મૂર્ખ કોને કહેવાય ? * આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય. * દુશ્મનો ચડી આવે ત્યારે કિલ્લો ચણવાની તૈયારી કરે. * જે સ્વાર્થમાં રચ્યોપચ્યો રહે. * જે જગતને રાજી રાખવાના પ્રયત્નો કર્યા કરે છે. * જે પોતાનું હિત-અહિત શેમાં છે તે ન સમજે. * જે કરવા જેવું છે તે ન કરે અને જે ન કરવા જેવું હોય તેની પાછળ મથ્યા કરે. * જે સીધી સાદી વાતને મચડીને અનર્થ ઉભો કરે.
ત્યાગ કયારે સિધ્ધ ગણાય ? * મે ત્યાગ કર્યો છે એવો ભાવ પણ ન રહે ત્યારે. * પરમાત્માને પામવા સિવાયની કોઈ ઇચ્છા ન રહે ત્યારે – ત્યાગને ઇશ્વરના સંદર્ભમાં જોવો જોઈએ.ત્યાગ કરવાનું સામર્થ્ય ઇશ્વર પાસેથી જ મળૅ છે. -આપણે કશુજ નથી પછી ત્યાગ શેનો કરવાનો.
અનાથ કોને કહેવો? * જેને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી તેને. * સંસારમાં રચ્ચોપચ્યો રહે તેને. * જેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે તેને.
નરકમાં ખેચી જનાર ત્રિપુટી કઈ? * કામ,ક્રોધ અને લોભ. -આ ત્રિપુટીને આળસ-પ્રમાદ સહાયરુપ થાય છે
નમસ્કાર એટલે શું ? * નમ્રતાનું દર્શન, * મમતા અને અહંકારની નિવૃતિ. * જે વસ્તુને આપણે આપણી માનીએ છીએ તે ખરેખર ભગવનની છે અને આપણે પણ તેમના છીએ એવા ભાવ સહિતની વંદના.
પોતાનું અને પારકુ કોને ગણવું? * મૃત્યુને કારણે જે કાંઈ આપણી પાસેથી ઝુટાવાઈ જાય તે પારકું અને મૃત્યુ પછી પણ આપણી પાસે રહે તે પોતાનું. * પોતનું શુ અને પારકુ શુ તે નક્કી કરવું હોય તો શરીરના અને લાગણીના સંબંધો બીજા કોઈ ત્રાજવે તોળવાને બદલે મૃત્યુને ત્રાજવે તોળવા આ સંબંધો જો મૃત્યુની કસોટીએ ટકી રહે તો પોતના ગણાય.એવું બનતું નથી. – એ રીત મનુષ્યનો આત્મા સાથે જ પોતીકો સંબંધ હોઈ શકે.આત્મા સાથે સંબંધ બાધવાથી વ્યાપક અને નિર્મળ થવાય છે.
નરક એટલે શું? * સુખ અને શાંતિનો અભાવ. * અન્તઃકરણની દુઃખપુર્ણ અવસ્થા. * અધઃપતન. * હીનતમ સ્થિતિ.
કોને સમજાવવા પ્રયત્ન ન કરવો ? * જે પોતાને જ્ઞાની માનતો હોય તેને. * મૂર્ખને. * શંકાશીલને. * ઉપકાર પર અપકાર કરવાની વ્રુતિનું સેવન કરનારને.
કયા ચાર પુરૂષાર્થને મહત્વ અપાય છે ? * ધર્મ,અર્થ,કામ અને મોક્ષને. -ધર્મ અને અર્થ સાધનારૂપ છે. ધર્મ મોક્ષનું અને અર્થ કામાંનુંમ સાધન છે. * કામ અને મોક્ષ સાધ્યારૂપ છે -કામ શરીરનું સાધ્ય છે -મોક્ષ આત્માનું સાધ્ય છે.
અંધ કોને કહેવાય ? * જે યોગ્ય માર્ગને જોઈ ન શકે. * સત્યને સમજવાનો પ્રયત્ન ન કરે. * પોતાના પૂર્વગ્રહને ચસોચસ પકડી રખે. * અન્યના હિતનો વિચારના કરે. * જેના હ્રદયમાં કરુણા નથી તેને.