ગુજરાતની અગત્યની તારીખ (તિથિપત્ર)

ગુજરાતની અગત્યની તારીખ (તિથિપત્ર)

ઇ.સ. તારીખ
૭૫ ઃ ગુજરાતીઓ જોવા પહોંચ્યા.
૮૦ ઃ શક લોકો ફરી બળવાન થયા. ક્ષત્રપવંશો.
૪૧૫ ઃ ગુપ્તવંશ, દઃ ગુજરાતમાં ત્રૈકૂટક વંશ.
૪૭૦ ઃ મૈત્રક વંશ, વલ્લભીપુરમાં રાજધાની નાંદોદ.
૬૨૯ ઃ દ. ગુજરાતમાં ગુર્જર વંશ, રાજધાની નાંદોદ.
૬૯૬ ઃ ઉત્તરમાં જયશિખરીનું રાજય, રાજધાની પંચાસર.
૭૨૫ ઃ સિંધના જુનૈદનું ગુજરાત પર આક્રમણ પુલકેશીને હરાવીને સીમાપર કાઢી મૂકયો.
૭૪૬ ઃ ચાવડા વંશની સ્થાપના.
૭૭૧ ઃ પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા.
૭૮૩ ઃ રાષ્ટ્રકૂટ વંશ.
૭૮૮ ઃ મૈત્રક વંશનો અંત.
નવમી સદી ઃ ગુજરાત નામ પ્રચલિત બન્યું.
૯૨૦ ઃ સૌરાષ્ટ્રમાં જેઠવા વંશ, વાળા તથા ચુડાસમા વંશ, કચ્છમાં જાડેજા શાસન, ગુજરાતમાં પરમાર વંશ.
૯૪૨ ઃ સોલંકી વંશ, મૂળરાજે અણહિલપુર પાટણ જીતી લીધું.
     ઉત્તરમાંથી ૧૦૦૦ ઋષિસમાન બ્રાહ્મણો તેડાવ્યા, જે ઔદિચ્યકહેવાયા.
૧૦૦૦ ઃ આરબ મુસાફર અલબરુનીએ ગુજરાતનો પ્રવાસ કર્યો.
૧૦૨૬ ઃ મહંમદ ગઝનીએ સોમનાથ લૂટયું. મોઢેરાનું સૂર્યમંદિર બંધાયું.
૧૦૯૪ ઃ સિદ્ધરાજ જયસિંહનું રાજયારોહણ. ગુજરાતનો સુવર્ણયુગ.
૧૧૭૪ ઃ કુમારપાળે રાજયમાં હિંસા પર પ્રતિબંધ મૂકયો.
૧૧૭૭ ઃ મૂળરાજે મહમ્મદ ઘોરીને હરાવ્યો.
૧૧૯૪-૯૬ ઃ કુતુબુદૃીનનું આક્રમણ.
૧૩૦૦ ઃ હિંદુ રાજયનો અંત, દિલ્હીથી મુસલમાન શાસનનો પ્રારંભ,
      ગુજરાતી ભાષાનો વિકાસ શરૂ થયો.
૧૪૦૩ ઃ દિલ્હી શાસનનો અંત, મહંમદ શાહ પહેલો ગુજરાતનો સ્વતંત્ર.સુલતાન.
૧૪૬૮ ઃ મહંમદ બેગડાનું જૂનાગઢ પર આક્રમણ.
૧૫૫૦ ઃ ગુજરાતીઓ ઓસ્ટ્રેલીયા 
૧૫૭૨ ઃ અકબરનું આક્રમણ, મોગલ શાસનનો આરંભ.
૧૬૧૨ ઃ અંગ્રેજોનેસુરત, ઘોઘા, ખંભાત તથા અમદાવાદમાં
      વેપારધંધાની અનુમતિ મળી.
૧૬૧૭ ઃ જહાંગીરે ગુજરાતનો પ્રવાસ કર્યો.
૧૬૨૨ ઃ શાહજહાંએ અમદાવાદમાં શાહીબાગ બંધાવ્યો.
૧૬૪૯ ઃ મહાકવિ પ્રેમાનંદનો જન્મ.
૧૬૬૨ ઃ કચ્છની રાજધાની ભૂજની સ્થાપના.
૧૬૭૦ ઃ શિવાજીએ સુરતની લૂંટ ચલાવી.
૧૭૩૧ ઃ વડોદરામાં ગાયકવાડી શાસન.
૧૭૫૭ ઃ મરાઠાઓએ અમદાવાદ જીતી લીધું.
૧૭૫૯ ઃ સુરતમાં અગ્રેજી શાસન.
૧૮૧૮ ઃ અમદાવાદમાં અંગ્રેજી શાસન.
૧૮૨૨ ઃ મુંબઇ સમાચાર શરૂ થયું. ભારતનું સૌથી જૂનું દૈનિક.
૧૮૩૩ ઃ વીર નર્મદનો જન્મ.
૧૮૪૨ ઃ દુર્ગારામ મહેતાજીએ સુરતમાં છાપખાનું સ્થાપ્યું.
૧૮૪૮ ઃ ગુજરાત વિદ્યાસભાની સ્થાપના.
૧૮૫૪ ઃ ગુજરાતનું સાથી જૂનું સામાયિક ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું.
૧૮૫૬ ઃ અમદાવાદમાં ગુજરાત કાૅલૅજની સ્થાપના.
૧૮૫૭ ઃ વિપ્લવ.
૧૮૬૧ ઃ રણછોડલાલ રેંટિયાવાળાએ અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ નાખી.
૧૮૬૨ ઃ સુરતમાં ગુજરાતમિત્ર વર્તમાનપત્ર શરૂ થયું.
૧૮૬૮ ઃ નંદશંકર મહેતાની પ્રથમ નવલકથા કરણઘેલો.
૧૮૬૯ ઃ ગાંધીજીનો પોરબંદરમાં જન્મ.
૧૮૭૩ ઃ પહેલો ગુજરાતી શબ્દકોષ નર્મદકોષ.
૧૮૭૫ ઃ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ.
૧૮૭૬ ઃ મહંમદઅલી ઝીણાનો પાનેલીમાં જન્મ.
૧૮૮૧ ઃ અમદાવાદમાં-અજમેર રેલવેમાર્ગ.
૧૮૯૧ ઃ દાદાભાઇ નવરોજી બિ્રટિશ પાર્લામેન્ટના સભ્ય ચૂંટાયા.
૧૯૦૧ ઃ સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ પૂરો થયો.
૧૯૦૨ ઃ અમદાવાદમાં કાૅગ્રેસ મહાસભાનું અધિવેશન.
૧૯૦૫ ઃ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપનો.
૧૯૧૧ ઃ સેન્ટ્રલ બૅંકની સ્થાપના.
૧૯૧૫ ઃ ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે આશ્રમ સ્થાપ્યો.
૧૯૧૬ ઃ સાબરમતી આશ્રમની સ્થાપના.
૧૯૧૭ ઃ અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના.
૧૯૧૮ ઃ ખેડા સત્યાગ્રહ, મુનશીની નવલકથા ગુજરાતનો નાથ પ્રગટ
૧૯૧૯ ઃ રોલેટ ધારા વિરોધી હડતાળ. અમદાવાદથી નવજીવન શરૂ થયું.
૧૯૨૦ ઃ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના.
૧૯૨૩-૨૪ ઃ બોરસદ સત્યાગ્રહ.
૧૯૨૮ ઃ બારડોલી સત્યાગ્રહ, વલ્લભભાઇ પટેલ સરદાર બન્યા.
૧૯૩૦ ઃ ગાંધીજીની દાંડીકૂચ, બાળલગ્ન પ્રતિબંધ.
૧૯૩૨ ઃ સવિનય કાનૂન ભંગ આંદોલન.
૧૯૩૪ ઃ અમદાવાદમાં જયોતિસંઘની સ્થાપના.
૧૯૩૫ ઃ ગુજરાતમાં પ્રાંતિક સ્વરાજય.
૧૯૪૭ ઃ જૂનાગઢમાં આરઝી હકૂમતની સ્થાપના.
૧૯૪૮ ઃ સૌરાષ્ટ્રમાં રજવાડાનું વિલિનીકરણ.
૧૯૪૯ ઃ વડોદરાનું વિલિનીકરણ, ગુજરાત યુનિ. ની સ્થાપના.
૧૯૫૦ ઃ ડીસા-કંડલા રેલવે માર્ગ.
૧૯૫૧ ઃ સોમનાથનો જીર્ણોદ્ધાર, ઠક્કર બાપાનું અવસાન.
૧૯૫૬ ઃ મહાગુજરાતનું આંદોલન.
૧૯૫૮ ઃ ગુજરાતમાં લુણેજ ખાતે ખનીજતેલ નીકળ્યું.
૧૯૫૯ ઃ નહેરુ પુલની સ્થાપના.
૧૯૬૦ ઃ ગુજરાત રાજયની સ્થાપના.
૧૯૬૧ ઃ ભાવનગરમાં કોંગ્રેસ નું ૬૬મું અધિવેશન, બ્રિટીશરાણી ઇલિઝાબેથની અમદાવાદની યાત્રા.
૧૯૬૩ ઃ પંચાયતની રાજયનો અમલ, કોયલી તેલ શુદ્ધિ કારખાનાનું શિલારોપણ.
૧૯૬૫ ઃ કચ્છમાં પાકિસ્તાની આક્રમણ.
૧૯૬૭ ઃ દીવ-દમણે ગુજરાતમાં જોડાવાની ના પાડી.
૧૯૭૧ ઃ કનૈયાલાલ મા. મુનશીનું મુંબઇમાં અવસાન.
૧૯૭૨ ઃ મહાગુજરાતના નેતા ોઇન્દુલાલ યાજ્ઞિકનું અવસાન.
૧૯૭૩ ઃ કોંગ્રેસ પક્ષની નેતાગીરી સામે બળવો. ચિમનભાઇ પટેલ
કાવાદાવાથી સત્તા પર આવ્યા. નદીઓમાં ભારે પૂર છતાં અછત.
૧૯૭૪ ઃ રાજયસભરમાં ખૂબ ભાવવધારો, વ્યાપક ભ્રષ્ટાચાર, નવનિર્માણ આંદોલનનો પ્રારંભ. ચિમનભાઇ પટેલની સરકારનું પતન.અમદાવાદમાં અને રાજયસભરમાં ૧૦૦થી વધારે યુવાનોના
 બલિદાન લેવાયાં. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન.
૧૯૭૫ ઃ ગુજરાતની ચૂંટણીમાં શાસક કોંગ્રેસની હાર, જનતા મોરચાની સંયુકત સરકારની રચના થઇ. બાબુભાઇ જશભાઇ પટેલ મુખ્યપ્રધાન બન્યા. પીજ ટીવી. કેન્દ્ર શરૂ થયું.
૧૯૭૬ ઃ બાબુભાઇ પટેલની મોરચા સરકારે રાજીનામું આપ્યું.
      ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું.
૧૯૭૭ ઃ ૮મી રાષ્ટ્રીય પુસ્તકમેળો અમદાવાદમાં ભરાયો. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના થઇ. અમદાવાદમાં લધુ કુંભમેળોઃ ભરાયો. જયપ્રકાશજીએ અમદાવાદમાં ચૂંટણીસભા સંબોધી
       બાબુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્ય પ્રધાન યુ.એન. ઢેબરનું અવસાન થયું.
૧૯૭૯ ઃ અમદાવાદમાં-દિલ્હી વચ્ચે સર્વોદય એકસપ્રેસ ગાડી શરૂ થઇ.
      મચ્છુ - ૨ તૂટતાં મોરબીમાં વિનાશ થયો. ૧૫૦૦થી વધારે વધારે મરણ પામ્યાં રુદ્રમાળનાં પાયામાંથી ૭મી સદીનાં મંદિરો મળ્યાં. લોથલમાં સિંધુ સંસ્કૃતિના કડા, મણકા, 
      સોનાના ઘરેણાનો મોટો જથ્થો મળ્યો.
૧૯૮૦ ઃ વલભી નજીક લોલિયાણા ગામે સિંધુ સસ્કૃતિનાં અવશેષો મળ્યાં.
૧૯૮૧ ઃ અનામત વિરોધી આંદોલન શરૂ થયું. કુરાનનું ગુજરાતીમાં
ઃ        ભાષાંતર થયું. જાણીતા ગાંધીવાદી કાકા કાલેલકર તથા બબલભાઇ મહેતાનું અવસાન.
૧૯૮૨ ઃ ગુર્જરલક્ષ્મી લોટરી શરૂ થઇ. અમદાવાદમાં કમળાનો મોટો મોટો ઉપદ્રવ શરૂ થયો. ગુજરાતમાં ભીષણ વાવાઝોડું ફરી વળ્યું.
        કેળવણીકાર ગિજુભાઇ બધેકાનું અવસાન.
૧૯૮૩ ઃ અલંગમાં જહાજ ભાંગવાનું કારખાનું શરૂ થયું. લાંઘણજનાટીબામાંથી પુરાતન ૧૪ હાડપિંજર તથા બીજા અવશેષો મળ્યા.
         સૌરાષ્ટ્રમાં પૂરથી વ્યાપક હાનિ. અમદાવાદમાં દૂરદર્શન કેન્દ્ર શરૂ થયું. અમદાવાદમાં ગુજરાત સ્ટેડિયમ પર પ્રથમ ક્રિકેટ
          ટેસ્ટ સ્પર્ધા રમાઇ.
૧૯૮૪ ઃ ખેડા જિલ્લામાં ડાયનોસોરના અવશેષો મળ્યા. અમદાવાદતિરુઅનંતપુરમ ગાડી શરૂ થઇ. અમદાવાદમાં કાૅમ્પ્યુટરાઇઝ્ડ
         ટેલિફોન મથક ચાલુ થયું. રવિશંકર મહારાજનું અવસાન.
૧૯૮૫ ઃ અનામત વિરોધી આંદોલન ઉગ્ર બન્યું માધવસિંહ સોલંકીનું મુખ્યપ્રધાનપદેથી રાજીનામું. અમરસિંહ ચૌધરી પ્રથમ
         આદિવાસી મુખ્ય પ્રધાન બન્યા. પ્રભુદાસ પટવારીનું અવસાન.
૧૯૮૬ ઃ ગુજરાતમાં ગંભીર વીજળી કટોકટી. તીવ્ર દુષ્કાળ, રથયાત્રાનાપ્રસંગે અમદાવાદમાં કોમી હુલ્લડો થયા. ઉત્તર ગુજરાત
        યુનિ.ની પાટણમાં સ્થાપના. આ વર્ષ ગુજરાતમાં તોફાનોમાં
૧૩૩૨ મરણ અને રૂ. ૧૩ કરોડની હાનિ થઇ.
૧૯૮૭ ઃ નર્મદા યોજનાને કેન્દ્રે મંજૂરી આપી.દુષ્કાળની સ્થિતિ વધુ ગંભીર બની.
૧૯૮૮ ઃ જૂનાગઢ જિલ્લાના સૂત્રાપાડા ગામે ગુજરાત હેવી ક્મિકલ્સનું રૂ.૨.૮૭ અબજનું સોડાએશનું સૌથી મોટું કારખાનું શરૂ થયું.
        રૂ. ૨૦ અબજની મૂડી સાથે સરદાર સરોવર નિગમની સ્થાપના થઇ.અમદાવાદ તથા રાજયના બીજા ભાગોમાં મગજના
        તાવનો રોગચાળો ફાટી નીકળ્યો આહવામાં દૂરદર્શન કેન્દ્ર શરૂ થયું. મકરંદ દેસાઇ, શંભુ મહારાજ, દાદા ભગવાન, કૃષ્ણવદન જોશી, પુષ્પાબહેન મહેતા 
         વગેરે સામાજિક કાર્યકરોનું અવસાન.
૧૯૮૯ ઃ તપન પારેખને સ્કેટિંગમાં અર્જુન એવોર્ડ મળ્યો.ખંભાત પાસે પ્રાચીન અવશેષો મળ્યા. અતિવૃષ્ટિથી ૫૭૧ના મરણ, કોમી
         હુલ્લડો થયા. ધારાસભ્યોનું પેન્શન બિલ પાસ થયું શશીકાંત માળીને ફાંસીની સજા ફટકારાઇ. ગીર જંગલમાં ભીષણ આગ
         લાગી. ગુજરાતી વિશ્વકોશનો પ્રથમ ખંડ બહાર પડયો.
          માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા.
૧૯૮૦ ઃ વલભી નજીક લોલિયાણા ગામે સિંધુ સસ્કૃતિનાં અવશેષો મળ્યાં.
૧૯૮૧ ઃ અનામત વિરોધી આંદોલન શરૂ થયું. કુરાનનું ગુજરાતીમાં ભાષાંતર થયું. જાણીતા ગાંધીવાદી કાકા કાલેલકર તથા
        બબલભાઇ મહેતાનું અવસાન.
૧૯૮૨ ઃ ગુર્જરલક્ષ્મી લોટરી શરૂ થઇ. અમદાવાદમાં કમળાનો મોટો મોટો ઉપદ્રવ શરૂ થયો. ગુજરાતમાં ભીષણ વાવાઝોડું ફરી વળ્યું.
        કેળવણીકાર ગિજુભાઇ બધેકાનું અવસાન.
૧૯૮૩ ઃ અલંગમાં જહાજ ભાંગવાનું કારખાનું શરૂ થયું. લાંઘણજના ટીબામાંથી પુરાતન ૧૪ હાડપિંજર તથા બીજા અવશેષો મળ્યા.
         સૌરાષ્ટ્રમાં પૂરથી વ્યાપક હાનિ. અમદાવાદમાં દૂરદર્શન કેન્દ્ર શરૂ થયું. અમદાવાદમાં ગુજરાત સ્ટેડિયમ પર પ્રથમ ક્રિકેટ
         ટેસ્ટ સ્પર્ધા રમાઇ.
૧૯૮૪ ઃ ખેડા જિલ્લામાં ડાયનોસોરના અવશેષો મળ્યા. અમદાવાદતિરુઅનંતપુરમ્  ગાડી શરૂ થઇ. અમદાવાદમાં કાૅમ્પ્યુટરાઇઝ્ડ
          ટેલિફોન મથક ચાલુ થયું. રવિશંકર મહારાજનું અવસાન.
૧૯૮૫ ઃ અનામત વિરોધી આંદોલન ઉગ્ર બન્યું માધવસિંહ સોલંકીનું મુખ્યપ્રધાનપદેથી રાજીનામું. અમરસિંહ ચૌધરી પ્રથમ
         આદિવાસી મુખ્ય પ્રધાન બન્યા. પ્રભુદાસ પટવારીનું અવસાન.
૧૯૮૬ ઃ ગુજરાતમાં ગંભીર વીજળી કટોકટી. તીવ્ર દુષ્કાળ, રથયાત્રાનાપ્રસંગે અમદાવાદમાં કોમી હુલ્લડો થયા. ઉત્તર ગુજરાત
           યુનિ.ની પાટણમાં સ્થાપના. આ વર્ષ ગુજરાતમાં તોફાનોમાં
૧૩૩૨ મરણ અને રૂ. ૧૩ કરોડની હાનિ થઇ.
૧૯૮૭ ઃ નર્મદા યોજનાને કેન્દ્રે મંજૂરી આપી.દુષ્કાળની સ્થિતિ વધુ ગંભીર બની.
૧૯૮૮ ઃ જૂનાગઢ જિલ્લાના સૂત્રાપાડા ગામે ગુજરાત હેવી ક્મિકલ્સનું રૂ.૨.૮૭ અબજનું સોડાએશનું સૌથી મોટું કારખાનું શરૂ થયું.
         રૂ. ૨૦ અબજની મૂડી સાથે સરદાર સરોવર નિગમની સ્થાપના થઇ.અમદાવાદ તથા રાજયના બીજા ભાગોમાં મગજના
         તાવનો રોગચાળો ફાટી નીકળ્યો આહવામાં દૂરદર્શન કેન્દ્ર શરૂ થયું. મકરંદ દેસાઇ, શંભુ મહારાજ, દાદા ભગવાન,
          કૃષ્ણવદન જોશી, પુષ્પાબહેન મહેતા વગેરે સામાજિક કાર્યકરોનું અવસાન.
૧૯૮૯ ઃ તપન પારેખને સ્કેટિંગમાં અર્જુન એવોર્ડ મળ્યો.ખંભાત પાસે પ્રાચીન અવશેષો મળ્યા. અતિવૃષ્ટિથી ૫૭૧ના મરણ, કોમી
        હુલ્લડો થયા. ધારાસભ્યોનું પેન્શન બિલ પાસ થયું શશીકાંત માળીને ફાંસીની સજા ફટકારાઇ. ગીર જંગલમાં ભીષણ આગ
        લાગી. ગુજરાતી વિશ્વકોશનો પ્રથમ ખંડ બહાર પડયો.
       માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા.
૧૯૯૯ ઃ રાજયમાં લો મિશનની સ્થાપના ગાંધીનગરમાં ઘ-૫ સર્કલમાંમૂકસેવક પૂ. રવિશંકર મહારાજની પ્રતિમાનું અનાવરણ
        ભારતમાં ગુજરાત રાજયમાં પ્રથમ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવ્યું. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર એજન્ડા
         ૨૦૧૦ની જાહેરાત. શહેરી જમીન ટોચ મર્યાદા ધારો
          ગુજરાતમાંથી નાબૂદ કરતું વિધેયક પસાર થયું.
૨૦૦૦ ઃ નર્મદા બંધને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી અપાઇ.
૨૦૦૧ ઃ ૨૬મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં વિનાશકારી ભૂંકપ આવતા ૭૦,૦૦૦ જેટલા લોકોએ જાન ગુમાવ્યા. જાન-માલનું
         પારાવાર નુકસાન.
૨૦૦૨ ઃ સાબરમતી એકસપ્રેસમાં અયોધ્યાથી પરત આવી રહેલા કારસેવકો ઉપર ગોધરા નજીક ઝનૂની તત્વોનો હુમલો, 
        ૫૮ કારસેવકો બળી મર્યા.
૨૦૦૧ના વર્ષ માટેનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહને પ્રાપ્ત થયો.
૨૦૦૩ ઃ ગુજરાતની સરદાર પટેલ યુનિર્વિસટીએ દેશનું સૌપ્રથમ યુનિર્વિસટી રેડિયા સ્ટેશન શરૂ કર્યું છે.
૨૦૦૪ ઃ ગુજરાતમાં નવા રાજયપાલ તરીકે કૈલાસપતિ મિશ્રાની નિમણૂક.
૨૦૦૫ ઃ ગુજરાત નેશનલ લાૅ યુનિર્વિસટીમાં દેશ-વિદેશના કાયદાને લગતાં પુસ્તકો અને અૈતિહાસિક દસ્તાવેજો ધરાવતા લાૅ
         મ્યુઝિયમની સ્થાપના થઇ. જે ગાંધીનગરમાં સ્થપાયું જે દેશનું સૌપ્રથમ  મ્યુઝિયમ છે.
૨૦૦૬ ઃ ૨૦૦૭નું વર્ષ ગુજરાતમાં નિર્મળ ગુજરાત તરીકે ઊજવવામાં આવશે.
૨૦૦૭ - નર્મદા બંધનું ૧૨૧.૯૨ મીટરનું બાંધકામ પૂર્ણ.
- નર્મદા યોજના સાથે જોડાયેલ બધાં રાજયોના મુખ્યમંત્રીની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના ૧૪૫૦ મેગાવોટનો
 વીજ પ્રોજેકટ રાષ્ટ્રને સર્મિપત કર્યો.
- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભામાં શહેરી ગરીબો માટે ૧૩હજાર કરોડનું ગરીબ સમુદ્ધિ યોજના પેકેજ જાહેર કર્યું.
૨૦૦૮ ઃ - ગોધરાકાંડ અંગે તપાસ માટે નિમાયેલા નાણાવટી અને અક્ષયમહેતા પંચે તેના અહેવાલનું પ્રમાણે ગોધરાકાંડ પૂર્વ આયોજિત
કાવતરું હતું.
- મહાત્મા ગાંધીના જન્મદિનથી જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ અમલમાં આવી રહ્યો છે.
૨૦૦૯ ઃ - માંડવી-કચ્છમાં શ્યામજી કૃષ્ણાવર્મા ક્રાંતિતીર્થનો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ.
૨૦૧૦ ઃ - સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં સીબીઆઇ તપાસનો સુપ્રીમ કાર્ટનો આદેશ.
- રીંગણ ઉગાડતા ૬૦ ટકા ખેડૂતો દ્ધારા બીટી રીંગણનો વિરોધ.
- અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેડર.
- ગુજરાત રાજયમાં ધોરણ-૮ને પ્રાથમિકમાં સમાવવા નિર્ણય.
- સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મોભી અને પદ્મભૂષણ પ્રવીણચંદ્ર ગાંધીનું અવસાન.
- ગાંધીનગરમાં ગુજરાતની આઠમી મહાનગરપાલિકા જાહેર
- દલિત સાહિત્યના દાદા તરીકે જાણીતા જોસેફ મેકવાનનું નિધન.
- પંજાબની મેડિકલ કાૅલૅજને માન્યતા આપવા માટે બે કરોડની લાંચની
 માંગણી અંગે મેડિકલ કાઉન્સિલના પ્રમુખ કેતન દેસાઇની ધરપકડ.
- ર્સ્વિણમ ગુજરાતની ભવ્યાતિભવ્ય ઉજવણી
- સિંહોની સંખ્યા વધીને ૪૧૧ ગુજરાતની વિશ્વને ર્સ્વિણમ ભેટ.
- ૨૦ કિ.મી. વોકમાં બાબુભાઇ પનોચા ફરીથી ચેમ્પિયન
- માંડવીના ઉદ્યોગપતિ નિલેશ નારણજી સંઘવીને રાષ્ટ્રીય ઉદ્યોગ રત્ન એવોર્ડ 
- ગુજરાતની વાર્ષિક યોજનામાં ગત વર્ષ ૬૫૦૦ કરોડની વૃદ્ધિ ૩૦ હજાર કરોડ રૂપિયાની યોજના બહાલ.
- ગુજરાતના નાગરિકોને યુનિક આઇડી નંબર આપવા સ્ટેટ
કાઉન્સિલની રચના.
- પ્રો. ચીમનલાલ ત્રિવેદીને ૨૦૦૯નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
- મોદી મંત્રીમંડળ ચાર નવા પ્રધાનો રાજયપાલ ડો કમલા
બેનીવાલે કનુભાઇ ભાલાળા, વસુબેન, પ્રદીપસિંહ,
પ્રફુલ્લ પટેલને શપથ લેવડાવ્યા.
- પ્રયોગશીલ કવિ અનિલ જોશીને નરસિંહ મહેતા એવોર્ડ જાહેર.
- ગુજરાત વિધાનસભાના સ્પીકર અને ભાજપના વરિષ્ઠ નેતા અશોક
ભટ્ટનું અવસાન.
- વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે પૂર્વ અધ્યક્ષ પ્રો.
મંગળદાસ પટેલની નિમણૂક કરવામાં આવી.
- ગુજરાતની છ એ છ મહાનગરપાલિકામાં ભાજપનો વિજય.
- ગુજરાતમાં ૨૧ જિલ્લા પંચાયતો, ૧૫૫ તાલુકા પંચાયતો
અને ૪૨ નગરપાલિકામાં ભાજપની જીત કાૅગ્રેસની કરારી હાર.
- અમદાવાદના મેયર પદે અસિત વોરાની વરણી
- ચિત્તરંજનસિંઘ ગુજરાતના ઇન્ચાર્જ પોલીસ મહાનિયામક બન્યા.
- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લિખિત કન્વિનિયન્ટ એકશન પુસ્તકનું વિમોચન.
૨૦૧૧ ઃ - સિદ્ધ હસ્તે ગુજરાતી ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાની ચિર વિદાય.
- ધો-૧૦માં બે વિષયમાં નાપાસની પૂરક પરીક્ષા લેવા બોર્ડનો નિર્ણય.
- ખાડિયા વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં અશોક ભટ્ટનો પુત્ર
ભૂષણ ભટ્ટ વિજેતા.
- ગિરનાર પર રોપ-વેને પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપી.
- ૨૦૧૧ની વસ્તી ગણતરીનો ૯ ફેબ્રુઆરીથા ૨૮ ફેબ્રુઆરી
દરમિયાન તબક્કો હાથ ધરાયો.
- માધ્યમિક શિક્ષણ બોર્ડે શિક્ષકોની નિમણૂક માટે એપ્ટિટયૂડ
ટેસ્ટ જાહેર કર્યો.
- ઇફકોના ચૅરમૅન રણજિત જાખડની હત્યા થતાં ચૅરમૅનપદે
મહેસાણાના નટુભાઇ પટેલની નિમણૂક.
- નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું વિસ્તરણ કરી છ નવા મંત્રીઓ લીધા
રણજિત ગીલીટવાળા અને જિતેન્દ્ર સુખડિયાનો સમાવેશ. આઠ
નિગમોમાં પદાધિકારીઓની પણનિમણૂક.
- પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર જાહેર.
પાંચ ગુજરાતીની પસંદગી પીઢ ફોટોગ્રાફર હોમાઇવ્યારાવાલાને
પદ્મવિભૂષણ, ડિઝાઇનર સ્વ. દશરથ પટેલને પદ્મભૂષણ,
સાહિત્યકાર પ્રવીણ દરજી, ડો. મહેશ મહેતા અને કનુભાઇ
પટેલને પદ્મશ્રી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors