Home » જાણવા જેવુ

વાળની-સંભાળ

by on March 26, 2012 – 10:46 am No Comment | 2,620 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

વાળ ખરતા હોય તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિ. માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાઉડર બનાવી રોજ સવાર-સાંજ ફાંકવાથી સફેદ વાળ કાળા થાય છે.ખાંડ અને લીંબુનો રસ બન્‍ને ભેગા કરી માથું ધોવાથી જૂનો ખોડો મટે છે.ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્‍યારે, માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેંદીનાં પાન ઉકાળવા. તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે.કાંદાનો રસ માથામાં ભરવાથી જૂ મરી જાય છે.લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી, માથાનો ખોડો મટે છે.વાળ ખરી પડતા હોય ત્‍યારે તે પર ગોરાળુ માટી-પ્રવાહી-લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખી ઉકાળો. એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.માથાના વાળ ખરતા હોય તો, ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી, સૂર્યના તડકમાં સાત દિવસ રાખો, ત્‍યાર બાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લો. આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે. વાળ કાળા થાય છે તથા નવા વાળ ઊગે છે.

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: