સામગ્રીઃ ૫૦૦ગ્રા. સરગવાની સીંગ, ૨૦૦ ગ્રા.ચણાનો લોટ, ૫૦ગ્રા. આંબલી, હળદર, મીઠું, ગોળ, મરચું રીતઃ સરગવાની સીંગને ધોઈને નાના ટુકડા કરી તેને પાણીમાં મીઠું નાખી બાફી નાખો.ચણાના લોટને તેલ વિના જરા ગુલાબી રંગનો શેકો. આંબલી ધોઈ તેનું પાણી કરો. આંબલી ન હોય તો છાશ લો.આંબલીનું પાણી, ચણાનો લોટ, મરચું, મીઠું, હળદર, ગોળ ભેગા કરી લોટનું પાતળું ખીરું બનાવો.તપેલીમાં તેલ મૂકી, રાઈ- હિંગ નાખી, લોટને વધારી, લોટનું પાણી વધારો કે તરત જ હલાવતાં રહો, નહિતર ગાંઠો પડી જશે.લોટ, જરા ઘટ્ટ લાગે કે તરત જ બાફેલી સીંગ તેમાં નાખી તવેતાથી હલાવતા રહો. પોષકતાઃ […]

સામગ્રી : ૩ પાકાં ટામેટાં, ૧/૪ કપ કિસમિસ, ૧ લીંબુ (સ્‍લાઈસ કરેલું), ૧ કપ ખાંડ. રીત : ટામેટાંની છાલ કાઢીને સ્‍લાઈસ કરો. લીંબુની પાતળી સ્‍લાઈસ સમારો અને બી કાઢી લો. હવે એક પેનમાં પહેલાં ટામેટાં પછી લીંબુ અને ખાંડનું લેયર કરો. ગેસ પર મૂકો. એક ઊભરો આવી જાય પછી આંચ ધીમી કરો. પછી મિશ્રણ ઘટ્ટ થવા દો.

સામગ્રી : ૪ મોટી કાકડી, ૨ કપ બાંધેલું ઘટ્ટ દહીં, ૧ ચમચો સમારેલી કિસમિસ, મીઠું-મરી સ્‍વાદાનુસાર. રીત : કાકડીને સમારી તેના ત્રણ ઈંચના ટુકડા કરો. તેને વચ્‍ચેથી કાપી બી કાઢી નાખો. દહીં ફીણો, તેમાં મીઠું-મરી અને સમારેલી કિસમિસ નાખો. કાકડીના ખાલી ભાગમાં તેને ભરો. સેલડ ઠંડું કરીને પીરસો.

સામગ્રી : ઘઉંનો લોટ, મીઠું : જરૂરી પ્રમાણ, લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં, લાલ મરચું : ૧ ચમચી, ઘી : ૨ મોટા ચમચા, ફુલાવર : ૨ નાના, કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી, ધાણાજીરું : વાટેલું ચમચી. રીતઃ ફુલાવરને એકદમ ઝીણું સમારી તેમાં ૧ ચમચી મીઠું નાખી બરાબર ભેળવી ૧૫ મિનિટ સુધી રહેવા દેવું પછી ફુલાવરને હાથથી બરાબર દબાવી તેનું પાણી કાઢી બીજા વાસણમાં લેવું. પછી તેમાં લાલ મરચાં, મીઠું, લીલાં મરચાં, કોથમીર, ધાણાજીરું નાખી મિક્સ કરી લો. હવે લોટને ચાળી તેમાં ૨ ચમચા ઘીનું મોણ, ૧/૨ ચમચી મીઠું […]

તરસ-થાક દૂર કરનાર મોસંબી – નારંગી આ બંને રસાળ ફળ છે.?મોસંબી ઠંડી છે જ્યારે નારંગી ગરમ. મોસંબી સ્વાદે મીઠી, ખટાશવાળી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાત- પિત્તનાશક અને કફકારક છે. નારંગી પણ સ્વાદે ખાટી, મીઠી, તાસીરે ગરમ, પચવામાં ભારે, લૂખી, પેટ સાફ લાવનાર, વાતનાશક, કફ – પિત્તકર છે. આપણે ત્યાં તાવમાં આ બંને ફળોનો વિશેષ ઉપયોગ થાય છે. તે આયુર્વેદના મતે કુપથ્ય છે. બંને ફળો ભારે અને કફવર્ધક હોઈ તે તાવમાં નુકશાન કરે છે. તેને તાવમાં તો ન જ અપવા. બંને ફળો રોચક, ધાતુવર્ધક, લોહી સુધારનાર, પૌષ્ટિક, અગ્નિદીપક, પચાવનાર, તરસ-થાક […]

સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૭૫ ગ્રામ રવો, ૩/૪ ચમચી મીઠું, ૬૦ ગ્રામ તેલ, ૧ ચમચો દહીં, ૧/૪ ચમચી અજમો, ચપટી બેકિંગ પાઉડર. પૂરણ માટેની સામગ્રી : ૨ ચમચા નાળિયેરની છીણ, ૧ ચમચો વેસણ, ૨ ચમચા મગફળીનો પાઉડર, ૧ ચમચો તલ, ૧/૪ ચમચી ગરમ મસાલો, ચપટી લાલ મરચું, ૧/૪ ચમચી મીઠું, ૧ ચમચી તેલ, તળવા માટે પ્રમાણસર તેલ. રીત : રવા, મેંદા, બેકિંગ પાઉડર અને મીઠાને ચાળી નાખો. તેમાં અજમો અને તેલ સારી રીતે ભેળવી, દહીં નાખો. થોડું થોડું પાણી રેડી મેંદાના આ મિશ્રણને ખૂબ ગુદ્યા પછી ઢાંકીને મૂકી રાખો. […]

સામગ્રી : (ચાર વ્યક્તિઓ માટે) ૨૦૦ ગ્રામ ચણાની દાળ, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ ચોખ્ખુ ઘી, ૬-૭ઇલાયચીના દાણા, ૨જાયફળ, ૮-૧૦ વાળા કેશર, ૩૦૦ગ્રામ લોટ (મેંદાની ચાળણીથી ચાળેલ). રીત : ચણાની દાળને બાફી લો. હવે તે ઠંડી થાય એટલે તેને એક મોટી ચાળણીમાં કાઢીને બધું પાણે નિતારી લો. જ્યારે તે ઠંડી થઈ જાય એટલે તેમાં 300 ગ્રામ લઈને તેને ખાંડને દળી લો. હવે તેને પીસેલી દાળની અંદર મિક્સ કરી લો. હવે તેને ગેસ પર મુકીને ચડવા દો. જ્યારે પુરણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો. ત્યાર બાદ […]

સામગ્રી : ૧ રીંગણ, ૧ ટામેટું, ૪ કળી લસણ, ૨ લાલ મરચા, જીરુ, રાઈ, ૧ ડુંગળી, તેલ અથવા ઘી, મીઠુ સ્વાદાનુસાર, સજાવવા માટે લીલા ધાણા. રીત: રીંગણ ભટ્ટામાં લસણની કળીઓ નાખીને ગેસ અથવા ભઠ્ઠીમાં શેકો, રીંગણા શેકાઈ ગયા પછી તેના છોતરા ઉતારીને તેને સારી રીતે સાફ કરો, ડુંગળી અને લસણના નાનાં ટુકડા કરો, હવે કડાઈમાં થોડુ તેલ નાખી ગરમ કરો, તેમાં રાઈ તથા લાલ મરચા અને જીરુ શેકી લો. ત્યારબાદ તેમાં ટામેટા, લસણ અને ડુંગળી નાખીને તેમાં મીઠુ નાખી ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકાવવા દો. મસળેલા રીંગણા અને ટામેટા […]

સામગ્રી : (૧) ચણાનો-કરકરો લોટ : ૬૦૦ ગ્રામ (૨) ઘી : ૫૦૦ ગ્રામ (૩) બૂરું ખાંડ : ૬૦૦ ગ્રામ (૪) એલચી (૫) બદામ (૬) ચારોળી (૭) દૂધ. બનાવવાની રીત : ૧.ચણાના લોટને દૂધ-ઘીનો ધાબો દો. કલાક પછી તે ચાળી લો. ઘીમાં તેને શેકો. ૨.ઠંડુ પડે બુરુ-ખાંડ અને એલચીનો ભૂકો નાખો. થાળીમાં ઘી લગાવી તે પાથરી દો. ઠરે એટલે થોડું ઘી રેડો. ૩.તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠરે તેનાં ચકતાં કરો. પોષકતા :આ મિષ્‍ટાનમાં ચણા ભળેલ છે, જેને આયુર્વેદિક ગ્રંથોમાં બળ અને પુષ્ટિ આપનાર તથા કાંતિ અને વર્ણ સુધારનાર ગણ્યા છે

સામગ્રી – પ૦૦ ગ્રામ બટેકા (નાની સાઇઝના), પ૦ ગ્રામ લસણ, આદુનો ટુકડો, ૨-૩ લીલા મરચા, અડધી ચમચી રાઇ, એક ચમચી જીરૂ, ચપટી હીંગ, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણા પાવડર, એક ચમચી લાલ મરચાનો પાવડર, પ૦ ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો, એક ચમચી તલ, મીઠું, તેલ, લાલ સુકા મરચા, તમાલપત્ર, કોથમીર. રીત – બટકાને બાફીને છાલ ઉતારી નાખો. લસણ અને આદુની પેસ્‍ટ બનાવો. તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્‍ટ નાખી હલાવો. ત્‍યાર બાદ તેમાં […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors