Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 102 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » ઓખાહરણ

ઓખાહરણ-કડવું-૬૫

by on February 28, 2014 – 6:53 pm No Comment | 382 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

ઓખાહરણ-કડવું-૬૫  (રાગ:સામગ્રી)
અનિરુધ્ધને કારાગૃહમાં રાખ્યો

બાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર;
અનિરુધ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધિયાં…

ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો વ્યભિચાર;
ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે બંનેને બાંધિયાં..

લક્ષણવંતો હીંડે લહેકાતો, બહેહકાતો આવાસ;
દૈત્યનું બળ તે પુંઠે પળે, ઘેરી હીંડે છે દાસ. બાણે બંનેને બાંધિયાં…

એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ;
ચોરે તે મોર જ મારીઓ, તેનાં લોક કરે વખાણ. બાણે બંનેને બાંધિયાં…

ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર;
તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃત સાર. બાણે બંનેને બાંધિયાં…

કો કહે એમ દૈવત દીસે ખરૂં, રૂપવંતો રસાળું;
કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે બંનેને બાંધિયાં…

તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર;
કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વ કુમાર. બાણે બંનેને બાંધિયાં…

સખી પ્રત્યે ઓચરી, દેખી અંગ ઉમેદ;
બાંધ્યો જૂવે છે આપણા ભણી, એને છે એવી ટેવ. બાણે બંનેને બાંધિયાં…

ચાર માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ;
માળિયે સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. બાણે બંનેને બાંધિયાં…

(વલણ)

લાગ્યો લોકાપવાદ પણ, પામ્યો દેવકન્યાય રે;
પછી બાણાસુરે અનિરુધ્ધને, રાખ્યો ઓખાના ઘરમાંય રે.

Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: