આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને સ્વાભિવિક જીવન જીવે.
મૂઢ મનુષ્ય કોને કહેવો ? * જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે. * જે પોતાના ત્રાજવે સૌને તોલે છે, * જે અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માને છે. * જેનામાં અજ્ઞાન અને અહંકારનું સંયોજન થયું છે. * પોતે જે ડાળી પર બેઠો છે તેને કાપે, * ભગવતગીતા અનુસાર – વ્યર્થ આશા રાખનાર. – વ્યર્થ કર્મ કરનાર. – વ્યર્થ જ્ઞાનને વળગી રહેનાર. – જે આશા કદી ફળીભુત ન થાય તેવી હોય તે વ્યર્થ આશા. – જે કર્મમાંથી આનંદ ન જન્મતો હોય તે યર્થ કર્મ. – જે જ્ઞાનથી આપણામાં શુભ ફેરફાર ન થાય […]
* જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે. * જે પોતે પોતાને જાણતો નથી. * જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે. * બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે. * પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે. * કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે. * જે સવળું છે તેને અવળું જુએ છે.