બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં … કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા … ઈશ્વર પડ્યો નથી રસ્તામાં … સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે, સાચું છે એ પરમેશ્વર છે … પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં … રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા, એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા, નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં, નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં, પણ નશીબ હોય […]

ઈતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે ગોવિન્દ નામ લે કર ફીર પ્રાણ તનસે નીકલે શ્રીગંગાજીકા જલ હો યા યમુનાજીકા પટ હો મેરા સાંવરા નીકટ હો જબ પ્રાણ તનસે નીકલે શ્રી વૃદાવન સ્થલ હો મેરે મુખમેં તુલસી દલ હો વિષ્ણુ ચરણકા જલ હો જબ પ્રાણ તનસે નીકલે શ્રી સોહના મુકુટ હો મુખડે પે કાલી લટ હો યે હી ધ્યાન મેરે ઘટ હો જબ પ્રાણ તનસે નીકલે સન્મુખ સાઁવરા ખડા હો બંસીમેં સ્વર ભરા હો તીરછા ચરણ ભરા હો જબ પ્રાણ તનસે નીકલે જબ અંતકાલ આવે કોઈ રોગના સતાવે યમ […]

જો ગુરુની આંગળીનો અગ્ર ભાગ પ્રમાણમાં ચપટો હોય તો તે વ્યક્તિમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. તેનું મન ચંચળ હોય છે અને એકાગ્રતાનો અભાવ હોય છે. જો ગુરુની આંગળીનો મધ્ય પર્વ લંબાઇમાં વધુ હોય તો તે વ્યક્તિમાં સક્રિયતાનો પણ અભાવ હોવાનું જણાય છે. તેનાથી વિરુદ્ધ તે મોટેભાગે કલ્પના પ્રિય અને તર્કમાં કુશળ હોવાનું જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે. જો ગુરુની આંગળીનો અગ્રભાગ અણીવાળો અથૉત્ શંકુ આકારનો હોય તો તે વ્યક્તિ હોશિયાર અને કોઇ કળાના ક્ષેત્રમાં અગ્રણી હોવાનું પણ જણાય છે. જોકે, તેનામાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ […]

વિદ્યાની દેવી સરસ્‍વતી શારદા એટલે કે દેવી સરસ્‍વતી, જેને આપણે વિધ્યાની દેવી તરીકે પુજીએ છીએ. આ દેવી શારદાનો મહિમા એટલો અપરંપાર છે કે સૃષ્ટિ રચયિતા બ્રહ્મા, પાલનકર્તા વિષ્‍ણુ અને સૃષ્ટિનો વિનાશ જેમના હાથમાં છે તે દેવાધિદેવ મહાદેવ પણ અર્ચના કરે છે. દેવી સરસ્‍વતી જ્ઞાનની સૌરભ પ્રસરાવનારી છે, શીતળતા આ૫નારી છે અને તેનાથી સાચા વૈભવના દર્શન થઈ શકે છે. દેવી શારદાની શ્રધ્‍ધાપૂર્વક ભક્તિ કરનારને તેના જીવનમાં શાંતિ, શિતળતા, શોભાની અભિવૃધ્ધિતો થાય જ છે. પરંતુ તે સમગ્ર સમાજને જ્ઞાનરૂપી પ્રકાશ આપીને તેને નવજીવન બક્ષે છે. દેવી સરસ્‍વતીના સાચા ભક્ત થવા માટે સાચો […]

કોઇ પણ પૂજા, જપ વગેરે કર્યા બાદ અગ્નિમાં આપવામાં આવતી આહુતિની પ્રક્રિયા હવનના રુપમાં પ્રચલિત છે. કોઇ ખાસ ઉદ્દેશથી દેવતાઓને આપવામાં આવતી આહુતિ એટલે યજ્ઞ. જેમાં દેવતા, આહુતિ, વેદમંત્ર, દક્ષિણાનો સમાવેશ થાય છે.પુત્ર પ્રપ્તિની કામનાથી પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવવામાં આવે છે, જે મહારાજા દશરથે કરાવતા શ્રીરામ સહિત ચાર પુત્ર પ્રાપ્ત થયા હતા. અશ્વમેઘ યજ્ઞ માટે એવું કહેવામાં આવે છે કે જે સો વાર આ યજ્ઞ કરે તેને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય છે. રાજાઓ રાજસૂય યજ્ઞ કરાવતા હતા. યુધિષ્ઠિરે પોતાની કીર્તિ જાળવી રાખવા અને પોતાના રાજ્યની સીમાઓ વધારવા માટે રાજસૂય યજ્ઞ કરાવ્યો […]

ભક્ત ભગવાનની પૂજામાં ફળ, જળ, પત્ર, ફૂલ વગેરે પૂજા સામગ્રીનો ઉપયોગ કરી તેને પ્રસન્‍ન કરવા પ્રયત્‍ન કરે છે. ભકત દ્વારા ઉપયોગમાં લેવાતી આ પૂજા સામગ્રી તો માત્ર પ્રતિક સમાન છે. અસલ વસ્‍તુ ભક્તનો પ્રભુ પ્રત્‍યેનો ભાવ છે, અને પ્રભુ તે ભાવના આધારે જ પોતાના ભક્તની ભક્તિનું મૂલ્‍યાંકન કરતા હોય છે, અને ખુદ ભક્ત પણ આ વાત સારી રીતે જાણતો હોય છે. પરંતુ જેમ નિરાકાર ઈશ્વરની ઉપાસના માટે આપણે સાકાર પથ્‍થરની મૂર્તિ સામે બે હાથ જોડીને ઉભા રહીએ છીએ તેમ ભક્તની સાચી ભક્તિ તેની સાચી ભાવના ઉપર જ આધારીત હોય છે […]

આંત‍રીક સૌદર્યનું પ્રતિક – શ્રીફળ             માણસો બે પ્રકારના હોય છે. અમુક બહારથી સજ્જન દેખાય છે પરંતુ અંદરથી કઠોર, કડવા કે દુર્જન હોય છે. તેઓનો બહારનો દેખાવ જ સજ્જનતાભર્યો કે સુંદર હોય છે. જયારે અમુક માણસો બહારથી કડવા કે અણગમતા જોવા મળે છે. પરંતુ અંદરથી તેઓનું વ્‍યકિતત્‍વ અતિ સજજનપૂર્ણ, મીઠી વીરડી સમાન હોય છે, અને આવા માણસો જ મહાપુરૂષો તરીકે પુજાય છે. નાળિયેરનું પણ એવું જ છે તે બહારથી ખરબચડું, રૂંછાવાળું, કઠોર કાંચલા ધરાવતું પરંતુ અંદર કોમળ, મધુર હોય છે અને શ્રી ફળ તરીકે દેવ […]

આપણે કોઈપણ શુભકાર્યની શરૂઆત કરીએ છીએ પરંતુ તે કાર્ય કોઈપણ વિધ્ન વગર પૂર્ણ થાય તેની ખાત્રી પણ રાખીએ છીએ. આ માટે સાથિયો એટલે કે સ્‍વસ્તિક મંત્ર બોલવામાં આવે છે, અને તેનું પ્રતિક મૂકવામાં આવે છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્‍લેખો જોવા મળે છે કે ઋષીમુનિઓ પોતાના લેખનની શરૂઆતમાં

સદગુરુ વચનના થવા અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે … સદગુરુના. અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે નહીં થાય સાચેસાચી વાત, આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે પ્રભુજી દેખાશે આપોઆપ રે … સદગુરુના. સત્સંગ રસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પીવનહાર, તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે ત્યારે અરસપરસ મળશે એકતાર રે … સદગુરુના. ધડ રે ઉપર જેને શીશ નવ મળે એવો ખેલ છે ખાંડા કેરી ધાર, એમ રે તમારું તમે શીશ ઉતારો તો તમને રમાડું બાવન વાર રે … […]

મુજ અબળાને મોટી મીરાત બાઈ; શામળો ઘરેણું મારું સાચું રે. વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી; હાર હરિનો મારે હૈયે રે. ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો; શીદ સોની ઘેર જઈએ રે. ઝાંઝરિયાં જગજીવન કેરાં; કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે. વિંછુવા ઘૂઘરા રામ નારાયણના; અણવટ અંતરજામી રે. પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી; ત્રિકમ નામનું તાળું રે. કૂંચી કરાવું કરુણાનંદ કેરી; તેમાં ઘરેણું મારું ઘાલું રે. સાસરવાસો સજીને બેઠી; હવે નથી કંઈ કાચું રે. બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; હરિને ચરણે જાચું રે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors