જાણો ઓષધીનેઃમીઠો લીમડો

આપણા દેશની પ્રાચીન સંસ્‍કૃતિમાં પ્રકૃતિનું ઘણું મહત્‍વ હતું, માનવીની સાથે જ પ્રકૃતિ સંકળાયેલી છે. પાણી, હવા, જળ, આકાશ, પૃથ્‍વી આ પંચતત્‍વો કહેવાતા હતા. વિજ્ઞાનની દ્રષ્ટિએ તત્‍વો નહોતા પરંતુ માનવી જેના વગર રહીં શકે નહીં, જીવી શકે નહીં તે માટે તે પંચમહાભૂત તત્‍વો તરીકે ઓળખાતા. ધીરે ધીરે વિજ્ઞાનનો વ્‍યાપ વધ્‍યો તેથી માનવી કુંજરા બનવા લાગ્‍યો, જરુરીયાત કરતા પણ વધુ મેળવવાની દોડમાં તેમણે પ્રકૃતિનો પણ વિચાર કર્યો નહી. ઉપભોકતાવાદ વધ્‍યો, તેમજ વાપરો ને ફેંકી દો તે પ્રકારની સંસ્‍કૃતિ વધતી ગઇ તેને કારણે માનવીના જીવનમાં મોટુ પરિવર્તન આવ્‍યું, આખી જ જીવનશૈલી જ બદલાવા લાગી તેને કારણે પ્રકૃતિ સાથે જે માનવીનો તાલમેલ હતો તે રહ્યો નહીં તેને કારણે આજે પર્યાવરણની વિવિધ સમસ્‍યાઓનું સર્જન થયું. વાતાવરણમાં અચાનક બદલાવ આવવા લાગ્‍યા, તોફાનો, વાવાઝોડા, ધરતીકંપ, અતિવરસાદ તો કોઇ જગ્‍યાએ વરસાદ જ નહીં, કૃષિ‍ ક્ષેત્રે અચોકકસતા આવતી ગઇ, ઔઘોગિકરણ વધ્‍યું, તેને કારણે પ્રદૂષણો સર્જાયા આજે સમગ્ર વિશ્વ તે અંગે ચિંતિત છે. એટલું જ નહીં તેની સાથે વિવિધ રોગોનો ફેલાવો વધ્‍યો, મેલેરિયા, એઇડ્સ, ઇન્ફ્લૂએન્‍ઝા, કોલેરા, ડેંગ્‍યુ, અને કાલા આઝાર જેવા રોગોનો વ્‍યાપ વધ્‍યો. જીવનશૈલી બદલાતા આહારમાં પણ બદલાવ આવ્‍યો, જંકફૂડ, ફાસ્‍ટફૂડ લેવાનું વધ્‍યું, તેને કારણે બ્‍લડપ્રેસર, ડાયાબિટિસ જેવા રોગોનું પ્રમાણ વધ્‍યું, બેકાબુ જીવન બન્‍યું, આવા તો ઘણા કારણો આપી શકાય. ભારતીય સંસ્‍કૃતિમાં આહારનું ઘણું મહત્‍વ હતું. ‘જેવું અન્‍ન તેવો ઓડકાર‘ આવી કહેવત હતી, ઉપરાંત પહેલું સુખ તે જાતે નર્યા, તેના કારણોમાં સમતોલ અને સાદો આહાર હતું, લીલા શાકભાજી ફળોનો ઉપયોગ વધારે હતો, તેમજ જયારે ખોરાક રાંધવામાં આવતો ત્‍યારે તેમાં વપરાતા મરી-મસાલા પણ એટલા જ ઉપયોગી હતાં રસોઇમાં વપરાતા રાઇ, જીરુ, હળદર, મરચાનો ભૂક્કો, હિંગ, તમાલપત્ર, બાદીયા, મેથી, તજ, લવિંગ, લાલ મરચા, મરી અને મીઠા લીમડાનો ઉપયોગ થતો, આયુર્વેદની દ્રષ્ટિએ દરેકમાં વિવિધ પ્રકારના ગુણ છે. કેટલાક ભૂખને ઉતેજીત કરે કેટલા પાચન કરે તો કેટલાક શરીરને જોઇતા દ્રવ્‍યો પૂરા પાડે. ભારતીય આહારમાં કઢીનું ઘણુ મહત્‍વ છે. કઢીમાં મીઠા લીમડાનો ઉપયોગ ખાસ કરવામાં આવે તે ઉપરાંત દાળ વગેરેમાં ખાસ પ્રકારની સુગંધ માટે આનો ઉપયોગ ખાસ થાય છે. મીઠા લીમડાને દક્ષિણ ભારતની સુગંધ કહેવાય છે. દક્ષિણ ભારતમાં જે આહાર લેવાય છે જેમ કે મસાલા ઢોસા, સંભાર, રસમ, ટોપરાની ચટણી, મેંદુવડા, આવી તો ઘણી વાનગીઓમાં મીઠા લીમડાનો ખૂબ જ ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતની સુગંધ એટલે મીઠો લીમડો. મીઠા લીમડાનું વાનસ્પિ‍ત નામ મ્‍યુરાપા કોઇનીગિઇ, બંગાળીમાં બારસુન્‍ગો, ગુજરાતીમાં મીઠો લીમડો, હિન્‍દીમાં મીઠા નીમ, કારિપતા, કાટનીમ, કન્‍નડમાં કારિબેવ્‍યુ, મલયાલમમાં કારીયેલા, મરાઠીમાં કારીવાડ, કારચીપતા, ઉરીયામાં બાસાન્‍સે, પંજાબીમાં બોવાલા, તામિલમાં કારુવેપ્‍પિલાઇ, તેલુગુમાં કારેપેકુ તરીકે ઓળખવામાં આવે છે.
બીજા દેશોમાં પણ તેનો ઉ૫યોગ થાય છે. ડેનીશમાં કરી બ્‍લેડ, અંગ્રેજીમાં કારીપૌલે, જર્મનમાં કરીબ્‍લાટર, હંગેરીયનમાં કરી લેવેલેક, ઇન્‍ડોનેશિયામાં ડૌનકારી, ઇટાલીમાં ફલેગ્‍લી ડી કાન કહેવાય. તેમજ અન્‍ય દેશોમાં પણ મીઠા લિમડાનો ઉપયોગ થાય છે.

ઝેરી જનાવરો કરડયા હોય તો તેમાં ફાયદાકારક છે. મીઠા લીમડાના મૂળનો રસ પીવાથી કિડનીના દુઃખાવામાં રાહત થાય છે. તાજા પાંદડામાંથી મળેલ નિષ્‍કર્ષણનો પ્રયોગ ગ્‍વાએન પીગ ઉપર કરવામાં આવેલ તેમાં જાણવા મળ્યું છે કે તે ફાગોસાઇટ ઇન્‍ડેકસમાં વધારો કરે છે. મીઠા લીમડાના પાંદડા, તેની છાલ તેમજ મૂળમાંથી સ્‍ક્રૂટીકમય ગ્‍લુકોસાઇડ મળે છે જેનું નામ કોઇનીજન છે. મીઠા લીમડાના લાકડાના વિવિધ ઉપયોગો જાણવા મળ્યા છે. આ રીતે કુદરતમાંથી મળતા મીઠા લીમડાના ઘણા ઉપયોગ છે. આ રીતે કુદરત આપણને કુદરતી રીતે પોષણ આપે છે જેથી આપણુ સ્‍વાસ્‍થ્‍ય સારૂ રહે, હવે આપણે વિચારવાનું છે કે આપણે કેવી જીવનશૈલી અપનાવવાની છે.
ડૉ.રમેશભાઇ ભાયાણી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors