ઓખાહરણ-કડવું-૩૮

ચિત્ર દ્રાર ઓખા પોતાના ભરથારને ઓળખે છે

ઓખાહરણ-કડવું-૩૮      (રાગ-કલ્યાણ)

ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,

રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને.

 

હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે;

લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે.

 

લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે,

કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા.

 

વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે,

બાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે.

 

તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે,

ઓખા આવી જુવોને ભરથાર રે.બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે,

 

મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે;તેમના આમના જેવા ચાળા રે;

તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે.

 

લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ ને એકસઠ હજાર રે,

એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે.

 

એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે,

એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે.

 

એ તો રૂપાળોને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે,

ત્યારે લખીઆ પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે.

 

જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે;

અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે.

 

(વલણ)

 

એમ કહીને અનિરુદ્ધ લખિયા, ક્ષણું ન લાગી વાર રે;

મુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે.

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors