બહેરામજી મલબારી

ગુજરાતી સાહિત્યના કવિ અને સમાજસુધારક બહેરામજી ધનજીભાઈ મલબારીનો જન્મ ઈ.સ. ૧૮૧૩માં વડોદરા મુકામે થયો હતો. મેટિ્રક સુધી અભ્યાસ કરી શોખ ખાતર શેક્સપિયર,મિલ્ટન વડ્ઝવર્થ વગેરેની કૃતિઓનો અભ્યાસ કર્યો. ધીમે ધીમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કાવ્યો રચવા લાગ્યા. ત્યાર પછી તો એમની પાસેથી ‘વિલ્સન વિરહ’, ‘સાંસારિકા’ આદમી અને તેની દુનિયા અને નીતિ વિનોદ જેવા ઉત્તમ પુસ્તકો પ્રાપ્ત થયા છે. એમણે ઈન્ડિયન ન્યૂઝ ઈન ઈગ્લિશ ગાર્બથી અભિભૂત થઈ મેક્સમૂલર અને મહારાણી વિક્ટોરિયાએ એમની પ્રશંસા કરી હતી. બાળલગ્નો બંધ કરાવવા ભારતીય નારીની સ્થિતિ સુધારવી અને વિધવાના વિવાહની હિમાયત કરીને એમણે જે નામના મેળવી તે […]

વિષ્ણુનારાયણ ભાતખંડે

ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક ગ્રંથો તેમણે વાંચ્યા. સમગ્ર ભારતમાં પ્રવાસ કરી કેટલાય વિદ્વાનો સાથે તેમણે ચર્ચા કરી. ઉત્તર તથા દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિઓનો સુમેળ કરવાનું શ્રેય શ્રી ભાતખંડેને ફાળે જાય છે, તેમણે લક્ષસંગીત, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, ક્રમિક માલિકા જેવા ગ્રંથોનું લેખન કર્યું. ભાતખંડેજીનું લેખનકાર્ય જોતા આજેય અભ્યાસુઓ દંગ રહી જાય છે. જુદા જુદા ગવૈયાને મુંબઈ લાવીને તેમની પાસેથી તેમણે ચીજો એકઠી કરી હતી. ઈ.સ.૧૯૩૬માં […]

દિનકર જોશી – આપણા સાહિત્યકારો

દિનકર જોશી નવલકથાકાર, સંપાદક, અનુવાદક એવા શ્રીદિનકર જોશીનો જન્મ તા.૩૦ જૂન, ૧૯૩૭ના રોજ ભાવનગરજીલ્લાના ભંડારિયા ગામે થયો હતો. તેમનું મૂળ વતન નાગધણીબા હતું અને તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ હતું. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા હતા જેથી તેમને બે પુત્રો થયા. તેઓએ મહાત્મા વિ. ગાંધી નાટક લખ્યા હતા જે રંગભૂમિ પર ભજવાણા છે. તેઓ ગીતા અભ્યાસી અને તેમાં પાંડિત્ય ધરાવતા હતા. આન્ધ્ર દેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવાને તેઓ એ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો. તેઓએ ૬૦થી […]

ગુજરાત ના ખ્યાતનામ કવિઓ

અમાસના તારા – કિસનસિંહ ચાવડા અમૃત – રઘુવીર ચૌધરીઅહલ્‍યાથી ઇલિઝાબેથ – સરોજ પાઠક આકાર – ચંદ્રકાન્‍ત બક્ષીઆગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં, મંદાકિની –ચંદ્રવદન મહેતા આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ અખંડ દીવો – લીલાબહેન અભિનય પંથે – અમૃત જાની અભિનવનો રસવિચાર –નગીનદાસ પારેખ અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી કૃષ્‍ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ ખોવાયેલી દુનિયાની સફરે –યશંવત મહેતા ગ્રામલક્ષ્‍મી (ભાગ ૧ થી ૪) –ર.વ.દેસાઇ ગૃહપ્રવેશ – સુરેશ જોષી ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં– બકુલ ત્રિપાઠી ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્ ચહેરા – મધુ રાય ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો – સ્‍વામી સચ્ચિદાનંદ ચિહન – ધીરેન્‍દ્ર મહેતા જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર જયાજયંત – ન્‍હાનાલાલ જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ ગાંધી જિગર અને અમી – ચુનીલાલ શાહ ઝેર તો પીધાં છે જાણી જાણી –મનુભાઇ પંચોળી તણખા (ભાગ ૧ થી ૪) –ધૂમકેતુ તપોવનની […]

લોકમાન્ય ટિળક

ભારતીય સ્વાતંત્ર્યસેનાની ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે. હં તે મેળવીને જ જંપીશ’ એવું ભાન હિન્દની સુપ્ત જનતામાં જાગૃત કરીને, તેઓમાં અસંતોષની આગ પ્રગટાવી બિ્રટિશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રિમ ફાળો આપનાર લોકમાન્ય બાળગંગાધર ટીળક નું નામ હિંદી સ્વાતંત્ર્યવીરોની નામાવલિમાં અત્યંત ઊજળા અક્ષરે અંકાયેલું છે. તેમનો જન્મ ઇ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઇએ રત્નાગિરિમાં થયો હતો.બાળપણથી જ તે તેજસ્વી મેધા ધરાવતા હોવાથી પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની અતિ યશસ્વી કારકિર્દી ગાળી તે બી.એ., એલએલ.બી થયા. પરંતુ વકીલાત ન કરતાં દેશસેવાની પ્રતિજ્ઞા લઇ પ્રાથમિક શાળામાં અધ્યાપક થયા. એક વર્ષ પછી ચિપળૂણકર, આગરકર […]

હોલિવૂડના પરદે ગુજરાતી નૌરિનની ધૂમ (Hollywood actress Naurin)

મૂળ ગુજરાતી નામ નૌરિન. માતા – પિતા મહારાષ્ટ્રના પુણેનાં , જન્મ ન્યૂયોર્કમાં, ઉછેર જયોર્જિયાના સ્ટોન માઉન્ટ ખાતે થયેલ છે. તો તેનો અભ્યાસ બોસ્ટન યુનિવર્સિટીમાં થયો છે. તેની માનીતી ફિલ્મો, સીતા ઔર ગીતા, સત્યમ્ શિવમ્ સુંદરમ્ તથા કુલી. તે સિવાય ઘણી હિંદી ફિલ્મો તેની પહેલી પસંદ છે. તે ગુજરાતી, હિંદી, ઉર્દૂ બહુ સારી રીતે બોલી શકે છે. નૌરિન ડેવલ્ફ ગુજરાત પરિવારની મુસ્લિમ યુવતી છે. હોલિવૂડમાં તેનું નામ નોરિન ડેવુલ્ફ છે. હોલિવૂડમાં તે જેનિફર લોપેઝ સાથે કામ કરી ચૂકી છે. તે ધ બેક અપ પ્લાનમાં જે.લો. સાથે ચમકી છે. વલી તે બોલિવૂડમાં […]

ગુજરાતી સાહિત્યમાં હળવી શૈલીના લેખો લખનાર કટાર લેખક ચીનુભાઈ પટવા ‘ફિલસૂફ’નો જન્મ ઈ.સ. ૧૯૧૧માં મુંબઈ મુકામે થયો હતો. તેમની લેખન પ્રવૃતિની શરૂઆત કોલેજકાળથી થયેલ. ચા પીવાના શોખીન પટવાએ ‘ચા પીતાં પીતાં’ની શ્રેણી નવ સૌરાષ્ટ્ર વર્તમાનપત્રમાં શરૂ કરેલી ઉપરાંત પાનસોપારી,શકુંતલાનું ભૂત,ચાલો સજોડે સુખી થઈએ જેવી કૃતિઓ તેમણે હળવી શૈલીમાં લખી છે,તેમના નિબંધોમાં સાંપ્રત સામાજિક અને રાજકીય સમસ્યાઓને વક્રદૃષ્ટીએ અવલોકવાની, સવિશેષ તો અમદાવાદી સમાજના રંગઢંગ વિશેષ રીતે આલેખાયેલા છે.તેમણે અમદાવાદથી મુંબઈ સુધીનો સાયકલ પ્રવાસ,સત્યાગ્રહમાં સામેલગીરી જેવા અનેક સાહસપૂર્વ કાર્યો કર્યા હતાં. તેમના લખાણોમાં તીક્ષ્ણ વ્યવહાર,બુદ્ધિ ઉપરાંત અવળવાણીની ફાવટ છે. ફિલસૂફે આપણી વચ્ચેથી […]

આદિલ (ફ્રીદ)મન્સુરી – ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતી કવિ

ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતીઓ કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરના આદિલ (ફ્રીદ)મન્સુરી. મનહર ઉધાસે ગાયેલી ૬૬જયારે ણયની જગમાં શરૂઆત થઇ હશે તે ગઝલથી આદિલભાઇ ચલિત છે.ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં તિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. આદિલ મન્સૂરી ૧૮મી મે ૧૯૩૬ના અમદાવાદમાં જન્મ્યા હતાં. તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંદ્યર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાંચી જવાનો […]

ઉન્મુકત સાહિત્યકાર ભોળાભાઇ પટેલ

પાંડિત્યના ભારથી ઉન્મુકત સાહિત્યકાર ભોળાભાઇ પટેલનો જન્મ સોજા ખાતે ઇ.સ. ૧૯૩૪ ના ઓગસ્ટ માસની સાતમી તારીખે થયો હતો. પિતાનું નામ શંકરભાઇ પિતાજી શિક્ષક હતા મેટ્રિક નો અભ્યાસ પૂરો કરી ભોળાભાઇ માણસાની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાર્થી તરીકે તેઓ જે કંઇ જાણતા હતા તે બધું જ નિઃશેષપણે પોતાના વિદ્યાર્થીઓને આપી દેવા સદા તત્પર રહેતા માણસાનાં શકરીબહેન ડો.ભોળાભાઇનાં પત્ની વિદ્યાર્થીકાળ દરમિયાન જ ભોળાભાઇ સંસ્કૃત છંદોમાં કાવ્યો લખતા એ અરસામાં બે-ત્રણ નવલિકાઓ પર પણ એમણે હાથ આજમાવ્યો હતો. નોકરી કરતા તેઓ બંગાળી ભાષા શીખ્યા. બંગાળી ભાષા સાથેના ગાઢ પરિચયને કારણે તથા તેમની અભ્યાસપ્રવૃત્તિથી […]

રમેશભાઇ ઓઝા – ભાગવત કથાકાર

રમેશભાઇ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેનને ત્યાં, થયો હતો. તેઓ જ્ઞાતીએ અૌદિચ્ય બ્રાહ્મણ છે. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે. તેઓએ પોરબંદર એરોડ્રામ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા આશરે ૭ કરોડ રૂપિયાના અનુદાનો અને ગુજરાત સરકાર તરફ્થી તિક […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors