કલ્યાણકારી મહાશિવરાત્રી

શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે નમઃ શિવાયનો જાપ કરવો મહા વદ ચૌદશ મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ ચૌદશ. આમ તો શિવરાત્રી અગિયાર આવે છે. મહા માસની વદ ચૌદશે આવતી રાત્રી મહાશિવરાત્રી. દર માસની વદ ચૌદશને દિવસે શિવરાત્રી હોય છે. શિવરાત્રીમાં બે શબ્દો શિવ અને રાત્રી સમાયેલા છે.શિવરાત્રીના દિવસની રાત્રે જાગરણ કરવામાં આવે છે. શિવરાત્રીના તહેવારમાં જે કર્મકાંડનું, ધાર્મિક ક્રિયાઓનું આચરણ થાય છે તેની પાછળ […]

આત્મા અને પરમાત્માનો સંગમ મહાશિવરાત્રી આત્મા અને પરમાત્માનો સંગમ મહાશિવરાત્રી

મહા વદ ચૌદશ મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ તેરસ ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો  તહેવાર આવે છે. આ તહેવાર રાત્રિએ જ ઉજવાય છે. તેમાં ભગવાન શિવ પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળે છે.  હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા થઈ શકે છે,સામાન્યપણે શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. કારણ કે બંને શિવના જ પ્રતિક છે. ભગવાન શિવના ભક્તો દ્વારા પુરી શ્રદ્ધા સાથે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે, ભગવાન શિવને ખુશ કરવા ખૂબ જ સરળ છે કારણ કે તે ભોળા છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય […]

હિમાલયના પાંચ કેદાર : ૧. કેદારનાથ ‘પંચ કેદાર’ એટલે પાંચ કેદારમાં એક વિશિષ્ટતા એ છે કે દરેકમાં શિવજીના અલગ અલગ ભાગોની પૂજા થાય છે. જેમ કે કેદારનાથમાં પુષ્ઠભાગની, તુંગનાથમાં બાહુની, રૂદ્રનાથમાં મુખની, કલ્પેશ્વરમાં જટાની અને મહમહેશ્વરમાં નાભિની પૂજા થાય છે. આ કેદાર મંદિરો વળી પ્રકૃતિના અલૌકિક-આઘ્યાત્મિક સ્વરૂપનું પણ ધામ છે. શિવપુરાણમાં કથા છે તે મુજબ મહાભારતના યુઘ્ધમાં પાંડવો જીત્યા હતા પરંતુ પોતાના પરિવારના અનેક લોકોને માર્યા હતા તે સર્વે સગા હોવાથી ‘સગોત્ર’ હતા તેની અગોત્ર બાંધવોની હત્યાનું પાપ તેના ઉપર હતું. શિવજી આનાથી નારાજ હતા તેથી દર્શન આપવા તૈયાર (રાજી) […]

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દસેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા સૈકાનું છે અને આથી તે કલાપૂર્ણ છે.આ ભૂમિ દેવપાંચલ તરીકે જાણીતી છે.ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડયું છે.જેના પ્રાંગણમાં ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોક વાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો.અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું.મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ […]

તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જુનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચિનકાળમાં તળાજા તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. જૈન મંદિરો ઉપરાંત તેમાંની અત્‍યંત પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. તે જોઈને હવે નજીકના જ સમુદ્રતીરે જઈએ ગોપનાથ. ગોપનાથ મદિર જયા નરસિંહ મહેતા કૃષ્‍ણલીલાનું સાક્ષાત દર્શન થયેલું.દરિયાકાંઠે રમણીય સ્‍થળ ને પ્રાચીન- સ્‍થાન પણ જીર્ણોદ્ધારિત એટલે નવું લાગતું વિશાળ શિવાલય. હવે તો સરકારી […]

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. […]

હિમાલયના હિમાચ્છાદિત પર્વતની તળેટીમાં ૧૧૭૫૦ ફૂટની ઉંચાઈએ કેદારનાથ મહાદેવનું જયોર્તિલિંગ બિરાજમાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ વખતે શ્રી વિષ્ણુના બે અવતાર નર અને નારાયણ પાર્થિવ શિવલિંગનું અહીં સ્થાપન કરીને તપ કરી રહ્યાં હતાં. પૂજન વખતે શિવજી પોતે આ પાર્થિવ શિવલિંગમાં પધારતા. આ કઠિન તપથી પ્રસન્ન થઈને કૈલાસપતિએ દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું ત્યારે આ બંને તપસ્વીઓએ કરેલી પ્રાર્થનાથી આશુતોષ જયોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થયા. હિમારછાહિત સુમેરૂ પર્વતની તળેટીમાં કેદારનાથ મહાદેવનું મંદિર દસેક ફૂટ ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલ છે. પહાડી શૈલીથી બંધાયેલું આ મંદિર ૩૫ ફૂટ પહોળું, ૬૦ ફૂટ લાંબુ અને […]

(૬) ઓમકારેશ્વર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ‍ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે \”હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?\” વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે \”તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં આટલું અભિમાન રાખનારને ત્યાં હું કેવી રીતે રહી શકું?\” એમ કહીને નારદજી ચાલ્યા ગયા. આ સાંભળીને […]

મલ્લિકાર્જૂન જ્યોતિર્લિગ એ બાર જ્યોતિર્લિંગમાનું એક છે.હૈદરાબાદથી 245 કિમી દુર આવેલુ,આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે .શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એવુ તીર્થ છે,જ્યાં શિવ અને શક્તિની આરાધનાથી દેવ અને દાનવ બન્નેને સુફળ પ્રાપ્ત થયા. આવો,જાણીએ આ મંદિર સાથે સંકળાયેલી દંતકથા વિશે એક વાર શંકર અને પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિકેયની વચ્ચે પહેલા લગ્ન કરવાની બાબતમાં વિવાદ થઈ ગયો.ત્યારે શંકર અને પાર્વતીએ કહ્યુ બન્ને માથી જે આ પ્રુથ્વીની પરિક્રમા પહેલા પુરી કરશે તેના લગ્ન પહેલા […]

આવી પૂણ્યભૂમિમાં હજારો વર્ષ પહેલાં એક શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવપ્રિય, પ્રિયમેઘ, સુકૃત અને સુવ્રત નામના ચાર પુત્રો હતા. આ પાંચેય બ્રાહ્મણો અગ્નિહોત્રી અને વેદપાઠી હતા અને પોતાની શિવભક્તિ તેમ જ ધ‍ર્મનિષ્‍ઠા માટે ખૂબ મોટી ખ્યાતિ ધરાવતા હતા. બાજુમાં આવેલ જંગલમાં રત્નમાળ નામના પર્વત ઉપર દૂષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. તે ઘણો અભિમાની અને ઈર્ષાળુ હતો અને બ્રાહ્મણોની ચોમેર ફેલાએલી ‍કીર્તિથી ઘણો અકળાતો હતો. છેવટે તેણે પોતાની તાંત્રિક વિદ્યા અજમાવીને બ્રહ્માજીની ઉપાસના કરી અને તેમની પાસેથી વરદાન મેળવીને મૃત્યુલોકમાં પાછો ફર્યો અને પોતાના રાક્ષસદળ સાથે આ વિસ્તારમાં ઘૂસીને […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors