પરિચય : પીલડી (કાકમાચી, મકોચ) ના છોડવા ચોમાસે ઘણા ઉગી આવે છે, જે બારે માસ જોવા મળે છે. તે છોડ ૧ થી ૩ ફીટ ઊંચા વધે છે. તેની શાખાઓ મરચી, રીંગણી કે ધંતુરાની ડાળીઓ પેઠે આડી-અવળી નીકળેલી હોય છે. તેના પાન મરચીના પાનને મળતા, ભમરડા જેવા ૪ થી ૧૦ ઈંચ લાંબા હોય છે. તેની પર ધોળા રંગના, લાલ મરચીને આવે છે તેવા તથા ગુચ્છામાં ફૂલો આવે છે. તેના ફળ ગોળ વટાણા જેવડાં, નાની ગુંદી જેવાં, ચીકણા, રસદાર, કાચા હોય ત્યારે લીલા રંગના પણ પાકે ત્યારે પીળા થઈ કાળા રંગના, ખૂબ […]

ગુરૂ કોને કહેવાય ? * ગૂચવાડો મટાડે. * ગુ=અંધકાર રૂ=પ્રકાશ. જે અંધકાર ઉલેચી નાખે અને પ્રકાશ ભરી દે તે ગુરૂ. * આજ્ઞાનનો નાશ કરે અને જ્ઞાનની જયોત પ્રગટાવે તે ગુરૂ. * જે માર્ગદર્શન આપે પણ બોજારૂપ ના બને તે.

ભારતના ચાર ધામ :રામેશ્વર-૪   તમિલનાડુના રામનાથપુરમ નામના જીલ્લામાં રામેશ્વર નામના ટાપુ પર આ પવિત્ર સ્થળ આવેલુ છે ભગવાન રામે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રામેશ્વર પડેલું છે આ દ્વીપ પર પહોંચવા માટે મદ્ભાસથી રેલ્વે અથવા ધોરી માર્ગે તિરુચાલપલ્લી અને મદુરાઈ થઈને દરિયા કિનારે આવેલ મંડપ સુધી ગયા બાદ અહીંથી સમુદ્ભ પર બાંધવામાં આવેલ આઠેક કિ.મી.નો રેલ્વે પુલ ઓળંગ્યા પછી પાપ્બન નામનું રેલ્બે જંકશન આવે છે. અહીંથી એક રેલ્વે લાઈન ઉત્તરમાં રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર ૬૬૫ કિ.મી. દુર છે. રામેશ્વર તમિલનાડુમાં આવેલો એક દ્વીપ […]

ભારતના ચાર ધામ :બદરીનાથ-૩ બદરીનાથ   ઉત્તરાખંડની પુણ્યભૂમિમાં કેવાં કેવાં સુંદર સ્થાનો છે તેમા બદરીનાથ હિમાલયની દેવભુમીનું પવિત્ર સ્થાન છે અલકનંદાના પવિત્ર કિનારે બદરીનાથ તીર્થ ૩૧૧૦ મીટર ઊંચાઇએ આવેલ છે.આધ્ય શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત ચારધામ પૈકીનું પાવનધામ બદરીનાથ અથૉત્ જ્યોતિર્મઠ. જેમ શિવ સદાય કાશીમાં રહે છે તેમ ભગવાન વિષ્ણુ સદાય સાક્ષાત્ બદરીનાથમાં વિરાજે છે. યાત્રાના ચિરપરિચિત, સર્વસુલભ પથ પરથી પસાર થતા પ્રવાસીને જુદાં જુદાં તીર્થો ને સુંદર સ્થાનોના દર્શનનું સૌભાગ્ય સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થતું હોય છે હિંદુ સંસ્કૃતિનો મૂળ આધાર ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. ત્યારબાદ હિંદુ […]

ખરો ગરીબ કોણ? * નબળા વિચારો કરે તે. * પોતાની પાસે જે સંપતિ હોય તેનો પણ યોગ્ય ઉપયોગ ન કરી શકે તે. * જેનું હૃદય આદ્ર નથી તે.

આ પૃથ્વી પર મોટી ધટના કઈ લાગે છે ? શાશ્વત તત્વોનો નાશવંત એવા શરીરમાં પ્રવેશ અને સમય પુરો થયે એનો ત્યાગ.

સૌન્દર્યને પામવા કયાં ગુણો આવશ્યક છે ? * ઉદારતા. * ત્યાગની ભાવના. * નિર્દોષ જીવન. * ભાવુક્તા- આશ્રર્યના ભાવની હાજરી. * ઉદાસીન વ્રુતિ અથવા ઇન્ટ્રિયો પરનો સંયમ.  

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors