મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-\’ખોરાકના પ્રયોગો

ખોરાકના પ્રયોગો

ઘેરમાં મીઠાઇઓ, મસાલા વગેરે મંગાવ્યા હતાં તે બંધ કર્યા અને મને બીજું વલણ લીધું. તેથી મસાલાઓનો શોખ મોળો પડી ગયો અને જે ભાજી રિચમંડમાં મસાલા વિના ફીફી લાગતી હતી તે કેવળ બાફેલી સ્વાદિષ્ટે લાગી. આવા અનેક અનુભવની હું શીખ્યોજ કે સ્વાદનું ખરુ સ્થાન જીભ નથી પણ મન છે.
આર્થિક દષ્ટિ તો મારી સામે હતી જ. તે વખતે એક પંથ એવો હતો કે જે ચાકૉફીને નુકસાનકારક ગણતો અને કોકોનું સમર્થન કરતો. કેવળ શરીરવ્યાપારને અર્થે જોઇએ તે જ વસ્તુ લેવી એ યોગ્ય છે એમ સમજયો હતો. તેથી ચાકૉફીનો મુખ્યત્વે ત્યાગ કર્યો, કોકોને સ્થાન આપ્યું .
વીશીમાં બે વિભાગ હતા. એકમાં જેટલી વાનીઓ ખાઓ તેના પૈસા આપવાના. આમાં ટંકે શિલિંગ બે શિલિંગનું ખર્ચ પણ થાય. આમાં ઠીક સ્થિતિના માણસો આવે. બીજા વિભાગમાં છ પેનીમાં ત્રણ વાની અને રોટીનો એક ટુકડો મળે. જયારે મેં ખૂબ કરકસર આદરી ત્યારે ઘણે ભાગે હું છ પેનીનો વિભાગમાં જ જતો.
ઉપરના અખતરાઓમાં પેટા અખતરાઓ તો પુષ્કળ થયા. કોઇ વેળા સ્ટાર્ચવાળા ખોરાક છોડવાનો, કોઇ વેળા માત્ર રોટી અને ફળ ઉપર નભવાનો, તો કોઇ વેળા પનીર, દૂધ અને ઇંડાં જ લેવાનો.
આ છેલ્લો અખતરો નોંધવા જેવો છે. તે પંદર દિવસ પણ ન ચાલ્યો. સ્ટાર્ચ વિનાના ખોરાકનું સમર્થન કરનારે ઇંડાંની ખૂબ સ્તૂતિ કરી હતી, અને ઇંડાં માંસ નથી એમ પુરવાર કર્યું હતું. તે લેવામાં જીવતા જીવને દુઃખ નથી એ તો હતું જ. આ દલીલથી ભોળવાઇ મેં માને આપેલી પ્રતિજ્ઞા છતાં ઇંડાં લીધાં. પણ મારી મૂર્છા ક્ષણિક હતી. પ્રતિજ્ઞાનો નવો અર્થ કરવાનો મને અધિકાર નહોતો. અર્થ તો પ્રતિજ્ઞા દેનારનો જ લેવાય. માંસ ન લેવાની પ્રતિજ્ઞા દેનારી માતાને ઇંડાંનો તો ખ્યારલ જ ન હોય એમ હું જાણતો હતો. તેથી મને પ્રતિજ્ઞાના રહસ્યિનું ભાન આવતાં જ ઇંડાં છોડયાં ને તે અખતરો પણ છોડયો.
આ રહસ્યજ સૂક્ષ્મ છે ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિલાયતમાં માંસની ત્રણ વ્યાખ્યાન મેં વાંચેલી.એકમાં માંસ એટલે પશુપક્ષીનું માંસ. તેથી તે વ્યાખ્યા કારો તેનો ત્યાગ કરે, પણ માછલી ખાય; ઇંડાં તો ખાય જ. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને સામાન્યે મનુષ્યય જીવ તરીકે જાણે છે તેનો ત્યાગ હોય. એટલે માછલી ત્યા એજ પણ ઇંડાં ગ્રાહ્ય. ત્રીજી વ્યાખ્યા માં સામાન્ય્પણે મનાતા જીવમાત્ર અને તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ત્યાગ. આ વ્યાખ્યામ પ્રમાણે ઇંડાંનો અને દૂધનો પણ ત્યાગ બંધનકારક થયો. આમાંની પહેલી વ્યાખ્યાને હું માન્ય ગણું તો માછલી પણ ખવાય. પણ હું સમજી ગયો કે મારે સારુ તો માતુશ્રીની વ્યાખ્યા જ હતી. એટલે જો મારે તેની ઇંડાંનો ત્યાગ કર્યો. આ મને વસમું થઇ પડયું. કારણ કે, ઝીણવટથી તપાસતાં અન્નાહારની વીશીઓમાં પણ ઇંડાંવાળી ઘણી વસ્તુ ઓ બનતી હતી એમ માલૂમ પડયું. એટલે કે, ત્યાં પણ મારે નસીબે, હું ખૂબ માહિતગાર થયો ત્યાં લગી, પીરસનારને પૂછપરછ કરવાપણું રહ્યું હતું. કેમ કે, ઘણાં ‘પુડિંગ’ માં ને ઘણી ‘કેક’માં તો ઇંડાં હોય જ. આથી હું એક રીતે જંજાળમાંથી છૂટયો. કેમ કે, થોડી જ તદ્દન સાદી જ વસ્તુ લઇ શકતો. બીજી તરફથી જરા આઘાત પહોચ્યો. કેમ કે જીભે વળગેલી અનેક વસ્તુ ઓનો ત્યાગ કરવો પડયો. પણ એ આઘાત ક્ષણિક હતો. પ્રતિજ્ઞાપાલનનો સ્વોચ્છવ, સૂક્ષ્મન અને સ્થાયી સ્વાદ મને પેલા ક્ષણિક સ્વાદ કરતાં વધારે પ્રિય લાગ્યો પણ ખરી પરીક્ષા તો હજુ હવે થવાની હતી, અને તે બીજા વ્રતને અંગે. જેને રામ રાખે તેને કોણ ચાખે ?
આ પ્રકરણ પૂરું કરું તે પહેલાં પ્રતિજ્ઞાના અર્થ વિશે કેટલુંક કહેવું જરૂરનું છે. મારી પ્રતિજ્ઞા એ માતાની સમક્ષ કરેલો એક કરાર હતો. દુનિયામાં ઘણા ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તો પણ ભાષાશાસ્ત્રી કાગનો વાઘ કરી આપશે. આમાં સભ્યાસભ્ય નો ભેદ નથી રહેતો. સ્વાર્થ સહુને આંધળાભીંત કરી મૂકે છે. રાજાથી માંડી ને રંક કરારોના પોતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયાને, પોતાને અને પ્રભુને છેતરે છે. આમ જે શબ્દ અથવા વાકયના પોતાને અનુકૂળ આવે એવા અર્થ પક્ષકારો કરે છે તેને ન્યાયશાસ્ત્રી દ્વિઅર્થી મધ્યેમપદ કહે છે. સુવર્ણન્યાય એ છે કે, જયાં બે અર્થ સંભવિત હોય ત્યાં નબળો પક્ષ જે અર્થ કરે તે ખરો માનવો જોઇએ. આ બે સુવર્ણમાર્ગનો ત્યાગ થવાથી જ ઘણે ભાગે ઝઘડા થાય છે ને અધર્મ ચાલે છે. અને એ અન્યાયની જડ અસત્યે છે. જેને સત્ય ને જ માર્ગે જવું છે. તેને સુવર્ણમાર્ગ સહેજે જડી રહે છે. તેને શાસ્ત્રો શોધવા નથી પડતાં. માતાએ ‘માંસ’ શબ્દનો જે અર્થ માન્યો અને જે હું તે વેળા સમજયો તે જ મારે સારુ ખરો હતો; જે હું મારા વધારે અનુભવથી કે મારી વિદ્ધતાના મદમાં શીખ્યો એમ સમજયો તે નહીં.
આટલે લગીના મારા અખતરાઓ આર્થિક અને આરોગ્યવની દષ્ટિએ થતા હતા. વિલાયતમાં તેણે ધાર્મિક સ્વમરૂપ નહોતું પકડયું. ધાર્મિક દષ્ટિએ મારા સખત અખતરાઓ દક્ષિ‍ણ આફ્રિકામાં થયા તે હવે પછી તપાસવા પડશે. પણ તેનું બીજ વિલાયતમાં રોપાયું એમ કહી શકાય.
જે નવો ધર્મ સ્વી‍કારે છે તેની તે ધર્મના પ્રચારને લગતી ધગશ તે ધર્મમાં જન્મેલાના કરતાં વધારે જોવામાં આવે છે. અન્નાહાર એ વિલાયતમાં તો નવો ધર્મ જ હતો, અને મારે સારુ પણ તેમ જ ગણાય, કેમ કે બુદ્ધિથી તો હું માંસાહારનો હિમાયતી થયા પછી વિલાયત ગયો હતો. અન્નાહારની નીતિનો જ્ઞાનપૂર્વક સ્વીબકાર તો મેં વિલાયતમાં જ કર્યો. એટલે મારે સારુ નવા ધર્મમાં પ્રવેશ કર્યા જેવું થયું હતું, નવધર્મીની ધગશ મારામાં આવી હતી. તેથી તે લત્તમાં તે વેળા હું રહેતો હતો તે લત્તમાં અન્નાહારી મંડળની સ્થાધપના કરવાનો ઠરાવ કર્યો. આ લત્તો બેઝવૉટરનો હતો. તે લત્તામાં સર એડવિન આર્નલ્ડા રહેતા હતા. તેમને ઉપપ્રમુખ થવા નોતર્યા; તે થયા. દાકતર ઓલ્ડોફિલ્ડત પ્રમુખ થયા. હું મંત્રી બન્યો‍. થોડો વખત તો આ સંસ્થા કંઇક ચાલી; પણ કેટલાક માસ પછી તેનો અંત આવ્યો, કેમ કે મેં મારા દસ્તૂર મુજબ તે લત્તો અમુક મુદતે છોડયો. પણ આ નાના અને ટૂંકી મુદતના અનુભવથી મને સંસ્થાઓ રચવાનો ને ચલાવવાનો કંઇક અનુભવ મળ્યો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors