સંકટમોચન હનુમાનાષ્ટક

સંકટમોચન હનુમાનાષ્ટક

બાલ સમય રવિ ભક્ષિ લિયો,તબ તીનહું લોક ભર્યો અધિયારો.

તાહિ સો ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો.

દેવન આનિ કરી વિનતી તબ,છાદિ દિયો રવિ કષ્ટ નિવારો.

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ શ્રી હનુમાનજી!આપ બાળાવસ્થામાં સૂર્યને ફળ સમજી ગળી ગયા.ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો અને સંસારમાં ભય વ્યાપી ગયો.આ સંકટને દુર કરવા માટે કોઈ પણ સમર્થ નહોતુ.ચારેકોરથી નિરાશ થઈને દેવોએ તમને પ્રાર્થના કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો.સંસારનો ભય દેર કર્યો.એટલે તેમને સંકટમોચન નામે ન ઓળખે એવો કોણ છે.

બાલિ કી ત્રાસ કપીસ બસૈ,ગિરિજાત મહાપ્રભુ પંથ નિહારો.

ચૌકી મહામુનિ શાપ દિયો,તબ ચાહિયે કૌન વિચાર વિચારો.

કૈ દ્રિજ રુપ લિવાય મહાપ્રભુ,સો તુમ દાસ કે શોક નિવારો

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ વાલીના ભયને કારણે કયાંય શરણું ન પામનાર વાનરરાજ સુગ્રીવ છુપાઈને ઋષ્યમુક પર્વત પર રહેતો હતો.મતંગ મુનોના શાપને કરણે વાલિ ત્યાં પ્રવેશી શકતો ન્હોતો.મહાપ્રભુ શ્રીરામચન્દ્રજી લક્ષ્મણ સાથે સીતાજીને  શોધતાં શોધતા ત્યાં આવી પહોચ્યા ત્યારે સુગ્રીવ એમને વાલિના યોદ્રા સમજીને ભય પામ્યો.હે હનુમાનજી ! ત્યારે બ્રહ્મણનું રૂપ ધારણ કરી શ્રીરામજીને ત્યાં લઈ આવ્યા. આ પ્રમાણે તમે સુગ્રીવનો ભય દૂર કર્યો.હે  હનુમાનજી ! એવો લોણ છે જે તમને \’સંકટમોચન\’નામે નથી ઓળખતો ?

અંગદ કે સંગ લેન ગએ સિય,ખોજ કપીસ યહ બૈન ઉચારો.

જીવત ના બચિહૌં હમ સોં જુ,બિના સુધિ લાએ ઇહા પગુ ધારો.

હેરિ ય્જકે તટ સિધું સબૈ તબ,લાય સિયા સુધિ પ્રાણ ઉબારો.

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ  સીતાજીની શોધ માટૅ અંગદ સાથે અનેક વાનરોએ પ્રયાણ કર્યુ હતું ત્યારે વાનરરાજ સુગ્રીવનો આદેશ હતો કે  સીતાજીનો પત્તો મેળવ્યા વિના પાછા આવશો  તો મારા હાથે જીવતા નહિ રહો.બહુ શોધ્યા છતાં સીતાજીના સમાચાર જણવા ન  મળ્યા ત્યારે બધા જ વાનરો સમુદ્ર તટે નિરાશ થઈ બેઠા.તે વખતે સીતાજીની શોધ  કરી તમે વાનરોના પ્રાંણ બચાવ્યા.હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને  \’સંકટમોચન\’નામે નથી ઓળખતો

રાવણ ત્રાસ દઈ સિય કો તબ,રાક્ષસ સો કહિ સોક નિવારો .

તાહિ સમય હનિમાન મહાપ્રભુ, જાય મહા રચનીચર મારો.

ચાહત સીય અસિક સો આગિસુ,દે પ્રભુ મુદ્રિકા સોક નિવારો.

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ  રાવણે માતાસીતાને બહુ ત્રાસ આપ્યો.સીતાજીએ રાક્ષસીઓને વિનંતી કરી કે મને મારી નાખીને મારો શોક નિવારણ કરો.હું શ્રીરામજી વિના જીવવા માગતી નથી.હે મહાપ્રભુ હનુમાનજી ! તે વખતે તમે ત્યાં પહોંચીને રાક્ષસ યોદ્રાઓનેમાર્યા.સીતાજી સ્વયં બળીને ભસ્મ થવા અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરતાં હતાં તે વખતે તમે ભગવાન શ્રીરામની વીટીં આપીને શોૂકનું નિવારણ કર્યું..હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને \’સંકટમોચન\’નામથી પરિચિત નથી.

બાન લાગ્યો ઉપર લછિમન કે તબ,પ્રાણ તજે સુત રાવણ મારો.

લૈ ગૃહ બૈધ સુષેન સમેત,તબૈ ગિરિ દ્રોન સુબીર ઉપારો.

આનિ સંજીવનિ હાથ દઈ તબ,સછિમન કે તિમ પ્રાણ ઉબારો.

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ  જયારે રાવણ-સુત મેધનાદના બાણના પ્રહારથી લક્ષ્મણજીના પ્રાણ જોખમમાં હતા ત્યારે તમે લંકામાંથી સુષેણ વૈધને તેમના ધર સાથે ઊચકી લાવ્યઆને દ્રોણા પર્વતને જડમુળમાંથી ઉપાડી લાવી સંજીવની બુટ્ટી પણ લાવ્યા.હે હનુમાનજી !આ સંસારમાં  એવો કોણ છે જે  \’સંકટમોચન\’બિરુદને નથી જાણતો ?

રાવન જિદ્ર અજાન કિયો તબ,નાગ કિ ફાંસ સબૈ સિર ડારો.

શ્રી રધિનાથ સમૈત સબૈ દલ,મોહ ભયો યહ સંકટ ભારો.

આનિ ખગેશ તબૈ હનુમાન જુ,બન્ધન કાટિ સિત્રાસ નિવારો.

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ  રાવણૅ આખી સેનાને નાગપાશમાં બાંધી દીધી.પ્રભુ શ્રીરામની સેના મોહમાં પડીગઈ. ત્યારે હે હનુમાનજી ! તમે ગરુડજીને બોલાવી નાગપાશનાં બંધન કપાવ્યા અને બધાને ધોર ત્રાસમાંથી મુક્તિ અપાવી,.હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને \’સંકટમોચન\’નામે નથી ઓળખતો

બંધુ સમેત જબૈ અહિરાવણ,લૈ રધુનાથ પાતાલ સિધારો.

દેવિહિં પૂજિ ભલી બિધિ સો બલિ.દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો.

જાય સહાય ભયો તબહી,અહિરાવણ સૈન્ય સમેત સંહારો.

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ અહિરાવણ જયારે લક્ષ્મણજી સહિત શ્રીરામને પાતાળમાં લઈઅ ગયો અને તેમનો દેવીને બલિ ચઢાવવાનો વિચાર કરી રહ્યો હતો ત્યારે તમે ત્યાં પહોચી ગયા અને અહિરાવણનો સેના સહિત સંહાર કર્યો.આમ શ્રીરામ-લક્ષ્મણને મદદ કરી.,.હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને \’સંકટમોચન\’નામે નથી ઓળખતો હોય ?

કાજ કિએ બડ દેવન કે તુમ,બીર મહાપ્રભુ દેખિ બિચારો,

કૌન સો સંકટ મોર ગરીબ કો,જો તુમસે નહિ જાત હૈ ટારો.

બેગિ હરો હનુમાન મહાપ્રભુ,જો કછુ સંકટ હોય હમારો.

કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો.

ગુજરાતી અનિવાદઃ  હે પરમવીર હનુમાનજી ! આપનાં મોટાં મોટાં કાર્યો ,તેમાંય વળી દેવોના કઠિન કાર્યો પૂરા કરવાની શક્તિ વિશે વિચારું છું ત્યારે મને એમ થાય છે કે મારા જેવા દીનહિન વ્યક્તિનું એવું સંકટ છે જે તમે સુર નહિ કરી શકો ?મારાં સંકટૉ હે હનુમાનજી ! શીધ્રતાથી દૂર કરવાની કૃપા કરો.આપ તો \’સંકટમોચન\’નામે પ્રસિધ્ધ છો તો મારુ સંકટ ટાળો.હે હનુમાનજી ! એવો કોણ છે જે તમને\’સંકટમોચન\’નામે નથી ઓળખતો

llદોહોll

લાલ દેહ લાલી લસે,અરુ ધરિ લાલ લંગુર l

બજ્ર દેહ દાનવ દલન,જય જય કપિ સૂર ll

ગુજરાતી અનિવાદઃ  તમારા લાલ સેહની લાલી અત્યંત શોભાયમાન થઈ રહી છે.આપની પુછ પણ લાલ છે,વજ્ર સમાન આપનો દેહ દાનવોનો નાશ કરનાર છે.હે સંકટમોચન હનુમાનજી ! આપનો જય હો !જય હો ! જય હો!

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors