સામગ્રી : દેશી ગુલાબની પાંખડી ૨૫૦ ગ્રામ, સાઇટ્રીક એસીડ ૩ ગ્રામ, ખાંડ ૪૦૦ ગ્રામ. બનાવવાની વિધિ :- ગુલાબ પાંદડી તોડીને અલગ કરો અને તેને સાફ પાણી વડે ધોઇ લો. પછી તેને કોરી ખાંડી લો. ત્યાઅરબાદ તેમાં ખાંડ ભેળવીને ઊંડી થાળીમાં રાખીને તેને ખૂબ મસળો. જેથી ગુલાબની પાંદડીમાં ખાંડ સરખી રીતે ભળી જાય. તેને પીસી લો. તો પણ ચાલશે. ત્યા રબાદ તેમાં સાઇટ્રીક એસીડ ભેળવીને આ મિશ્રણને એક પહોળા મોઢાવાળી કાચની શીશીમાં ભરીને તેજ તાપે તડકામાં ૧૦ થી ૧૫ દિવસ સુધી રાખો. તેમાં વચ્ચેર વચ્ચે હલાવતા રહેવું. જેથી તે સરખી રીતે […]

સામગ્રીઃ તુવેરની દાળ ૧ નાની વાટકી, ગરમ મસાલો, ચપટી આંબોળિયા થોડાંક, હળદર થોડીક, મેથી ચપટી, મીઠું પ્રમાણસર, રાઈ ચપટી, લીલાં મરચાં બે, આખાં સૂકા મરચાં બે, ગરમ મસાલો ચપટી, હિંગ ચપટી, ગોળ થોડોક, કોથમરી અડધી ઝૂડી, આદુ એક કટકી, પાણી પ્રમાણસર, ઘી એક ચમચો. રીતઃ એક તપેલીમાં પાણીનું આંધણ મૂકવું. પછી દાળને સારી રીતે ધોઈને આંધણનું પાણી ઉકળે એટલે એમાં ઓરવી. પ્રેશર કૂકર હોય તો દાળ જલદી બફાઈ જાય એટલે ઝેરણીથી દાળને એકરસ બનાવવી. પછી તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો, લીલાં મરચાંના ટુકડા, વાટેલું આદુ નાખવાં, ત્‍યારબાદ થોડીવાર પછી તેમાં […]

સામગ્રી: બટાકા – ૫૦૦ ગ્રામ, સાબુદાણા – ૫૦૦ ગ્રામ, આદું અને મરચાં – ૫૦ ગ્રામ, કાળાં મરી – સ્વાદ પ્રમાણે, તેલ – તળવા માટે, મરચું, સિંધવ મીઠું – સ્વાદ અનુસાર, શિંગોડાનો લોટ – જરૂર પડે તો રીત : સૌ પ્રથમ બટાકા બાફીને છોલી નાખો, પછી તેને છૂંદી નાખો. સાબુદાણાને પલાળીને થોડી વાર રહેવા દો. સાબુદાણા સોફટ થઈ જાય પછી તેને બટાકાના છૂંદામાં ભેળવી દો. હવે તેમાં સિંધવ, લાલ મરચું, કાળાં મરી અને આદું-મરચાંની પેસ્ટ નાખી સારી રીતે ગૂંદી લો. જો બટાકા અને સાબુદાણા બહુ ચીકણા થઈ ગયા હોય તો થોડો […]

સામગ્રી : ૨૫૦ ગ્રામ બટેટા, ૧૫૦ ગ્રામ શીંગદાણા, વઘાર માટે જીરુ, ૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ, ૪ ચમચા તેલ, કોથમીર, ૪ ચમચી ખાંડ, ૧ નંગ લીંબુ, મીઠું જરૂર મુજબ. રીત : બટેટાને બાફીને તેનાં નાના નાના ટૂકડા કરી લો. ઍક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખી લીલા મરચાંની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં બટેટાનાં ટુકડા નાખી તેમાં મીઠું, ખાંડ અને લીંબુ નાખી બરાબર મીકસ કરો. ત્યારબાદ તેમાં શેકેલાં શીંગદાણાનો ભૂકો ઉમેરી થોડીવાર માટે ઢાંકી દો. બરાબર ચડી જાય ઍટલે ઉપર લીલી કોથમીર પાથરી દહીં સાથે પીરસો.

સામગ્રી : દૂધી : ૨ કિલો, ખાંડ : ૧ કિલો, સફેદ મરી, બદામ પીસેલી, દૂધ : ૪ લિટર, વરખ, પીપરીમૂળ, ઘી : અડધો કિલો. રીત : પ્રથમ દૂધીને છોલીને ખમણી લેવી. દૂધનો ઊભરો આવે પછી તેમાં દૂધી નાખવી. ધીમા તાપે હલાવવું. દૂધીનો માવો બને ત્યાં સુધી હલાવતા રહેવું. માવો બન્યા પછી તેમાં ઘી નાખવું. પછી થોડીવારમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં બદામ, સ્વાદ પ્રમાણે પીપરીમૂળનો ભૂકો, સફેદ મરીનો ભૂકો નાખવો. એકદમ માવો થઈ જાય ત્યારે થાળીમાં ઘી લગાડીને પાથરી દેવું. ઉપર વરખ લગાડવી. થોડીવાર પછી ચપ્‍પુ વડે […]

સામગ્રી : નાળિયેર : અડધું છીણેલું (ફક્ત સફેદ ભાગ) દૂધ : અડધો કપ ઘી : ૧ ચમચી ગુલાબજળ : ૩ ચમચા સાકર : ૧ કપ બદામ : ૨ ચમચા (છોલીને સમારેલી.). રીત : પ્રથમ નાળિયેરનું છીણ, સાકર, ગુલાબજળ, ઘી અને દૂધ ભેગાં કરી કડાઈમાં ધીમા તાપે સીજવો. એકસરખું હલાવતાં રહેવું. જ્યાં સુધી મિશ્રણ બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતાં રહેવું. પછી એક થાળીમાં અથવા સાફ આરસપહાણના પથ્થર ઉપર ઘી લગાવી મિશ્રણને જાડું પાથરી દો. તેના ઉપર બદામ છૂટી છૂટી છાંટો અને પછી તેના જોઈએ તે માપના ચોરસ ટુકડા […]

સામગ્રી : ૧/૨ વાટકી રવો, ૧/૨ વાટકી મેંદો, ૧૦૦ ગ્રામ લીલા બાફેલા વટાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ગરમમસાલો, ૧ ચમચી ધાણાજીરું, ૧ વાટકી ઘી તળવા માટે, ૧/૨ વાટકી ઘી મોણ માટે, ૨ ટીપાં ખાવાનો લાલ રંગ. રીત : રવા તથા મેંદાને ચાળીને તેમાં મોણ નાખો. ૧/૨ ચમચી મીઠું તથા રંગ નાખી નવશેકા પાણીથી ઢીલો લોટ બાંધો. તેના પ્રમાણસર લૂઆ બનાવી કચોરીની માફક લૂઆને હાથ પર મૂકી, થોડા પહોળા કરો. બાફેલા વટાણાને હાથથી થોડા મસળી, તેમાં બધો મસાલો નાખી, લગભગ ૧/૨ ચમચી આ તૈયાર મિશ્રણને લૂઆમાં ભરો. પછી તેને બંધ […]

સામગ્રી : પાલકની ઝૂડી : ૪, ટામેટાં : ૨૫૦ ગ્રામ, મોળું દહીં : ૧/૨ કપ, મીઠું : પ્રમાણસર, વટાણા : ૧ કિલો, માખણ : ૨ ચમચા, પનીર : ૨૫૦ ગ્રામ, ક્રીમ : ૧૦૦ ગ્રામ, પાંચ લીલાં મરચાં, ૧ ચમચી જીરું : વાટેલું. રીત : પનીરના ટુકડા કરીને તળી લેવા. પાલકના પાનને મીઠું નાખી ઊકળતા પાણીમાં પાંચ મિનિટ રાખો. પછી ચાળણીમાં કાઢીને નિતારીને ઠંડા પાડો. તેની બારીક ચટણી વાટો.ટામેટાંને ગરમ પાણીમાં મૂકો. છાલ કાઢી નાખો અને બારીક ટુકડા કરી રાખી મૂકો. પછી વટાણાને બાફી પાણી નિતારી લો. પછી માખણને ગરમ કરો. […]

સામગ્રી : ૨ કપ લીલું નાળિયેર (છીણેલું), ૨ કપ પનીર છીણેલું, ૧/૨ કપ માવો અથવા મિલ્‍ક પાઉડર, ૧ કપ દળેલી ખાંઙ રીત : સૌથી પહેલાં માવો, પનીર અને દળેલી ખાંડને ભેગાં કરી, હાથથી બરાબર મસળી તેના ગોળા વાળી દો. દરેક ગોળાની અંદર એક એક પિસ્‍તું મૂકી એમને નાળિયેરની છીણમાં રગદોળી થાળીમાં સજાવી દો. ઠંડા થાય એટલે પિસ્‍તાં અથવા કેસરથી સજાવીને પીરસો.

સામગ્રી : ૪૫૦ ગ્રામ ખજૂર, ૧૦૦ ગ્રામ તલ, ૧૦૦ ગ્રામ નાળિયેરની છીણ, ૫૦ ગ્રામ સાકરટેટીનાં બીનો ગર, ૧/૨ ચમચી એલચીનો પાઉડર. સજાવવા માટેની સામગ્રી : ૧/૨ કપ નાળિયેરની છીણ. રીત : ખજૂરને ધોઈને સારી રીતે તડકે સૂકવો. તેમાંથી ઠળિયા કાઢી નાખો. પછી મિક્સીમાં નાખીને કે વાટીને તેનો માવો બનાવો. તલને શેકીને અધકચરા વાટી નાખો. હવે ખજૂરના માવામાં તલ, નાળિયેરની છીણ, સાકરટેટીનાં બીનો ગર તથા એલચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી નાખો. તેના નાના નાના લાડુ વાળી તેમને નાળિયેરની છીણમાં રગદોળો. ઘી-ખાંડ વિનાના આ લાડુ ખાવામાં ખૂબ સ્‍વાદિષ્‍ટ અને પૌષ્ટિક […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors