ડાયાબિટીસ થવાનાં કારણો વારસાગત બીમારી : આ રોગ અમુક પ્રમાણમાં વારસાગત છે એમ મનાયું છે. લગ્ન કરનાર સ્ત્રી-પુરુષ બંને ડાયાબિટીક હોય તો તેમના બધાં બાળકોને ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે, પરંતુ એક બાજુ મા કે બાપ બેમાંથી એક ડાયાબિટીક હોય અને બીજી બાજુ પરિવારમાંથી દાદા, દાદી, કાકા-કાકીને પણ ડાયાબિટીસ હોય તો સંતાનને ૮૫ ટકા ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. મેદવૃદ્ધિ : મીઠાઈ, મિષ્ટાન્ન અને ચરબીવાળા ખાદ્યપદાર્થો, માખણ, ઘી વગેરે વિશેષ ખાવાથી મેદવૃદ્ધિ થાય છે. તેને પરિણામે ડાયાબિટીસ થવાનો સંભવ વધુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓ મોટે ભાગે અતિમેદવાળા હોય છે. ઓછું […]
સ્તનપાન થી થતા ફાયદાઓ તમારા શિશુને માંદગી સામે સ્તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્ય કોઈ પણ આરોગ્ય વ્યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્તનપાન કરાવ્યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્ઠ રસ્તો છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે. […]
જળ એ જ જીવન આપણું શરીર પંચમહાભૂતાત્મા છે. આ પાંચમાંથી એક તત્વ છે જળ. શ્રાવણી વર્ષામાં ઝરમરતા જળમાં જે તાજગી, શીતળતા અને આલ્હાદકતા છે, એ પંચમહાભૂતના બીજા કોઈ તત્વમાં નથી. આયુર્વેદમાં કહેવાયું છે કે, આપણું શરીર – દેહ પંચમહાભૂતોથી બનેલું છે. આ પંચ મહાભૂતો તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તમને ખબર છે, આ પાંચમાંથી માત્ર પાણીને જ જીવનનું નામ અપાયું છે એટલે કે પાણી એ જ જીવન છે. આપણી પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ ભલે ગમે એટલું ઘેરાયેલું હોય અને વાયુ વગર ભલે આપણે એક પળ પણ જીવી […]
મલ્લિકા સારાભાઈ ભારતીય શાસ્ત્રીય નૃત્ય નાટ્યકલાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકા નાની હતી ત્યારે તેમના પિતા ડૉ. વિક્રમભાઈ તેમને વાતોમાં જાતજાતની જીવનઘડતરની વાતો કરતા. તેઓ કહેતા : \”છોકરીએ ભણવું તો જોઈએ જ. છોકરા જેટલી જ શક્તિ મેળવીને સ્વતંત્ર બનવું જોઈએ. પછી ભલે તે પરણેલી હોય.\” મલ્લિકાએ પોતાના પિતાની આ વાત બરાબર પોતાના જીવનમાં ઉતારી છે. મનોવિજ્ઞાનમાં એમણે ડૉકટરેટ કર્યું છે અને મેનેજમેન્ટમાં પણ અનુસ્નાતક છે. મલ્લિકાએ પોતાના પતિ બિપિનભાઈ સાથે મળીને ‘મપિન‘ નામની […]
હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે કહેવાય છે કે : ‘એક શોકસભા શોકસભાની રીતે ન ભરી શકાય જો મંચ પર શ્રી જ્યોતિન્દ્ર દવેની ઉપસ્થિત હોય તો !’ આવા હાસ્યસમ્રાટ લેખકનો જન્મ ૧૯૦૧માં સુરત ખાતે થયો હતો. કોઈપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતાં પહેલા હાસ્યનું એક મોજું શ્રોતાઓમાં ફરી વળે એટલી પ્રભાવક તેમની લોકપ્રિયતા હતી. એમ.એ નો અભ્યાસ પૂર્ણ કરી સુરતની કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત થયા પછી પણ કચ્છ માંડવીની કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુનશીના ‘ગુજરાત’ માસિક દ્વારા ઘણા લેખો લખ્યા. તેમણે […]
અકબરનામા – અબ્દુલ ફઝલ અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ અનટોલ્ડ સ્ટોરી – બી. એન. કૌલ અવર ફિલ્મ્સ, ધેર ફિલ્મ્સ – સત્યજિત રે આઇન-એ-અકબરી – અબુલ ફઝલ આઝાદી – ચમન ન્હાલ આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્ડ આફ્ટર – દુર્ગાદાસ ઉર્વશી – દિનકરજી ઉત્તરરામચરિત – ભવભૂતિ કામસૂત્ર – વાત્સયાયન કાદંબરી – બાણભટ્ટ કુમારસંભવ – કાલિદાસ કૂલી – મુલ્કરાજ આનંદ ગણદેવતા – તારાશંકર બંદોપાધ્યાય ગાઇડ – આર. કે. નારાયણ ગ્લિમ્પસીસ ઑફ વર્લ્ડ હિસ્ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ ગીતા પ્રવચનો – વિનોબા ભાવે ગીતા રહસ્ય […]
અસમી : હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્વામી, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય. બંગાળી : રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશંકર બંદોપાધ્યાય, શરદચંદ્ર, વિષ્ણુદેવ, આશાપૂર્ણાદેવી, સુભાષ મુખોપાધ્યાય, શ્રીમતી મહાશ્ર્વેતા દેવી. ગુજરાતી : નરસિંહ મહેતા, મીરાંબાઇ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્દરમ્, ઉમાશંકર જોષી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ. હિન્દી : મલિક મોહમદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્દુ, હરિશ્ર્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મંથીલીશરણ ગુપ્ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્દ્રકુમાર જૈન, રામધારીસિંહ \’દિનકર\’, એચ. એસ. વાત્સ્યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્ત ત્રિપાઠી \’નિરાલા\’, ઉપેન્દ્રનાથ \’અશ્ક\’, ભગવતીચરણ વર્મા, યશયાલ, હશ્રિવંશરાય બચ્ચન, સુભદ્રાકુમારી ચૌહાણ.
જે લોકો પોતાના આહારમાં ફળ અને શાકભાજીઓનો ઉપયોગ કરે છે તેમને કેન્સર અને હ્રદયરોગ જેવી ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેવું ઘણાં બધા વૈજ્ઞાનિક સંશોધનો પરથી સાબિત થયું છે. અને તેથી જ ડૉકટરો પાંચ ફળ અને શાકભાજીઓ નિયમિત ખાવાની સલાહ આપે છે. ફળો અને શાકભાજીને તમે ગમે તે સ્વરૂપે લઈ શકો છો. તાજાં, ડબ્બામાં, થીજાવેલાં, રાંધેલા, રસ કાઢેલાં અથવા સૂકાયેલા સ્વરૂપમાં નિત્ય આહારમાં ફળ અને શાકભાજીનું સેવન કરી શકાય છે. શું તમે પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ લઇ રહ્યા છો ? ફોલિક એસિડ એ ‘B’ વિટામીન છે. ગર્ભવતી મહિલાઓ, […]
*અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. *આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતના પેટનો દુઃખાવો મટે છે. *શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં […]
કેટલીકવાર નાની નાના બાબતો તરફ આપણે ધ્યાન આપતા નથી. તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો. તમાર સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો. રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે. સામાન્ય સ્થિતિમાં જયારે શરીર થાકી જાય છે. ત્યારે તેની […]