મૂત્રમાર્ગની પથરી અને તેનો ઈલાજ

શરીરમાં ખાધેલા ખોરાક પચે નહીં. તેમાં ક્ષાર એકઠા થાય.ત્યારે પથરી થતી હોય છે. પિત્તાશયની પથરીને ગોલ્ડબ્લેડર કહે છે. તથા મૂત્રમાર્ગની પથરીને સ્ટોન કિડની કહે છે. મૂત્રાશયની પથરીને હોમોયોપેથીમાં વાઢકાપ વગર દૂર કરી શકાય છે. મૂત્રાશયની પથરીની પીડા અસહ્ય હોય છે. મૂત્રમાર્ગમાં જયારે પથરી થાય ત્યારે ભયંકર પીડા અને અસહ્ય બળતરા થતી હોય છે. આપણે રોજબરોજના ખોરાકમાં ફળો, શાકભાજી, અનાજ વગેરે લેતા હોઈએ છીએ તે પચ્યા પછી તેમાંથી વિટામિન, આયર્ન, પ્રોટીન, મિનરલ વગેરે છૂટા પડે છે. તે તમામનું શુદ્ધિકરણ કિડનીમાં થાય છે. ખોરાકમાં જો ઓકસલેટ નામનું તત્ત્વ વધારે હોય તો કિડની પર બોજો વધી જતો હોય છે. તેની ગાળણ પ્રક્રિયામાં કિડનીમાં રજકણો ભરાઈ જાય છે. તે રજકણો ભેગા થાય ત્યારે તે પથરીનો આકાર લે છે. આ પથરી પિત્તાશયમાં કે કિડનીમાં થઈ શકે છે.જો શરીરમાં પાણી ઓછું હોય તો લોહીમાંના ક્ષાર ઓગળવાનું કામ ધીમું પડી જાય છે અને બનવા લાગે છે તેમાંથી પથરી. ખોરાકમાં નાવિન્યનો અભાવ હોય, વિટામિનની ઉણપ હોય ત્યારે પણ પથરી થવાનું જોખમ વધી જાય છે. જયારે રોગી પથારીમાં હોય ત્યારે મુત્રાશયમાં સાઈટિ્રક એસિડનું પ્રમાણ વધી જાય છે. તેથી પણ પથરી થઈ શકે છે. હાઈપર થાઈરોડ નામના રોગમાં પણ પથરીનું જોખમ વધે છે. મુત્રાશયમાં બનતી પથરી બે પ્રકારની હોય છે. જેમાં કેલ્શિયમ ઓકઝલેટ અને ફોસ્ફેટ એમ બે પ્રકાર પડે છે. કયા પ્રકારની પથરી છ? તે જાણવા લેબમાં જઈ પેશાબની તપાસ કરાવવી પડે છે. લેબમાં તેમાં પરસેલનું પ્રમાણ વધ્યું છે કે નહીં તે જાણવા મળે છે. ચોકકસ નિદાન માટે ગ્લરે આઈ વી પી ( ઈન્ટ્રા વિનસ થાઈલોગ્રાફી) મોનોગ્રાફી વગેરેથી તે જાણી શકાય છે. લક્ષણો – – રોગીને કમરથી મુત્રાશયમાં પુષ્કળ દુખાવો ઉપડે છે. – પેશાબમાં બળતરા થાય છે. – પેશાબ અટકી અટકી ને આવે છે. – ઊલટી – ઊબકા આવે. ભૂખ ન લાગે. – પેટ ભારે થઈ જાય. જાણે ગેસથી પેટ ફૂલ્યું હોય. -ઝીણો તાવ રહે. સાંધામાં બહુ દુખાવો થાય. – માથું દુખે, જાતીય શકિત ઓછી હોય તેવું લાગે. – રોગીને દુખાવો બહુ ઊપડે ત્યારે તે પોતાનું લિંગ હાથમાં પકડીને ખૂબ ચોળે છતાં તેને સહેજ પણ રાહત થાય નહીં. ઉપાયો – શકય એટલુ વધુ પાણી પીવું – ક્ષાર વગરનું ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું. -વિટામિન એ વધારે પ્રમાણમાં લેવું. ગાજર, મૂળા વધુ ખાવા. – વિટામિન સી પણ વધારે માત્રામાં લો ( સંતરા, નારંગી, મોસંબી, લીંબું) – રસાયણ ચૂર્ણ કે રસાયણ ટેબ્લેટનો ઉપયોગ વધારવો. ચેતવણી- મૂત્રમાર્ગમાં વારંવાર પથરી થતી હોય તો તે પ્રમાણ ઘટે તેવાં પગલાં ભરવાં હિતાવહ છે. નહીંતર કિડની ફેલ થઈ શકે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors