આહાર નિયંત્રણ માટેના સોનેરી સૂત્રો આહાર નિયંત્રણ એ આજના સમયની ગંભીર સમસ્યા છે. તે માટે જીવનનાં સાત સોનેરી સૂત્રો, જે આપની મુશ્કેલી હળવી કરશે. (૧)જમતી વખતે ટીવી ટાળો : આપની જીંદગીમાં માત્ર ખાવું, પીવું, આરામ કરવો, સર્ફિંગ કરવું વગેરે નિયમો હોય તો શરીરનું વધવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. તેથી નિયમિત આહારમાં હેલ્થી અને હલકો આહાઅ અપનાવો. તમારી થાળીમાં જીભને ભાવે તેવો નહીં પણ શરીરને માફક આવે તેવા આહારને સ્થાન આપો. તમારા રોજના આહાર પર નજર રાખો. (૨)પાર્ટીમાં જતાં પહેલાં ખાવું પીવું બંધ કરવા : મોટાં શહેરોમાં અવારનવાર કોઈને કોઈ […]

બાળકના ઉત્સાહ ક્યારેય ભાંગી ન નાખો બાળપણનાં વર્ષો જીવનનાં મૂલ્યવાન વર્ષો છે. આ સમયે બાળકનો માનસિક અને શા‍રીરિક વિકાસ થાય છે. બાળકો સુખ સગવડના સાધનો વિના પણ તેઓ નિજાનંદમાં મસ્ત રહે, મોજમજા કરે તેમાં આપણને વાંધો હોવો જોઈએ નહીં. ઘણીવાર નાની નાની બાબતોમાં ટોકીને આપણે તેનો આનંદ છીનવી લઈએ છીએ. જેમ કે, સોફા પર ઠેકડા નહીં માર ! માટીમાં રમવા ન જા ! વરસાદમાં પલળીશ નહીં ! મોટેથી ગીતો ન ગાઈશ ! ચપ્પલ વિના રમવા ન જા ! મહેમાન આવ્યા હોય ત્યારે શાંતીથી બેસાઈ ! બાળકોની જિજ્ઞાસાવૃત્તિ કે કુતૂહલને ક્યારેય […]

‘વાહ…… શું પર્સનાલિટી છે.’’ સાંભળતાં જ આપણી સમક્ષ એક એવું આકર્ષક વ્યક્તિત્વ ઊભું થાય છે, જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે. ‘કાશ, અમારી પર્સનાલિટીમાં પણ એ પ્રભાવ હોત જે એની પર્સનાલિટીમાં છે.’ મનમાં આવો વિચાર આવતાં જ કેરિશ્મેટિક પર્સનાલિટી પ્રત્યે આપણા મનમાં ઇર્ષા થવા લાગે છે. ગભરાશો નહીં, તમે પણ તમારી પર્સનાલિટીને કરિજમેટિક બનાવી શકો છો. દુનિયાની એક સૌથી શ્રીમંત વ્યક્તિનું માનવું હતું તે કરિજમેટિક પર્સનાલિટી હોવાથી સફળતા ખૂબ સહેલાઇથી મેળવી શકાય છે. ક્ષમતાથી વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી શકાય છે. નહીં કે ટેક્નિકલ યોગ્યતાથી. તેમના આ શબ્દો આજે પણ લોકોને […]

પહેલું સુખ તે જાતે નર્યા’ પ્રમાણે સહુને સ્વસ્થ રહેવુ ંગમતું હોય છે. પરંતુ જાતને સ્વસ્થ રાખનારા ખાદ્યપદાર્થોની જાણકારી પૂરતી ન હોવાને કારણે ખાદ્ય પદાર્થોનો લાભ મળતો નથી.અમુક ખાદ્યપદાર્થો એવા છે જેના સેવનથી રોગ મુક્ત રહેવાય છે. તેમજ સ્વયંને યુવાન અનુભવાય છે. તેથી ફિટ રહેવા માટે આ ચોક્કસ ખાદ્યપદાર્થોનું સેવન કરવું જરૂરી છે. આમળા આયુર્વેદમાં આમળાને દિવ્ય ફળ કહેવામાં આવે છે. એના સેવનથી પેઢા મજબૂત થાય છે. આંખની રોશની વધારવા, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કેન્સર, કમળો, ટી.બી., હાડકાના રોગના નિવારણ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. ચવ્વનપ્રાશમાં પણ આમળાનો ઉપયોગ થાય છે. […]

કોબીના રોલ્સ સામગ્રીઃ કોબી ૨૫૦ ગ્રામ, પાઉંનો ભૂકો, આદુ, મરચાં, લીંબુનો રસ, મીઠુ મરચું, હળદર, પ્રમાણસર, તેલ તળવા માટે, બટાટા, વટાણા, ગાજર, ફલાવર દરેક ૧૦૦ ગ્રામ. રીતઃ કોબીની ગાંઠો કાપીને તેને થોડીવાર ઠંડા પાણીમાં રાખવી. ઉપરના પત્તા કાઢી અલગ રાખો. તેની અંદરની કોબીને ઝીણી સમારો, પછી મરચાં, લસણ આદુને એકદમ બારીક વાટો. એક વાસણમાં ઘી મૂકી તેમાં આ મસાલાને સાંતળો, બટાટા, ગાજર, વટાણા, ફલાવર થોડાં લઈને તેને ઝીણા સમારી વટાણાને બાફી નાંખો અને તે બાફેલા શાક સાથે આ ઝીણી સમારેલા કોબી મિક્સ કરી તેમાં મીઠુ, મરચું, હળદર ગરમ મસાલો, લીંબુનો […]

વિશ્વના માનસશાસ્ત્રીઓ ને સમાજશાસ્ત્રીઓનું સર્વેક્ષણ કહે છે કે ઃ કોઈપણ વ્યક્તિને સ્વસ્થ અને સુદ્રઢ સબંધો વડે જીવનમાં ૮૫% આનંદ મળે છે, જ્યારે ઉપલબ્ધ ગેઝેટ્‌સ (સાધનો) દ્વારા ૧૫% આનંદ મળે છે. કોઈપણ સામાજિક ‘સંબંધો’ની જાળવણીની ધરોહર સ્ત્રી છે, પરંતુ આઘુનિક ગૃહિણીઓને પતિ-બાળકો સિવાયના સબંધો બોજારૂપ લાગે છે. પશ્ચિમ દેશોનો સમાજ આજે છિન્નભિન્ન થઈ રહ્યો છે, અનેક સામાજિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે પ્રશ્નોમાં પ્રાધાન્ય સભર પ્રશ્નો યુવાનોના છે. આ બરર્નંિગ સમસ્યા માટે થોડા સમય પહેલા સમાજશાસ્ત્રીઓનો એક સેમીનાર યોજાયો, જેમાં પશ્ચિમના સમાજશાસ્ત્રીઓએ તારણ કાઢ્‌યું કે, તેમના સમાજની છિન્નભિન્નતા માટે જવાબદાર […]

નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએપૂછ્યું “તમારા પતિથી તમે સુખી છો ને?” નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ નીઆશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબહકારમાં જ હશે. એમને અને બીજા બધાંને  પત્નીનો જવાબ સાંભળીનેસખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું, “ના, હું મારા પતિ થી સુખી નથી !” આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે  એમની પત્ની આવુંકહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે. […]

ઊંચા ઊંચા રે દાદા ગઢડાં ચણાવો, તે પે ઊંચેરા ગઢના કાંગરા. કાંગરે ચડીને બેની રેખાબા જુવે, કેટલેક આવે વરરાજિયો. પાંચસે પાળા રે દાદા છસેં ચડિયાત, ઘોડાની ઘૂમસે વરરાજિયો. કોઠિયુંના ઘઉં રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા, તોય ન રીઝયો વરરાજિયો. ગૌરીના ઘી રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા, તોય ન રીઝયો વરરાજિયો. જોટયુંના દૂધ રે ઘેડી તારી જાને ખૂટવાડયા, તોય ન રીઝયો વરરાજિયો. નદીયુંના નીર રે ઘેડી તારી જાને ખૂટવાડયા, તોય ન રીઝયો વરરાજિયો. હાથપગ ધોઈને દાદે રેખાબા દીધા, ધમકે રીઝયો રે વરરાજિયો.

ઉત્તમ વસ્તુઓ હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ પુસ્તકોમાં ; ગીતા પ્રાણીઓમાં ; ગાય પક્ષીઓમાં ; ગરુડ પ્રવાહીમાં ; ગંગાજળ દેવોમાં ; ગણપતિ ભોજનમાં  ; કંસાર પહાડમાં ; હિમાલય વાહનમાં ; રથ તીર્થમાં ; કાશી ફળોમાં ; નાળિયેર નદિમાં ; ગંગા છોડમાં ; તુલસી શુકનમા ; કંકુ ધર્મનું પ્રતીક ;ઓમ્ કોણ શુ કહે છે ? ધડીયાળ ;સમય ચુકશો નહિ. ધરતી ; સહનશીલ બનો. દરિયો ; વિશાળ દિલ રાખો. વૃક્ષ ; પરોપકારી બનો. કીડી ; સંગઠનબળ કેળવો. કુકડો ; વહેલા ઊઠી કામે લાગો. બગલો ; કાર્યમાં ચિત પરોવો. સુર્ય ; નિયમિત બનો. મધમાખી […]

જ્યારથી સૃષ્ટિનો જન્મ થયો, જ્યારથી બંનેનું બૌદ્ધિક સ્તર વધ્યું, ત્યારથી એક બીજાં પ્રત્યે ફરિયાદોમાં પણ વૃદ્ધિ થઈ. તે આવી કેમ છે ? / તે આવો કેમ છે ? બંનેની વચ્ચે આ દ્વંદ્વાત્મક સ્થિતિ પેદા થયા કરે છે. આખરે કઈ છે સામાન્ય ફરિયાદો… જે બંને એક-બીજાં માટે કર્યા કરે છે ? એકમેકને સમજવા માટે બંનેએ શું કરવું જોઈએ, બંને આ ફરિયાદોની સાથે પણ કેવી રીતે શાંતિથી જીવી શકે છે. એ વિશે વાંચીએ હળવી શૈલીનો એક જીવન સંજીવની લેખ… સ્ત્રીઓની સામાન્ય ફરિયાદો * તમે મારી ભાવનાઓને ભલા કેવી રીતે સમજશો ? * […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors