અન્તઃકરણ એટલે શું? * જિવાત્માની ક્રિયાશક્તિ. * એ એવી શક્તિ છે જે બધી ઇન્દ્રિયોને પ્રવૃતિ કરવા પ્રેરે છે. * મન,બુધ્ધિ,ચિત અને અહંકાર એ ચાર અન્તઃકરણના વ્યાપાર અથવા વિભાગ છે -તેમાં વિકલ્પ કરે તે મન. -પદાર્થનો નિશ્ચય કરે છે તે બુધ્ધિ. -સ્વાર્થ અથવા પરમાર્થનું ચિંતન કે અનુસંધાન કરે છે તે ચિત. -;હું છુ\’ એવો ભાવ રહે છે તે અહંકાર.

ધ્યાન કોને કહેવાય? * કેન્દ્રવર્તી વૃતિને. * ચિતની વિચારશુન્ય સ્થિતિને. * સરળ રીટે કહેવું હોય તો ચિતમાં કશાનો સંગ્રણ ન કરવો એ ધ્યાન છે. * બહારના જે પદાર્થો,વિચારો ચિતમાં પ્રવેશી ગયા છેએમને બહાર કઢી નાખવા એ ધ્યાન છે * માન્યતાઓનો ત્યાગ. * મનનો લય થઈ જાય તેને. * વિકલ્પ વિનાની,દ્રન્દ્ર વિનાની સ્થિતિ. * ચૈતન્યની નિરંતર સ્મૃતિ;સતત જાગૃતિ. * ઝેન ગુરુઓ મનના અભાવને ધ્યાન કહે છે.

ભુખ કેટલા પ્રકારની છે ? * ત્રણ પ્રકારની -શરીરની ભુખ ભોજન દ્રારા શમે. -મનની ભુખ પરમ શાંતિ અનએ આનંદ પામવાથી શમે. -બુધ્ધિની ભુખ સૃષ્ટિનું ગહન સત્ય જાણાવાથી શમે.

પવિત્રતા કયાં ધરમાં નિવાસ કરે છે ? * જે ગ્રુહમાં કલેશ કે કંકાશ નથી. * સ્નેહ અને સભ્યતા છે. * શુભ આચાર વિચાર છે. * સંપ અને સંતોષ છે. * પ્રભુભક્તિ છે. * સ્વછતા માટેની તાલાવેલી છે અને કોઈનો દોષ જોવાની દષ્ટિ નથી.

નાસ્તિક કોને કહેવો ? * જે \”નહી\”થી આગળ વધી શકતો નથી અથવા જેનું વલણ નિષેધાત્મક હોય. * જેન પોતાના ઉપર પણ વિસ્વાસ નથી તે. * પરમ શક્તિ કે પરમાત્મા વિશે શ્રધ્ધા ન હોય. * મનુષ્યમાં રહેલ ઈશ્વરત્વનો જે સ્વીકાર ન કરતો હોય. * મનુષ્યમાં રહેલી ભલાઈમાં જેને શ્રધ્ધા ન હોય. * પોતા પરથી જેને વિસ્વાસ ઉઠી ગયો હોય..

ભગવતનામ લેતી વેળા શરુઆતમાં શેની જરુર છે ? * શ્રધ્ધાની,ધીરજની અને સાતત્યની.

શેમાથી બચવા જેવું છે ? * ભોગવિલાસમાંથી. * મહાત્વાકાંક્ષાઓમાથી. * ત્યાગના અહંકારમાથી.

ગુરૂનો મહિમા શા માટે છે ? * ગુરૂનો અર્થ છે મોટું અને ભારે.બીજો અર્થ છે માર્ગદર્શક અને ભોમિયો.એમાં માર્ગદર્શકનો મહિમા છે;પણ માર્ગદર્શકે પ્રવાસીને પોતાની પાસે રોકવો ન જોઈએ. * ગુરૂ સંસારસાગરની નૌકા છે. * પરમાત્માને પામવાનું પ્રવેશ દ્રાર છે. * પરમાત્માની પરમ સુગંધ છે. * અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે ગુરૂ છે.

સમાજ કોને માફ નહી કરે ? * જે નિર્દય છે. * જે પોતાના સ્વાર્થમાં અંધ બની અન્યનું અહિત કરતો રહે છે. * જે સમાજની અવગણના કરે. * જે નિષ્કારણ પાપ આચરે છે, દુષ્ટ બને છે,ભષ્ટ બની અન્યને ભષ્ટ કરે છે,આતંક ફેલાવે છે અને જે નીતિમય છે તેને પજવે છે અને સુંદરને અસુંદર કરી મુકે છે.

દિવ્ય આનંદનો અનુભવ કેમ નથી થતો? * ઇચ્છાઓના વમળો ઊઠયા કરે છે ? * રાગ-દ્રેષનાં તોફાનો જાગ્યા કરે છે. * આસકિતના મૂળ ઊડાં જાય છે ઍટલે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors