાખવી. આ બધું બરાબર મેળવીને પૂરી જેવો લોટ બાંધવો. આ લોટને બરાબર કેળવવો. લોટના પૂરી જેવા લૂઆ બનાવીને તેની જાડી પૂરી વણવી. આ પૂરી કડક રહે તે માટે તેમાં ચમચી થી કાપા પાડવા. આ રીતે બધી પૂરી વણી લેવી. […]

ચટપટા કારેલાં સામગ્રી – કારેલાં ૨ કપ (પાતળી ગોલ સ્લાઈસમાં કાપેલાં), પાતળી લાંબી ડુંગળી ૧ કપ,લાલ મરચું ૨ ટી સ્પૂન, જીરા પાવડર ૨ ટી સ્પૂન , આમચૂર પાવડર ૧ ટી સ્પૂન, વરિયાળી અધકચરી વાટેલી ૧/૨ ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, તેલ તળવા માટે. બનાવવાની રીત – ૧ ટી સ્પૂન મીઠુ મિક્સ કરેલી કારેલાની સ્લાઈસ ૧૦-૧૫ મિનિટ સુધી રાખી મુકો. પછી બંને હાથોથી દબાવી તેનુ પાણી કાઢી નાખો. તેલ ગરમ કરીને તેમા ડુંગળી સોનેરી થતા સુધી તળી લો. પછી કારેલાના સ્લાઈસ પણ સોનેરી થતા સુધી તળી લો. તળેલી ડુંગળી અને […]

બ્રેડની ભેળ સામગ્રીઃ ૮ બ્રેડ સ્લાઈસ, અડધો કપ બાફેલા મસળેલા બટાકા, અડધો કપ છીણેલી કાકડી, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, એક ટામેટુ ઝીણુ સમારેલુ, ૪ લીલા મરચા, અડધો કપ ઝીણા સમારેલા ધાણા, બે ચમચી સેવ, અડધો કપ પાણીપુરીનો ભુકો, ૨ ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ. બનાવવાની રીત – બ્રેડને નાના-નાના ટુકદામાં કાપી લો. થોડુ તેલ ગરમ કરી આ ટુકડાને ફ્રાય કરો જેથી એ ક્રિસ્પી થઈ જશે. હવે તેને કાઢીને પેપર પર નાખી તેલ શોષી લો. હવે એક બાઉલમાં બ્રેડના ટુકડા નાખી, તેમા બટાકા, કાકડી, ડુંગળી, ટામેટા, લીલા મરચા અને […]

ખમણ સામગ્રી : ૫૦૦ ગ્રામ ચણાની દાળ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો) બનાવવાની રીત – સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો. ૧૦ મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ તેલને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી […]

વેજ ફ્રાઇડ રાઇસ સામગ્રી:- તેલ ૧૦૦ ગ્રામ લસણની પેસ્ટ ૨ ટી સ્પૂન આદુની પેસ્ટ ૨ ટી સ્પૂન લીલી સમારેલી ડુંગળી ૨૫૦ ગ્રામ કોબી ૨૫૦ ગ્રામ ગાજરના ટુકડા ૧૦૦ ગ્રામ લીલા વટાણા ૧૫૦ ગ્રામ લીલા સમારેલા મરચા ૫ થી ૬ લીલા સમરેલા ધાણા ૨ ટેબલ સ્પૂન સોયા સૉસ ૨ ટી સ્પૂન સરકો ૧ ટી સ્પૂન ચિલ્લી સૉસ ૧ ટેબલ સ્પૂન બાફેલા ચોખા ૨ કપ નમક સ્વાદ અનુસાર અજીનોમોટો ૧/૪ ટી સ્પૂન બાદીયા, તજ, લવિંગ, તીખા, તેજ પત્તા-વઘાર માટે રીત:- ૨ કપ બાસમતી ચોખાને બાફી લો.કડાઈ માં ૧૦૦ ગ્રામ તેલ ઉમેરો, તેલ […]

પાવભાજી સામગ્રી : ૧.૫ કપ બાફેલા બટેટાનો છૂંદો ૧ કપ ફલાવર બાફેલું ૦.૫ કપ વટાણા બાફેલા ૦.૫ કપ ગાજર બાફેલા ૦.૫ કપ કેપ્સીકમ (ભોલર મરચાં) બારીક સમારેલા. ૨.૫ કપ ટામેટા બારીક સમારેલા. ૦.૫ ચમચી હળદર, 0.5 લાલ મરચાંની ભૂકી, ૧.૫ ચમચો પાવભાજીનો મસાલો. ૦.૫ ચમચી સંચળનો ભૂકો, ૫ ચમચા બટર, મીઠું સ્વાદ અનુસાર. ૩-૪ કાશ્મીર મરચાં તેમજ ૪-૬ કળી લસણ વાટીને પેસ્ટ. (પીરસતી વખતે… ) ૧ કાંદો બારીક સમારેલો, ૪ ટુકડા લીંબુના, ૧ ચમચો કોથમીર બારીક સમારેલી. રીત : એક મોટા વાસણમાં બટર નાંખીને તેમાં કાંદા અને કેપ્સિકમ નાંખી સાંતળો. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors