શું ખરેખર 2012માં દુનિયા ખતમ થઈ જશે ?
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

શું ખરેખર 2012માં દુનિયા ખતમ થઈ જશે ?

\"\"
પ્રલય શબ્દનો ઉલ્લેખ લગભગ દરેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે. મહાન ભવિષ્યવેતા નોસ્ટ્રાડેમસે પણ પ્રલયને લઈને ઘોષણા કરી હતી. જોકે, તેની કેટલીક આગાહીઓ સમયને લઈને અસ્પષ્ટ હોવાથી તેનો ખરો અર્થ કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પણ છે.
મહાભારત
મહાભારતમાં કળિયુગના અંતમાં પ્રલય થવાનો ઉલ્લેખ છે પરંતુ આ કોઈ જળ પ્રલય નહીં પણ ધરતી પર સતત વધી રહેલી ગરમીને કારણે થશે. મહાભારતના વનપર્વમાં ઉલ્લેખ મળે છે કે સુર્યનું તેજ એટલું વધી જશે કે સાત સમુદ્રો અને નદીઓ સુકાઈ જશે. સંવર્તક નામનો આ અગ્નિ ધરતી અને પાતાળ પણ ભસ્મ થઈ જશે. વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે. દુનિયાની તમામ વસ્તુઓ બળી જશે, ત્યારપછી સતત બાર વર્ષ સુધી વરસાદ થશે જેનાથી સમસ્ત ધરતી જળમગ્ન થઈ જશે.

બાઈબલ

આ ગ્રંથમાં પ્રલયન ઉલ્લેખ છે જ્યારે ઈશ્વર નોહાને કહે છે કે મહાપ્રલય આવવાનો છે. તુ એક મોટી હોડી તૈયાર કર, તેમાં પોતાના પરિવાર, તમામ જાતીના બે-બે જીવોને લઈને બેસી જા. આખીય ધરતી જળબંબાકાર થવાની છે.

ઈસ્લામ

ઈસ્લામમાં પણ કયામતના દિવસનો ઉલ્લેખ છે. પવિત્ર કુરાનમાં લખ્યું છે કે કયામતનો દિવસ કયો હશે તેની જાણ ફક્ત અલ્લાહને જ છે. તેમાં જળપ્રલયનો પણ ઉલ્લેખ છે. નૂહને અલ્લાહનો આદેશ મળે છે કે જળ પ્રલય થવાનો છે, એક નૌકા તૈયાર કરી દરેક જાતીના બે-બે નર અને માદાઓને લઈને તેમાં બેસી જાઓ.

પુરાણ

હિન્દુ ધર્મના લગભગ તમામ પુરાણોમાં કાળને ચાર યુગોમાં વહેંચવામાં આવ્યો છે. હિન્દુ માન્યતાઓ અનુસાર જ્યારે ચાર યુગ પુરા થશે ત્યારે પ્રલય થશે. આ સમયે બ્રહ્મા સુઈ જશે અને જ્યારે જાગશે ત્યારે આખી દુનિયાનું પુન:નિર્માણ કરશે અને આમ નવા યુગની શરૂઆત થશે.

નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી

નોસ્ટ્રાડેમસે પ્રલય વિશે સ્પષ્ટ લખ્યું છે કે હું જોઈ રહ્યો છું કે આગનો એક ગોળો પૃથ્વી તરફ આવી રહ્યો છે જે ધરતી પરથી માનવજાતનું અસ્તિત્વ ભૂંસી નાખશે. એક અન્ય જગ્યા વિશે નોસ્ટ્રાડેમસે લખ્યું છે કે આગનો ગોળો સમુદ્રમાં પડશે અને જૂની સભ્યતા ધરાવતા તમામ દેશ તબાહ થઈ જશે.

પ્રલયને લઈને વૈજ્ઞાનિકોનું અનુમાન

ફક્ત ધર્મગ્રંથો જ નહીં પણ કેટલાક દેશોના વૈજ્ઞાનિકો પણ પ્રલયની ધારણાને સાચી માને છે. કેટલાક મહિના પહેલા અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઘોષણા કરી હતી કે 13 એપ્રિલ 2036ના રોજ પૃથ્વીનો પ્રલય થઈ શકે છે. ખગોળવિદોના જણાવ્યા અનુસાર અંતરિક્ષમાં ભ્રમણ કરનારો એક ગ્રહ એપોફિસ 37014.91 કિમી પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી સાથે અથડાઈ શકે છે. આ પ્રલયકારી ટક્કરમાં હજારો લોકોના મોત થઈ શકે છે. જોકે, નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે આ બાબતે ગભરાવવાની જરૂર નથી.

માયા કેલેન્ડરની ભવિષ્યવાણી

માયા કેલેન્ડર પણ કાંઈક આ પ્રકારની ભવિષ્યવાણી કરે છે. સાઉથ ઈસ્ટ મેક્સિકોના માયા કેલેન્ડરમાં 21 ડિસેમ્બર 2012 બાદની કોઈ તારીખનું વર્ણન નથી. કેલેન્ડરમાં ત્યારબાદ પૃથ્વીનો અંતનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
માયા કેલેન્ડરના જણાવ્યા અનુસાર 21 ડિસેમ્બર 2012માં એક ગ્રહ પૃથ્વી સાથે ટકરાશે જેમાં આખીય ધરતી ખતમ થઈ જશે. 250 થી 900 ઈ.પૂર્વે માયા નામની એક પ્રાચીન સભ્યતા સ્થાપિત હતી. ગ્લાટેમાલા, મેક્સિકો, હોંડુરાસ તથા યુકાટન ટાપુઓ પર આ સભ્યતાના અવશેષો સંશોધકોને મળ્યા છે. એવી માન્યતા છે કે માયા સભ્યતાના કાળમાં ગણીત અને ખગોળનો ઉન્નત વિકાસ થયો હતો. પોતાના જ્ઞાનને આધારે માયા લોકોએ એક કેલેન્ડર બનાવ્યું હતું. કહેવામાં આવે છેકે તેમના દ્વારા બનાવાયેલું કેલેન્ડર એટલું સચોટ છે કે આજ સુધી સુપર કમ્પ્યુટર પણ તેની ગણતરીઓમાં માત્ર 0.06 સુધીનો તફાવત કાઢી શક્યું છે. માયા કેલેન્ડરના આકલન જેની ગણના હજારો વર્ષ પહેલા કરવામાં આવી હતી તે આજે પણ સાચું સાબિત થઈ રહ્યું છે.
ચીનના ધાર્મિક ગ્રંથ આઈ ચિંગ અને ધ નેશનલ ફિલ્મ બોર્ડ ઓફ કેનેડાએ પણ આ માન્યતાને ટેકો આપ્યો છે. પરંતુ વિશ્વની સૌથી પ્રાચીન એવી હિંદુ સંસ્કૃતિ અને હિંદુ માન્યતાઓના પ્રતિક 5123 વર્ષ જૂના ટંકારી કેલેન્ડરમાં આ વાતને સંપૂર્ણ પણે નકારી દેવાઈ છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.