હરિનારાયણ આચાર્ય
‘વનેચર’ ના ઉપનામથી આખું ગુજરાત જેમને ઓળખે છે તે ખ્યાતનામ પ્રકૃતિવિદ્ હરિનારાયણ આચાર્યનો જન્મ વિરમગામમાં ૨૫-૮-૧૮૯૭ના રોજ થયો હતો. શિક્ષણ પૂરું કર્યા બાદ કાયદાના અભ્યાસ માટે થોડો સમય મુંબઈમાં ગાળ્યો હતો એમનું સંસ્કૃતનું તથા વેદાંતના વિષયોની પારંગતતા અને બહુશ્રુતતાને લીધે વિદ્યાર્થીઓમાં તેઓ અત્યંત પ્રિય થઈ પડ્યા હતા. પ્રકૃતિ વિજ્ઞાનમાં એમનો પ્રવેશ એમ લેખ વાંચીને થયો. ફુરસદના સમયે ચોતરફ ભટકીને પ્રાણીજીવનના વિવિધ પાસાઓનું જ્ઞાન એમણે સંપાદન કર્યું. પ્રાણીજીવન, વનસ્પતિ સૃષ્ટિના પ્રચાર-પ્રસાર અર્થે તેમણે અમદાવાદ ‘પ્રકૃતિ’ ત્રૈમાસિક શરૂ કર્યું પ્રકૃતિ વિજ્ઞાનની એમની ગુણવિશેષતાને લીધે ૧૯૪૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. એમના પ્રયાસથી ગુજરાતમાં ‘ગુજરાત પ્રકૃતિમંડળ’ની સ્થાપના થઈ હતી ‘કુમાર’માં આવતી લેખમાળા ‘વનવગડાના વાસી’ એ જબ્બર આકર્ષણ ઊભું કર્યું હતું. તેમણે પતંગિયાની સૃષ્ટિ, કીટક સૃષ્ટિ, સરિસૃપાની સૃષ્ટિ, મત્સ્યસૃષ્ટિ, કરોળિયાની સૃષ્ટિ વગેરે ઉપર ખૂબ ઝીણવટપૂર્વકનો અભ્યાસ અવલોકન સંશોધન કર્યા હતા. આ બહુશ્રુત પ્રકૃતિવિદનું અવસાન ઈ. ૧૯૮૪માં ૮૬ વર્ષની વયે થયું.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )