Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 635 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » જાણવા જેવુ

ભૌતિક શાસ્‍ત્ર એટલે પ્રકૃતિનું દર્શન

by on March 26, 2012 – 10:19 am No Comment | 1,502 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

વિજ્ઞાન અંગેની જાણકારી આપણને વિવિધ શાસ્‍ત્રો દ્વારા પ્રાપ્‍ત થાય છે. જેમાં ભૌતિકશાસ્‍ત્ર, રસાયણશાસ્‍ત્ર, જીવ વિજ્ઞાન, ભૂસ્‍તરશાસ્‍ત્ર, વનસ્‍પતિ શાસ્‍ત્ર વગેરેનો સમાવેશ થાય છે. ઘણા વિજ્ઞાન એટલે વિશિષ્‍ટ જ્ઞાન કહે છે. તો કેટલાક વિજ્ઞાનના અભ્‍યાસને સત્‍યની શોધ કહે છે. પરંતુ વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની એક પ્રક્રિયા છે. જેમાં વિચાર કરવામાં આવે, કલ્‍પનાઓ કરવામાં આવે પછી તે અંગે પ્રયોગો કરવાની જરૂર હોય તો પ્રયોગો કરવામાં આવે, અવલોકનોને આધારે જરૂર જણાય તો ગણતરીઓ કરવામાં આવે ત્‍યારબાદ તેના તારણો મેળવી તેની રજુઆત કરવામાં આવે એ રજૂઆતને આધારે બીજાઓ પણ તેને ચકાશે તે માટે ‍વિવિધ રીતે પ્રયોગો કરી નિર્ણય પર આવે પછી સાચું જણાય તો તેનો સાર્વતીક સ્‍વીકાર થાય છે. નિયમો પણ બને છે. પરંતુ સમય જતાં તેમાં પણ ફેરફારો થતા રહેતા હોય છે. જે માટેના કારણો હોય છે. પરંતુ એટલું તો ખરું આપણે બધા બીજામાં શ્રદ્ધા રાખતા હોઇએ તો વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે.
વિજ્ઞાન પણ પ્રકૃતિ દ્વારા જાણવા મળે છે. પ્રકૃતિમાં ઘણું બધું પડયું છે. તેમાંથી જે જાણવા મળે અથવા તો શોધ કરી જાણકારી મેળવવામાં આવે છે તે પણ આજ વિજ્ઞાનનો ભાગ છે. માનવી પણ પ્રકૃતિનો એક ભાગ છે. આપણા શાસ્‍ત્રો અનુસાર માનવ દેહ પંચ મહાભૂતોનો બનેલો છે. મૃત્‍યુ બાદ તેમાં ભળી જાય છે. આ પંચ મહાભૂતને પાંચ તત્‍વો કહ્યા છે, અગ્નિ, પાણી, પૃથ્‍વી, હવા અને આકાશ જેનાથી પ્રકૃતિ બનેલી છે. એટલે માનવી પણ પ્રકૃતિનો ભાગ છે તેને પ્રકૃતિ વગર ચાલે નહીં.
ભૌતિકશાસ્‍ત્ર એટલે પ્રકૃતિનું દર્શન. ફિઝિકસ શબ્‍દ રોમના ભાષામાંથી લેવામાં આવ્‍યો છે. જેનો અર્થ થાય છે નેચર એટલે કે પ્રકૃતિ, વિજ્ઞાન જેને અંગ્રેજીમાં સાયન્‍સ કહીએ છીએ તે લેટિન શબ્‍દ ઉપરથી લેવામાં આવ્‍યો છે. જેનો અર્થ થાય છે જાણવું. આથી જ ભૌતિકશાસ્‍ત્રનો અર્થ એ કે પ્રકૃતિને જાણવી. એટલા જ માટે ભૌતિકવિજ્ઞાનનો એ શ્ર્વાશ્ર્વત વિજ્ઞાન છે. ભૌતિકશાસ્‍ત્રમાં આવતા નિયમોને પ્રકૃતિના નિયમોથી ઓળખવામાં આવે છે.
ભૌતિકશાસ્‍ત્રમાં પદાર્થ અને તેમાં રહેલી ઉર્જા તેઓની વચ્‍ચે થતાં પારસ્‍પરીક પ્રક્રિયાઓનો અભ્‍યાસ કરવામાં આવે છે તે દ્વારા પ્રકૃતિને સમજવાનો પ્રયત્‍ન કરવામાં આવે છે. કારણ કે વિશ્ર્વમાં પદાર્થ અને ઉર્જાનું અસ્તિત્‍વ રહેલું છે. પદાર્થ સ્થિર અવસ્‍થામાં ઉર્જા ધરાવે છે અને ગતિમાં હોય ત્‍યારે પણ ઉર્જા રહેલી હોય છે. આ બધાને સમજવા માટે ભૌતિકશાસ્‍ત્ર અને ગણિત પણ વિજ્ઞાનની એક ભાષા છે. ભૌતિકશાસ્‍ત્ર અને ગણિત બન્‍ને પાયાના વિષયો હોવાથી તેની જાણકારી અભ્‍યાસ દ્વારા પ્રાપ્‍ત કરી શકાય છે.
ભૌતિકશાસ્‍ત્ર ક્ષેત્રે ઘણી એવી શોધો થયેલી છે કે સમગ્ર વિશ્ર્વને બદલાવી નાખ્‍યું છે. વિશ્ર્વની પ્રગતિમાં આનો ફાળો ઘણો છે. ઇ.સ. ૧૬૮૭માં ન્‍યુટને ગુરૂત્‍વાકર્ષણની જાણકારી આપી. કહેવાય છે કે એકવાર તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા ને સફરજન વૃક્ષ પરથી નીચે પડયું. તેના મનમાં એક વિચાર આવ્‍યો કે સફરજન નીચે કેમ પડયું. ઉપર કેમ ન ગયું ? એવું કાંઇ બળ છે કે જે સફરજનને નીચે તરફ લઇ જાય છે. આ અંગેના સંશોધનો તેમણે કરતાં ગુરૂત્‍વાકર્ષણ બળની શોધ થઇ એટલું જ નહીં તેમણે આપેલા ગુરૂત્‍વાકર્ષણના નિયમો ને કારણે રોકેટનું નિર્માણ શકય બન્‍યું. તેમજ અંતરીક્ષનો અભ્‍યાસ સરળ બન્‍યો. આ ક્ષેત્રે બહુ જ પાયાનું કાર્ય થયું. આજ રીતે આઇસ્‍ટાઇને ૧૯૦૫માં સાપેક્ષવાદના સિદ્ધાંતો આપ્‍યા જેને કારણે બ્રહ્માંડનો અભ્‍યાસ શકય બન્‍યો, ગ્રહો, તારા અંગેનું જ્ઞાન પ્રાપ્‍ત થયું. આ બધું જ તેમણે પ્રકૃતિમાંથી મેળવ્‍યું અને તેનો ગહન અભ્‍યાસ કરી આપણને સિદ્ધાંતો આપ્‍યા.
૧૮૦૧માં યંત્ર પ્રકાશના યતિકરણ અભ્‍યાસ કર્યો તેનો ઉપયોગ ઓપ્‍ટીકલ ફાઇબર, ચશ્‍માના કાચની બનાવટો શકય બની. આજ રીતે તત્‍વો પરમાણુ, અણુઓની જાણકારી મળી. જે. જે. થોમ્‍સને ઇ.સ. ૧૮૯૭માં ઇલેકટ્રોનની શોધે એક નવી ક્રાંતિ સર્જી. આજે રેડિયો, ટ્રાન્‍ઝીસ્‍ટર, ટી.વી., વિદ્યુત પ્રવાહ, બેટરી, વિવિધ પ્રકારની આઇસી, ડાયોડ વિગેરે સાધનો દ્વારા અનેક ઉપકરણો બનાવી શકયા, લોકોની જીવન શૈલી બદલાવી નાખી. રોટ-જને ડી-કિરણોની શોધકરી તેના વિવિધ ઉપયોગો સૌ કોઇ જાણે છે. તબીબી વિજ્ઞાનને નવી દિશા આ શોધ દ્વારા મળી. તેનો ઉપયોગ રેડિયોગ્રાફીમાં થવા લાગ્‍યો. મેકસવેલ ઇ.સ. ૧૮૭૩માં વિદ્યુત ચુંબકીય તરંગનો સિદ્ધાંત આપ્‍યો. પ્રકાશ પણ આજ તરંગોનો બનેલો છે. જેને કારણે સંદેશ વ્‍યવહાર શકય બન્‍યો છે. તેનું ઉદાહરણ મોબાઇલ છે. આજે આ મોબાઇલ દ્વારા સમગ્ર વિશ્ર્વમાં સંદેશાઓની આપ-લે સહેલાઇથી કરીએ છીએ. ટી.વી. માં વિવિધ કાર્યક્રમો જોઇ શકીએ છીએ. જુલ, ફેલ્વિન, મેયર, હેલ્‍મહોલ્‍ટઝ, બોલ્‍ટ ઝમેન તથા ઘણા એ ઉષ્‍મા વિજ્ઞાનમાં ફાળો આપી યાંત્રિક એન્જિનિયરીંગ ક્ષેત્રે વિકાસ થઇ શકયો.
\"\"

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: