સમુદ્રમાં મોતી શી રીતે બને છે ?
કાલુ નામની છીપ સમુદ્રનાં તળિયે હંમેશા પડી રહેતી હોય છે. ઉપરના તથા નીચેના ભાગમાં છીપનું પડ ઢાલ જેવું મજબૂત અને કઠણ હોય છે, પરંતુ અંદરનો જીવ અત્યંત નરમ અને પોચો હોય છે. છીપની નાની અમથી ફાટ દ્વારા ક્યારેક રેતીના કણ અંદર ખૂંપી જાય ત્યારે કાલુને સખત બળતરા થવા માંડે છે. દુખાવો ઓછો કરવા માટે તે ખાસ જાતના પ્રવાહી રસનું પડ આવાં કણ ફરતે લપેટે છે.
ટૂંક સમય પછી તે પ્રવાહી થીજે, એટલે લગભગ ગોળાકાર એવું મોતી બને. કાલુની હિંસા કર્યા વગર મોતી કાઢી ન શકાય, છતાં મરજીવાઓ પૈસા માટે દર વર્ષે અનેક કાલુનો ભોગ લે છે. ઘણી વાર તો કાલુના નરમ શરીરમાં તેઓ જાતે જ રેતીનો કણ ઘૂસાડીને તેને મોતી તૈયાર કરવા માટે ફરજ પાડે છે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )