જીન ટેકનોલોજીના વિકાસ (વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્‍કાર)

તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્‍સર, ડાયાબિટીસ, બ્‍લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના પ્રતિકાર માટેના સંસોધનો ચાલે છે. જીનોમ પ્રોજેક્ટને સફળતા મળતા હવે આનુવંશિક રોગોને નાબૂદ કરવામાં સફળતા મળશે તેવું તબીબી વિજ્ઞાન માને છે. આજે સ્‍ટેમશેલ ઉપર ખૂબ જ સંશોઘનો ચાલે છે તે ઉપરાંત બાયોટેકનોલોજી અને જીનેટીક એન્‍જીનિયરીંગનો વિકાસ થઇ રહેલ છે.
જીન ટેકનોલોજી ખુબ જ રસદાયક અને નવીનત્તમ સંશોધન કરનારા વૈજ્ઞાનિકોની ત્રિપુટીને ૨૦૦૭ના શરીરશાસ્‍ત્ર તેમજ ઔષધશાસ્‍ત્રનો નોબેલ પુરસ્‍કાર આપવામાં આવેલ છે. તેમાં સૌ પ્રથમ ૭૦ વર્ષના વૈજ્ઞાનિક મારિઓ આર. કેપચી જેઓ હાવર્ડ અને હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટી ઓફ યુટાર અમેરિકાના છે તો બીજી યુનાઇટેડ કિંગ્‍ડમની કાર્ડિફ યુનિવર્સિટીના સર માર્ટિન જે. ઇન્‍વાસ છે તેઓ ૬૬ વર્ષના છે. ત્રીજા વૈજ્ઞાનિક ૮૨ વર્ષના ઓલિવર સ્મિથિસીઝે છે તેઓ અમેરિકા ખાતે આવેલી નોર્થ કેરોલીન ચેપલ રીલમાં સંશોધન કરે છે. આ ત્રણેએ ઉંદરમાં ગર્ભાસયના સ્‍ટેમશેલની અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવા પ્રકારની જાત ઉત્‍પન્‍ન કરી. છેલ્‍લા ૨૦ વર્ષથી આ ક્ષેત્રે થતા સંશોધનમાં એક નવી જ દિશા કંડારી છે. આજ ત્રિપુટીને ૨૦૦૧માં લશ્કર પાઇઝે જીવ વિજ્ઞાનનો પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલ છે. આ સંશોધન કાર્યને જીન ટાર્ગેટીંગ ઇન માઇઝ તરીકે ઓળખવામાં આવે છે. ઉંદરને ધ્યાનમાં રાખી નિશ્ર્વિત જીનને ટાર્ગેટ બનાવી એક નવીન જાત વિકસીત કરવાની એક નવી ટેકનોલોજી વિકસાવી છે.
આપણા શરીરમાં ડીએનએ એટલે કે ડિઓકિસરી બોન્‍યુકિલઇક એસિડ હોય છે. તેનું બંધારણ કુંતલ-શીળી જેવું હોય છે. તેમાં દશ જોડ ન્‍યુકિઓટાઇડ આવેલા છે. આ ડીએનએમાં નાઇટ્રોજન બેઇઝ રહેલા હોય છે તેમજ તેના કેન્‍દ્રોમાં હરીતકણો અને કણાભસૂત્રો જેને આપણા શરીર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે તે આદેશ દાતા છે તેમજ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે.
એ જ રીતે શરીરમાં આરએનએ એટલે કે રિબોન્‍યુકિલઇક એસિડ તેમાં થાઇએમિન પ્રકારના નાઇટ્રોજન બેઇઝ હોતા નથી તે રિબોઝ શર્કરા ધરાવે છે. તેમાં કોષરસ તેમજ રિબોઝોમ્‍સ રહેલા હોય છે તે આદેશ નુ પાલન કરે છે તેમજ પ્રોટીનનું સંશ્ર્લેષણ કરે છે.
દરેક ડીએનએમાં જનીન રહેલા હોય છે. એ જ રીતે ઉંદર માં અભ્‍યાસ કરવામાં આવ્‍યો તેના જીનોમનો અભ્‍યાસ કરતાં જણાયું કે તેમાંથી જીન કાઢી અથવા ઉમેરી શકાય એટલે દાખલ કરી શકાય છે. આવા ફેરફાર કરેલા ઉંદરને નોક-આઉટ અને નોકઇન કહેવાય છે. એટલે કે ઉંદરમાં ખાસ પ્રકારના નિશ્ચિત કરેલા જીનોમમાં જીન કાઢી અથવા ઉમેરી શકાય છે. તેની અસરો શું થાય છે તે જાણીને અમુક રોગ પ્રતિકાર થઇ શકે તેમજ સ્‍વાસ્‍થ્ય જાળવી શકાય. ઉંદરના જીનોમના અભ્‍યાસ પરથી માનવીના જીનોમનાં અભ્‍યાસ કરવામાં મદદરૂપ થાય છે. આ માટેના અભ્‍યાસ માટે અમેરિકાની લેક્ષીસીઅન ફાર્માસ્‍યુટિકલને લાયસન્‍સ આપવમાં આવ્‍યું છે. આ ઉપરાંત વિવિધ દેશોમાં ઉંદરના જીનમાંથી અમુક જીન દૂર કરી જેને નોક આઉટ કહે છે તેના અભ્‍યાસ પેટન્‍ટ આપવામાં આવી છે. પ્રાણીઓમાં ૨૦૦૦૦ જીન્‍સ રહેલા છે. ૧૯૮૯માં નોક-આઉટ ઉંદરની જાત ઘણી વિકસાવવામાં આવેલી. ગર્ભમાંથી મેળવેલા ખાસ પ્રકારના જીન ગર્ભાશયનો કઇ રીતે વિકાસ કરે છે તેના અભ્‍યાસ ઉંદરમાં કરવામાં આવ્‍યો. તેના દ્વારા જે નવી જાતી ઉંદરની ઉત્પન્‍ન થઇ તેને નોક-આઉટ ટેકનોલોજી અથવા જીન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. માનવીની ખામીઓ દૂર કરવા માટે આ પ્રકારે વિવિધ ૫૦૦ ઉંદર તૈયાર કરવામાં આવ્‍યા છે. જેના દ્વારા હૃદયરોગો, ડાયાબટીસ તેમજ મગજના રોગોની જાણકારી માટે ઉપયોગ કરવામાં આવશે.
આવા પ્રકારની જીનેટીક ઘટનાને સમાંગ ફરી ભેગું કરવું તેમ કહેવામાં આવે છે. જેમાં એકસરખા જીન ભેગા કરી તેનો ઉછેર કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૫૮ બેકટેરીયામાં આ પ્રકારની ઘટનાનું નિર્દેશન જોસૌ લેડબર્ગે કરેલું. આ માટે તેમને નોબેલ પુરસ્‍કાર પણ આપવામાં આવેલ. પરંતુ ડીએનએ અને રંગસૂત્રની મદદથી સમાંગ જીનમાં ફેરફાર કરી વિવિધ જાતીઓ ઉત્પન કરી શકાય છે. ઉપરાંત તેવા જ પ્રકાર ની ઉત્પતિ વિકસીત કરી શકાય તેમ છે.
*    *    *
Mario R. Capecchi


Sir Martin J. Evans


Oliver Smithies



ડૉ.રમેશભાઇ ભાયાણી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors