આનંદ કયાથી મળે ? * આપણે પોતે આનંદરુપ હોવા છતાં બહારથી આનંદ મેળાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઍટાલે બાહ્ય આનંદ ક્ષણિક નીકળે છે,બહારની સ્થિતિ આપણને વશ નથી,બદલાયા કરતી હોય છે. * આનંદ વસ્તુમાં નથી,આપણે આપણા આનંદનું પ્રતિબિંબ વસ્તુઓમાં જોઈએ છીએ એટાલે વસ્તુઓમાં આનંદ લાગે છે,હકીકતે તે આપણા આનંદનું જ પ્રતિબિંબ છે,આત્મા સ્વંય આનંદરુપ છે શરીર દ્રારા ભોગ ભોગવવાથી આનંદ મળૅ છે તે અજ્ઞાન છે. * આપણી અંદરથી જ આનંદનું ઝરણૂ ફુટે છે અંદર ઉપાધિરહિત સ્થિતિ જન્મે એટલે આનંદ જ છે અને આનંદ હોય ત્યાં શાંતી હોય.

ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.

આપણામાં ભેદદષ્ટિ કયાં સુધી રહેવાની? * બુધ્ધિ વડે જ બધું જોઈએ ત્યા સુધી.

સર્વોતમ પરાક્રમ કયું ? * દેહભાવથી અલગ રહેવું તે. * અંતકાળ સુધી નિષ્પાપ જીવન જીવવું. * \’હુ\’નો-અહમનો હરિમાં લય કરી દેવો અથવા આત્મસાક્ષાત્કાર કરવો. * વિચાર,વાણી અને વર્તનમાં એકરૂપતા રાખવી. * જેવા છીએ તેવા દેખાવું.

સંકટ આવે ત્યારે શું કરવું ? * સામનો કરવો. * ભાગવું નહી,પરિસ્થિતિ અંગે જાગી જવું. *સંકટને બરાબર સમજી તેનો ઉપાય શોધવો અને હિંમત હાર્યા વગર સંકટને પડકારવું. * નાસીપાસ થયા વિના તેમાંથી બહાર નીકળવાનો અવિરત પુરુષાર્થ કરવો.

હિમાલયના પાંચ કેદાર : ૧. કેદારનાથ ‘પંચ કેદાર’ એટલે પાંચ કેદારમાં એક વિશિષ્ટતા એ છે કે દરેકમાં શિવજીના અલગ અલગ ભાગોની પૂજા થાય છે. જેમ કે કેદારનાથમાં પુષ્ઠભાગની, તુંગનાથમાં બાહુની, રૂદ્રનાથમાં મુખની, કલ્પેશ્વરમાં જટાની અને મહમહેશ્વરમાં નાભિની પૂજા થાય છે. આ કેદાર મંદિરો વળી પ્રકૃતિના અલૌકિક-આઘ્યાત્મિક સ્વરૂપનું પણ ધામ છે. શિવપુરાણમાં કથા છે તે મુજબ મહાભારતના યુઘ્ધમાં પાંડવો જીત્યા હતા પરંતુ પોતાના પરિવારના અનેક લોકોને માર્યા હતા તે સર્વે સગા હોવાથી ‘સગોત્ર’ હતા તેની અગોત્ર બાંધવોની હત્યાનું પાપ તેના ઉપર હતું. શિવજી આનાથી નારાજ હતા તેથી દર્શન આપવા તૈયાર (રાજી) […]

કોના પર વિશ્વાસ ન મૂકી શકાય? * અહંકાર ઉપર.

કઈ વ્યક્તિ નિષ્ફળતા સામે ઝુઝી શકે ? * પુરુષાર્થ અને પરમાત્માની કૃપામાં અટળ વિશ્વાસ રાખનાર વ્યક્તિ.

* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. * આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. * હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્‍ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે. * રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. * ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા […]

અંબાજી શ્રદ્ધા અને આસ્‍થાના પ્રતીક રૂપે ‘મા’ અંબાજીના દર્શને દેશ-વિદેશમાંથી દર વર્ષે લાખ્‍ખોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અંબાજી ‘મા’ નું મંદિર ૫૧ શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ વર્ષનો મોટામાં મોટો ઉત્‍સવ-મેળાનું આયોજન થાય છે. જે એક સપ્‍તાહ સુધી ચાલે છે. વર્ષાઋતુ પછીના સમયગાળા દરમિયાન ખેતીકામથી નવરાશના સમયગાળામાં ખેડૂત અને કૃષિ સંબંધિત વ્‍યાપાર-ધંધા સાથે જોડાયેલો મોટો વર્ગ ‘મા’ અંબાના દર્શને આવે છે. ‘મા’ અંબાજીના મંદિરમાં ‘મા’ ના પ્રાગટ્ય વિશે હજુ કોઇ જાણી શક્યું નથી. ‘મા’ના સ્‍વરૂપનું મંદિર ગબ્‍બર પર્વતની ટોચ પર આવેલું છે. પુરાણોની કથા અનુસાર ‘મા’ અંબા […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors