ઓખાહરણ-કડવું-૩૧
ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર
ઓખાહરણ-કડવું-૩૧ (રાગ-ધોળ)
સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે,
સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે
સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે,
સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે.
સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે,
સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે
સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે,
ઓખા હસી હસી તાળી લે હાથ રે.
ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે,
ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે.
ઓખાબાઇને નાટક ચેટક લાગ્યું રે,
તે તે કેમ કરીને થાય અળગું રે.
જાગ જાગ ઓખા જાગ રે;
જે જોઈએ તે માગ રે.
(રાગ:મારુ)
ઓખા ભરી રે નિંદરામાંથી જાગી, અંગોઅંગ અંગીઠી લાગી;
ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી.
ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું;
બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી.
જુઓ મારા કરમની કરણી, વર શે મેલી ગયા મુને પરણી;
માહરા પિયુને જે મતિ આવી, માહરા નાથ ગયા રે રીસાવી.
માહરા હૈયા કેરો હાર,આણી રે આપો આણીવાર.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )