Headline »

અનાશકય મનુષ્ય કોને કહેવો?

May 19, 2012 – 1:26 pm | 17 views

અનાશકય મનુષ્ય કોને કહેવો?
* જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય.
* જે જીવનને જેવું છે તેવું સ્વિકારે.
* જે પરિગ્રહોથી મુકત હોય.
* જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય.
* સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

આધ્યાત્મિક જીવનશૈલી »

ૐ – પ્રણવોચ્ચાર કે ઓંકારધ્વનિ થી શું લાભ ??

May 19, 2012 – 1:22 pm | 15 views

આજે આપણે જોઇએ છીએ કે મનુષ્ય પોતાની પ્રસન્નતા વધારવા માટે ભિન્ન-ભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણા ઘરમાં કોઈનો જન્મદિન મનાવવામાં આવે છે તો આપણને ઘણી પ્રસન્નતા થાય છે. આ અવસર પર આપણે આપણા ઘરની સજાવટમાં પણ કોઈ કમી નથી રાખતા. સજાવટમાં ફૂગ્ગાનું ઘણું મહત્વનું સ્થાન છે. આપણે જ્યારે દુકાનમાં ફૂગ્ગો ખરીદવા જઇએ છીએ ત્યારે જો દુકાનદાર નાનો અને મોટો એમ બે પ્રકારના ફૂગ્ગા બતાવે તો આપણે કયો ફૂગ્ગો પસંદ કરીશું? નિશ્ચિત રૂપે આપણે મોટો ફૂગ્ગો જ પસંદ કરીશું. જેવી રીતે આવા ફૂગ્ગા આપણને દુકાનમાંથી પ્રાપ્ત થાય છે તેવાં જ આપણી છાતીમાં બે મોટા ફૂગ્ગાઓ છે. જેને આપણે ફેફસાંના નામે ઓળખીયે છીએ. જે આપણા શરીરમાં આવની હવાને પ્રાણવાયુમાં રૂપાંતરીત કરે છે.

આપણા ફેફસાં જો નાના અને કમજોર બને તો તે ન તો આપણને પસંદ પડે ન તો ભગવાનને. આવા કમજોર શરીરમાં ભગવાન ક્યારેય નિવાસ નહીં કરે, તો શું એ ઠીક કહેવાય? નહીં ને? તો પછી આપણે આ ફેફસાં માટે સારી રીતે વ્યાયામ કરવું જોઇએ. જેમ સૂર્ય નમસ્કાર કરવાથી પૂરા શરીરનું વ્યાયામ થાય છે. અધ્યયન કરવાથી બુદ્ધિનું વ્યાયામ થાય છે. સંસ્કૃતના શ્લોકો-સ્તોત્ર બોલવાથી જિહવાનું વ્યાયામ થાય છે. તેવી જ રીતે પ્રણવોચ્ચાર કરવાથી આપણા ફેફસાંનું વ્યાયામ થાય છે.

કેટલીક વાર આપણે જોઇએ છીએ કે થોડુંક જ કામ કરવા પર પણ આપણને થાકનો અનુભવ થાય છે. અગર આપણે દિવસભરમાં ઓછામાં ઓછું ૫ મિનિટ પણ પ્રણવોચ્ચાર કરીએ છીએ તો ફેફસાંનું ઘણી સારી રીતે વ્યાયામ મળી શકે છે. આપણને જલદી થાક અનુભવ નહીં થાય, આપણી કાર્ય ક્ષમતા પણ વધી જાય છે અને શ્વાસ સંબંધી કોઇ પણ સમસ્યા હોય તો સમાપ્ત થઈ જાય.

એમ જોવામાં આવે તો મનુષ્યનું શરીર ઘણું મૂલ્યવાન છે, પરંતુ એનું મહત્વ આપણે સમજતા જ નથી. હવે તમે જ બતાવો કે શ્વાસ લેતી વખતે આપણું પેટ અંદર જાય કે બહાર આવે? આપણને એવું લાગશે કે તદ્દન સહેલી વાત છે, કે જ્યારે શ્વાસ લઇશું તો પેટ બહાર આવશે. નહીં !! આ વાત ખોટી છે. તમે જાતે જ પ્રયોગ કરી જુઓ. જ્યારે શ્વાસ લેશો ત્યારે પેટ અંદર જશે અને જ્યારે શ્વાસ છોડશો ત્યારે પેટ બહાર આવશે. હવે તમે જ કહો કે જન્મ્યાં પછી આપણે એક પળ પણ એવી નથી કે જ્યારે આપણે શ્વાસ નહીં લીધો હોય, પરંતુ શું આપણે આ બાબત ઉપર પહેલાં ધ્યાન આપ્યું હતું?

ઇશ્વર સંવાદ

May 18, 2012 – 10:26 am | 11 views

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું
એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.
સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.
આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો
જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં
પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા
ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક
દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને
એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા …

રોગથી મુક્તિ જ્યોતિષ દ્વારા

May 14, 2012 – 10:11 am | 30 views

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું (આયુષ્‍ય વધારવાનું) જ્ઞાન. …

સંશોધન – વૈજ્ઞાનીકનો પરિચય

May 12, 2012 – 12:06 pm | 15 views

મહાન પુરાતત્‍વવિદ – ડો. ભગવાનલાલ ઇન્‍દ્રજી

પ્રખર રસાયણશાસ્ત્રી – ત્રિભુવનદાસ ગજ્જર
જન્‍મ : ૧૮૬૩
મૃત્‍યુ : ૧૬-૭-૧૯૨૦
જન્‍મસ્‍થળ : સુરત
જીવનકાર્ય : વડોદરામાં ટેકનિકલ શિક્ષણની સંસ્‍થા ‘કલાભવન‘ની સ્‍થાપના કરી, મરકીના રોગની દવા શોધી, તેમની પ્રેરણા અને પુરુષાર્થના પરિણામે એલેમ્બિક કેમિકલ વર્કસ સ્થાપાયું.
મહાન સારસ્વત – મુનિશ્રી જિનવિજયજી
જન્‍મ : ૨૭-૧-૧૮૮૮
મૃત્‍યુ : ૩-૬-૧૯૭૬
જન્‍મસ્‍થળ : રૂપાહેલી (રાજસ્‍થાન)
જીવનકાર્ય : પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં નિષ્ણાત, સો કરતાં વધુ ગ્રંથ …

ગુજરાતની મુખ્‍ય સાહિત્‍ય સંસ્‍થાઓ

May 12, 2012 – 11:52 am | 24 views

(૧) ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યાલય) :
આ સંસ્‍થાની સ્‍થાપના ૨૬ ડિસેમ્‍બર, ૧૮૪૮ના રોજ ફાર્બસ સાહેબે અમદાવાદમાં કરી હતી. ૪ એપ્રીલ, ૧૮૪૯ના રોજ આ સંસ્‍થાએ ‘વરતમાન’ (અઠવાડિક) પ્રગટ કર્યું. ૧૫ મે, ૧૮૫૦ના રોજ ‘બુદ્ઘિપ્રકાશ’ (પખવાડિક) શરૂ કર્યું. આજે પણ ‘બુદ્ઘિપ્રકાશ’ (માસિક) પ્રગટ થાય છે.ઇ.સ. ૧૮૪૯માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્‍થાપના કરવામાં આવી. અમદાવાદના ભદ્ર વિસ્‍તારમાં આવેલું આ પુસ્‍તકાલય હિમાભાઇ ઇન્સ્ટિટયૂટ તરીકે પ્રખ્‍યાત છે. …

વાસ્‍તુ અને વાસ્‍તુપુરુષ

May 12, 2012 – 11:44 am | 13 views

આપણા રૈવાજિક વાસ્‍તુશાસ્ત્રનો કન્‍સેપ્‍ટ એટલો ઓરિજિનલ અને વૈજ્ઞાનિક છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. ભારતીય પરંપરામાં વાસ્‍તુપુરુષની કલ્‍પના કરવામાં આવી છે, તથા તેના આધારે વાસ્‍તુમંડલ તૈયાર કરવામાં આવે છે. આપણી જરૂરિયાત મુજબ આપણે અલગ-અલગ પદના વાસ્‍તુ-મંડલનો ઉપયોગ કરી શકીએ. પરંતુ સર્વ સામાન્‍ય ઉપયોગ માટે તથા ગુણધર્મ ચકાસણીમાં પૂરવાર થયેલ વાસ્‍તુમંડલ ૮૧ પદનું છે. વાસ્‍તુમંડલમાં દરેકે-દરેક ભાગને દેવોના નામ સાથે સાંકળવામાં …

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે

May 12, 2012 – 9:18 am | 5 views

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો
ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી
અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં
સંકલ્પ સમરું ચિત્તમાંહી રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે … ગંગા સતી
જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં,
મળી ગયો તુરિયામાં તાર રે …

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં

May 12, 2012 – 9:17 am | 4 views

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
ને રહેવું નહીં ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી
તીરથ વ્રત પછી કરવા નહીં
ને કરવા નહીં સતગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પર પંથથી રહેવું દુર રે,
મોહ તો સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ …

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ

May 12, 2012 – 9:16 am | 4 views

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને
અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય
જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે … પી લેવો હોય
આપ રે મૂવા વિના અંત નહીં આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે,
ખોળામાં બેસાડી …

મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…

May 12, 2012 – 9:15 am | 5 views

મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…
મરને ભાંગી રે પડે ભરમાંડ રે,
વિપતી પડે તોયે વણસે નહિ ને રે,
શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે..
ચીતની વૃતિ રે જેની સદા રહે નિરમળી રે
કરે નઈ કોઈની રે આશ..
દાન દેવે પણ રેવે અજાચીને
રાખે વચનમાં વિશ્વાસ…
હરખ રે શોકની ના’વે જેને હેડકી ને
આઠે રે પહોર રે રહે આનંદ
નિત્ય તો રેવે સતસંગમાં રે
તોડે રે માયા કેરા …

જીવનમાં આટલી સાવધાની છે જરૂરી

May 10, 2012 – 8:37 am | 22 views

વિના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તે માટે કેટલીક તૈયારી આપણે અત્યારથી જ કરી લેવી જરુરી છે.
ઘણા લોકો બેંક એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ પોલીસી, લોકર, વગેરેમાં સિંગલ નામ રાખે છે. માત્ર પોતાના જ નામે એકાઉન્ટ ખોલાવે, શેર ખરીદે કે લોકરમાં ક્યારેક નોમિની તરીકે કોઇનું નામ જ ન હોય. આમાં ક્યારેક પરિવારના અન્ય સભ્યોને મુશ્કેલી ઊભી થઇ શકે છે.
એકથી વધારે હોય …